ગઝલ:લખી દેજો—મુહમ્મદઅલી વફા
Posted in ગઝલ | Tags: અછાંદસ, કવિતા, ગુજરાતી શાયરી, Gujarati Gazhal, Gujarati kavita, Gujarati poetry, Gujarati Shayri, GujaratiKavita, Muhammedali Wafa
ગઝલઃખૂનનુ મિશ્રણ થયુ—મુહમ્મદઅલી વફા
મઝલૂમ પણ અહિથી ભલો પાછો ફરે છે,
ઇન્સાફ તારા બારણા કેવા રડે છે.
ખોટા બધા કાનૂન ,ખોટા બધા કાનૂનવિદો,
સત્યો તણી સહુ ધારણા ખોટી પડે છે.
ખૂનનુ મિશ્રણ થયુ—મુહમ્મદઅલી વફા
સભ્યતાની આંખને અર્પણ થયુ,
આગને કૈ ખૂનનું મિશ્રણ થયુ.
રેતનું અસ્તિત્વ પણ એવું બળ્યું
સત્ય તારુ નિરખવા દર્પણ થયુ.
છૂપતો તુ ક્યાં સુધી રે’શે અહીં,
આગના ઘર સાથ તુજ ઘર્ષણ થયુ.
તે ચણી લીધી બધી દીવાલ જે,
જેલ સાથે તુજ હવે સગપણ થયુ.
તુ વફા ક્યાં છૂપશે આ રણ મહી
જે અહીં આવ્યું તરત રજકણ થયુ.
Comments Off
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati kavita, Gujarati poetry, Gujarati Shayri, GujaratiKavita, Muhammedali Wafa
મુકતક:ભવાઈ નથી—મુહમ્મદઅલી વફા

ભવાઈ નથી—મુહમ્મદઅલી વફા
અનશનની એમની પાંસે ભવાઈ નથી
ભૂખ્યાં છે પેટ વરસોથી નવાઈ નથી
ઢંઢેરો ભૂખનો પીટે કઈ રીતથી
નાણાં રાજ્ય તણાં નહિ- એક પાઈ નથી
Comments Off
Posted in કવિતા, ગુજરાતી શાયરી, મુકતક, શાયરી, શેર, Gazhal_wafa, poem | Tags: કવિતા, કાવ્ય, ગુજરાતી શાયરી, મુકતક, શાયરી, શેર, Gujarati kavita, Gujarati poetry, GujaratiKavita, Muhammedali Wafa
ગઝલ:શરતો ન રાખ તુ —મુહમ્મદઅલી વફા
ભારે પડી ગૈ જીદ જુઓ એમને ઘણી
પરદો જરા ઉઠ્યો મુસા બેભાન થઈ ગયા
શરતો ન રાખ તુ —મુહમ્મદઅલી વફા
ચહેરો બતાવવાની શરતો ન રાખ તુ
પરદો ઉઠાવવાની શરતો ન રાખ તુ
પરદા મહીં રહેવામાં સાર છે સખે
એને નિહાળવાની શરતો ન રાખ તુ
અક્ષર બધા મહોબ્બત તણા સ્વીકાર કર
એને મઠારવાની શરતો ન રાખ તુ
છે રમત કિસ્મત તણી સ્વીકારવી રહી
નિજને જિતાડવાની શરતો ન રાખ તુ
રૂઠી જવાનો હક તારો ગ્રાહ્ય છે મને
નિશ દિન મનાવવાની શરતો ન રાખ તુ
નભપર હમેશ ચન્દ્ર શોભી રહે વફા
ધરતી પર ઉતારવાની શરતો ન રાખ તુ
Comments Off
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, Gujarati Gazhal, Gujarati kavita, Gujarati poetry, Gujarati Shayri, GujaratiGazhal, MuhammedaliWafa, poem
મુકતક:ટહુકી શકાય ના—મુહમ્મદઅલી વફા – ગઝલ:ભીની નજરનાં અશ્રુ જોયાં છે?—મુહમ્મદઅલી વફા
ટહુકી શકાય ના—મુહમ્મદઅલી વફા
પારકા પ્રકાશથી ચમકી શકાય ના
કાગઝી ફૂલો થકી મહકી શકાય ના
કાગડાને આવડે કા-કા-તણી રમત
કોયલ બની ડાળથી ટહુકી શકાય ના
<
ભીની નજરનાં અશ્રુ જોયાં છે??—મુહમ્મદઅલી વફા
રઝળતા ને ઉજાડેલા શહરનાં અશ્રુ જોયા છે ?
તમે મારા અહીં બળતા નગરનાં અશ્રુ જોયા છે ?
મઢાવી ને હતાં રાખેલ કોઈનાં હૈયાની તળેટીમાં
ઢસેલી લાગણી ભીની નજરનાં અશ્રુ જોયા છે?
કદી લૂંછાય છે હાથે કદી પાલવ થકી એ તો
અચાનક વેદનાની ખબરનાં અશ્રુ જોયા છે?
તમે પુષ્પો મઢી દૈ ને ફકત માટી છુપાવો છો,
હકીકતમાં તડપતી એ કબરનાં અશ્રુ જોયા છે?
વસંતોમાં વણી લીધાં ફળો ફૂલો અને કળિયો,
કણસતા બાગમાં તે પાનખરનાં અશ્રુ જોયા છે?
કદી કંપી ઊઠેલી આંખથી ટપકે છે ઝળ ઝળિયાં,
વફા ગમથી થડકતા અધરનાં અશ્રુ જોયા છે?
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, મુહમ્મદઅલી વફા, વેદના ક્યાંથી મળી_મો?a>, શાયરી, Muhammedali Wafa, Shero shayri
ગઝલ:કહાની ઢૂંઢકર લાઓ—મુહમ્મદઅલી વફા
कभी हमभी रहे उनकी निगाहों में पोशीदा
वफा जाओ कहीं से वो खबर को ढूंढ कर लाओ
કહાની ઢૂંઢકર લાઓ—મુહમ્મદઅલી વફા
કદી ના થાય જીર્ણ એ નિશાની ઢૂંઢકર લાઓ
રહે બાકી હમેશા તે જવાની ઢૂંઢકર લાઓ
રહે કૈં અંત પણ સારો અને આરંભ પણ સુખદ
જીવનની વારતા કોઈ મઝાની ઢૂંઢકર લાઓ
ફકીરો છે બધા ઢોંગી અને બાવા બધા ચરસી
મળે જો પીર કોઈને રૂહાની ઢૂંઢકર લાઓ
કરું જો પેશ હું સૌને બધા કહે કે કથન મારું
મળે પીડન જરા મીઠું - કહાની ઢૂંઢકર લાઓ
હજી આકાશ તારા પર કલ્પન ક્યાં સુધી ફરશે
વફા હો વારતા દિલની ધરાની- ઢૂંઢકર લાઓ
ગુજરાતી ગઝલમાં ઉર્દૂ-હિન્દી રદીફ સાથેનો પ્રયોગ સાવ નવો નથી. મર્હમ આદિલ મન્સૂરી સાહેબે એમના પરમ મિત્ર અને ઉર્દૂનાં પ્રથમ પંક્તિના શાયર ઝફર ઇકબાલ પાસે એક આખો સંગ્રહ ગુજરાતી રદીફ સાથે ઉર્દૂ ગઝલનો કરાવ્યો હતો.ઝફર ઇકબાલ ગુજરાતી ભાષાથી માહિતગાર નથી.છતાં રદીફો સાથે ઉર્દૂ સમાંતર શબ્દ ની સમજણવાળા શબ્દને અનુસરી એમણે કવ્ય સંગહ લખી આપ્યો.એમાંની થોડી ગઝલો બઝમે વફામાં છપાઈ છે. અને ઉર્દૂ રદીફનો ઉપયોગ કરી ઘણા શાયરોએ પ્રાયોગિક ગુજરાતી ગઝલ લખી છે. મજકૂર ગઝલ એમાં એક વધુનો ઉમેરો કરે છે.
Posted in ગઝલ | Tags: ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુહમ્મદઅલી વફા, શાયરી, Gujarati Gazhal, Gujarati kavita
ગઝલ: હૃદયનો શિકાર છે—મુહમ્મદઅલી વફા
હમેશા બર્કને તાકા હૈ ઉંચે આશિયાને કો
વોહી મારા ગયા જિસને પહલે પર નિકાલેં હૈ
——-ઇકબાલ
(હમેશા ત્રાટકીછે વિજ બધા ઉંચાજ માળા પર
વિંધાયું તે સદા માથું થયું ઉન્નત પહેલાં જે)
હૃદયનો શિકાર છે—મુહમ્મદઅલી વફા
પ્રત્યેક જીવ ભયાવહ ઉભયનો શિકાર છે
અસ્તિત્વ સહુ આપણું ભયનો શિકાર છે
ઈમારતો ખંડેર થૈ ને સહેલગાહ બની
સર્જન જગતનું બેશક સમયનો શિકાર છે
આંખો થકી વરસી ગઈ એ ભાવના ફકત
આ પ્રેમ એતો દિલબર હૃદયનો શિકાર છે
એ રાગ મલ્હારી બને કે હોય ઠૂમરી
આ કંઠ તો બુલબુલ તણા લયનો શિકાર છે
ચર્ચાય ગૈ એ આખરે આખા નગર મહીં
ઘટના બધી અફવા સમ વિષયનો શિકાર છે
એને હમેશા કેદમાં પૂરાયના વફા
સપનાં જગતનાં આખર વિલયનો શિકાર છે
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati kavita, Gujarati poetry, Muhammedali Wafa
ગઝલ:મૃગજળનાં દેશમાં—મુહમ્મદઅલી વફા
મૃગજળનાં દેશમાં—મુહમ્મદઅલી વફા
જે કદી ગણતાં નથી અમને તો લેશમાં,
એ હવે નિરખી રહ્યાં છે શાને દ્રેષમાં?
તું હરણ થાકી જશે પાણી ના દેખશે,
છીપશે નહિ તુજ તૃષા એ મૃગજળનાં દેશમાં.
હાથ ઊઠાવી કદી ના માંગવું પડ્યું,
ઇઝ્ઝતો મળતી રહી અમને તો ઠેસમાં.
ફૂલ તો મળતાં નથી રણની આ રેતમાં,
કંટકો થોડા હવે શણગારો કેશમાં.
આ વિભાજન કેવું થયું જોઈલે જરા,
દર્દ પણ બચ્યું નહીં વેરાન- શેષમાં.
ભૂલ એ મારી હતી પે’ચાનમાં વફા,
એ ફટકિયાંઓ હતા મોતીના વેશમાં.
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, Kavita, Muhammedali Wafa, Wafa
ગઝલ:ભટકે ચહેરા—મુહમ્મદઅલી વફા
તુ જો બદલે તો જમાના બદલ જાએ
ચહેરા બદલનેસે ફકત કુછ નહીં હોતા
ભટકે ચેહરા—મુહમ્મદઅલી વફા
કીડી થૈને ચટકે ચહેરા
ખુદને પણ આ ખટકે ચહેરા
નિજનાં રૂપો ઓળખવાને
દર્પણ દર્પણ ભટકે ચહેરા
ઊદાસીઓની ખીંટી ઊપર
પીળા પીળા લટકે ચહેરા
એ કોઈ અનજાન નથી ભૈ
નિજના થઈને બટકે ચહેરા
બોલે મીઠા બોલ કોઈ તો
ઝરમર ઝરમર મળકે ચહેરા
અંધારાનાં રણમાં પ્હોંચી
ખુદની ઓળખ ઝટકે ચહેરા
એમ મળેછે રોજ બધાને
ક્યાં કોઈને પ્રિચ્છે ચહેરા
પ્રેમ મદિરા જ્યાં પણ મળતી
નિજના રૂપો બદલે ચહેરા
નગર નગરની ભીડો વચ્ચે
ઓળખ બદલી પિગળે ચહેરા
એનાં રૂપો એક કદીના
મ્હોરું લઈને રઝળે ચહેરા
ક્યાંક વફાની ખુશ્બૂ સુંઘી
પોરો ખાવા અટકે ચહેરા
ચહેરા=ચે’રા
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, મુશાયરો, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, poem | Tags: ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુહમ્મદઅલી વફા, Gujarati Gazhal, Gujarati kavita, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa
Eid Mubarak–Eidul Dhuha 6thNove.2011
ગઝલ:બળતો રહ્યો.—મુહમ્મદઅલી વફા
અપને મન મેં ડૂબ કર પાજા સુરાગે જિન્દગી!
તુ અગર મેરા નહીં બનતા અપના તો બન.
—-ઇકબાલ
બળતો રહ્યો.—મુહમ્મદઅલી વફા
હું તિમિરને બાળવા મથતો રહ્યો,
રાત હું આખી અહીં બળતો રહ્યો.
દીપક થવાની મળી કેવી સજા,
રાતનાં તળિયે પગો ઘસતો રહ્યો.
લાલ પીળા પાનને ફૂલો ગણી,
પાનખરમાં ભમર ડસતો રહ્યો
કાફલો તો પ્રેમનો ચાલે અડગ,
શ્વાન ઈર્ષાનો સદા ભસતો રહ્યો
ફૂલ તોડી લૈ ગયો માળી બધાં,
કંટક જુઓ દર્દમય હસતો રહ્યો
સૂરજ ઊભો વિશ્વાસનો આકાશમાં,
તારલો સંદેહનો ખરતો રહ્યો.
પીડના પાતાળમાંથી હું વફા,
આશના જાળાં ઉપર ચઢતો રહ્યો.
Comments Off
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem
ગઝલ:ગજબની પ્યાસ છે—મુહમ્મદઅલી વફા
મેં કહાં રુકતાહું અર્શો ફર્શ કી આવાજ સે
જાના હૈ મુજકો દૂર કહીં હદે પરવાઝ સે.
—ઇકબાલ
ગજબની પ્યાસ છે—મુહમ્મદઅલી વફા
આ જગતમાં તું ખુદાનો રાઝ છે,
હે સમય તુજ પર મને વિશ્વાસ છે.
રંક -રાયો છે બધા તુજ ઠોકરે,
લઠ મહીં તારી ન કો’ આવાજ છે.
એ નદીઓ પી જતો લાખો અહીં,
આ સમુંદરની ગજબની પ્યાસ છે.
ચીતરી જીવંત કરે આકાશને,
અનગણિત રંગોળી એની પાંસ છે.
કેટલી મીના વફા સંઘરી અહીં,
છે ગળું તો એક સો સો પ્યાસ છે
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, શાયરી, શેર, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: ગઝલ, ગુજરાતી શાયરી, મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, Gujarati poetry, GujaratiKavita, Muhammedali Wafa
મુકતક:હૃદયની લાગણી-મુહમ્મદઅલી વફા
હૃદયની લાગણી-મુહમ્મદઅલી વફા
કોક દિ થાશે કબૂલ નિશ્ચે તમારી માંગણી
શ્રધ્ધાથી હું હવે માજું હૃદયની લાગણી
એને અહિયા નથી તલવારની કૈં પણ જરૂર
એતો ફૂગ્ગો સબંધોનો બસ ફકત ટાંકણી
શે’ર
એક બીજાને વફા ના ઓળખી શક્યાં કદી
હાથ તાળી કેટલી વેળા અમે આપી અહીં
શે’ર
હે બાગબાં ખોટો વસં-તો નો ન ઇંતેજાર કર
ફૂલો નથી તો શું થયું કાંટા થકી બહાર કર
Posted in એક શેર, કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુકતક, મુશાયરો, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, મુહમ્મદઅલી વફા, Gujarati Gazhal, Gujarati kavita, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa, Urdu Gazhal
ગઝલ:દર્પણ નહીં માંગું-મુહમ્મદઅલી વફા
દર્પણ નહીં માંગું-મુહમ્મદઅલી વફા
હાથથી તારા કદી તર્પણ નહીં માંગું,
જે કરે વિક્રુત મને દર્પણ નહીં માંગું.
અનશન કરું પણ તમોને કનડવાને નહિ,
અન્ન તો શું ચીઝ છે જળ પણ નહીં માંગું.
આ વિષ અમે અન્યને ના બાળવા પીધાં,
હું વદું સાચું હવે મારણ નહીં માંગું.
સાંપડી ગૈ છે ફકીરોથી મતા અમને
હું અમીરોથી હવે અર્પણ નહીં માંગું.
ઝાંઝવા છે કેટલાં આ બાગમાં પણ વફા,
હું હવે મારા ખુદા કો રણ નહીં માંગું.
Comments Off
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati kavita, Gujarati poetry, GujaratiKavita, Muhammedali Wafa, Urdu Gazhal
ગઝલ:હું વફા પીતો રહ્યો—મુહમ્મદઅલી વફા
<
હું વફા પીતો રહ્યો—મુહમ્મદઅલી વફા
શબ્દની વણઝારમાં હું વફા પીતો રહ્યો,
અર્થની તકરારમાં હું વફા પીતો રહ્યો.
ને કદી પી વાય ગૈ કો છલકતી આંખોથી,
ને કદી અણસારમાં હું વફા પીતો રહ્યો.
રણ મહીં પીધી કદી તો કદી વગડાઓ મહિ,
ઝાંઝવાના પ્યારમાં હું વફા પીતો રહ્યો.
રૂપના મેળા મહીં છક થઈ પીધી પ્રિયે,
ને ખુદાઈ ધારમાં હું વફા પીતો રહ્યો.
ના કદી તોડી અમે તોબતુલ એ આજ્ઞાઓ,
એક્નાં મઝધારમાં હું વફા પીતો રહ્યો.
સાથમાં રહ્યો સદા તૌહીદનો ઝંડો પ્રિયે,
એકના દરબારમાં હું વફા પીતો રહ્યો.
તૌહીદ=એકેશ્વર વાદ
તોબતુલ=તોબા(માફી) તણી
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: Gazhal Gujarati, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali wafa's Gujarati poetry
عید مُبارکEID MUBARAK ઈદ મુબારક-Bagewafa
عید مُبارکEID MUBARAK ઈદ મુબારક

Comments Off
Posted in ગઝલ | Tags: Eid1Sep20111432
છંદ અને આપણા ગુજરાતી બ્લોગો _ મુહમ્મદઅલી વફા
છંદ અને આપણા ગુજરાતી બ્લોગો _ મુહમ્મદઅલી વફા
અરબી અને ગુજરાતી ભાષા માઁ ઘણા છં દો સામ્ય ધરાવે છે.એ સુખદ આશ્ચર્ય છે.છં દ અને બહેર ,વજન હોવા છતાઁ બ્લોગર કવિ મિત્રો,એની સદઁતર અવગણના કરી કેમ લખેછે?આવો પ્રશ્ન પૂછવાનો સમય પાકી ગયોછે.પ્રથમ છં દો આવ્યા કે કવિતા આવી? એ પ્રથમ મરઘી કે ઈઁડુ એવો સવાલ છે,અછાંદસ એ કવિતાનો એક સુઁદર પ્રકાર છે. પણ છં દ વગર લખાયલી રચના ને ગઝલ,મુકતક કે નઝમ,સોનેટ,મઁદાક્રાઁતા,ભુજઁગી,સોમરાજી,શશી કે દોઢક ,ઇઁદ્ર વજા છં દ માઁ લખેલી રચના કહી કેમ શકાય ?.અછાંદસ_ અછાંદસ છે. એને બીજુઁ કોઈ નામ આપી નશકાય..અછાંદસ લખવા માટે વધુ ત્રેવડ,સજ્જતાઅને સભાનતાની જરૂરત હોયછે. લાઘવ,ઈશારા કિનાયા, રૂપકો,અલઁકારો ઉપમાઓ અને તિરોધાનની બ્રુહદ સભાનતા હોવી જરૂરી છે.જો આવુઁ ન હોય તો અછાંદસ એક ખબરપત્રીએ તૈયાર કરેલો અહેવાલ બની જાય.. અરબી છં દોમાઁ લખનારા માટે પણ લાલ બત્તી છે.સજ્જ્તાઅને ચિઁતન, મનન અને સુજ્ઞ વાઁચનની સામગ્રી ન હોય તો લાવણી અથવા તૂક બઁધી તૈયાર થઇ જાય.સુરેશ જોશી,ગુલામમોહમ્મદ શેખ, પ્રબોધ પારેખ, લાભશઁકર ઠક્કર,આદિલ મનસુરી,રમેશ પારેખ,મનોજ ખઁડેરિયા વિ.એ અછાંદસ ના વિશ્વ ને સુઁદર આભાઓ બખ્શી છે.આ ફકત ગુજરાતી પુરતી વાત થઈ છે.બંગાળી,ઉર્દુ,હિન્દી,અને યુરોપી ભાષાઓમાઁ તો પ્રચુર સર્જન એના પર થયુઁ છે.હા આપણે લખવાનુઁ શરુ કર્યુઁ એ સરસ વાત છે. પણ સાથે વાઁચવાનુઁ પણ ચાલુ રાખવુઁ જોઈએ.નહીઁ તો પ્રશ્ન પૂછાશે કે બ્લોગરો લેખક કે કવિ થઇ ગયા છે, કે લેખકો અને કવિઓ એ બ્લોગ(વેબ) શરૂ કરીછે.?
મારા એક મિત્રે હમણા એક ધારદાર ટકોર કરેલી.ફેમીલી ડૉકટરના ફેમીલી દર્દીઓની જેમ ફેમીલી બ્લોગરોના ફેમીલી પ્રશઁસકોની એક જમાત તૈયાર થઇ રહી છે. હા! દાદ આપવા જેવી રચનાને પણ દાદ ન આપવી એ બૌધિક કંજુસી છે.પ્રીઁટેડ મીડિયા ના સાક્ષરો આ ભય થી સજાણ છે.વિવેચકો પણ આની નોઁધ લઈ રહ્યા છે. ઈંનફોરમેશન ટેકનોલોજીનો વધુને વધુ લાભ સાહિત્યકારોએ ઉઠાવવો જોઈએ.પણ ભયસ્થાનો ની જાણકારી સાથે..વાઁચન,ચિઁતન,મનનની આદત રહેશે તો આ છીપલાઁઓમાથી ઘણા મોતી પાકવાની સઁભાવનાઓ રહેલ છે. સમાન છં દો વિશે થોડી માહિતી આપવી હતી પરઁતુ ‘દાસ્તાને પારીના’ વહી આવી.
બક રહા હુઁ મેઁ જુનુમેઁ ન જાને કયા કયા કુછ ન સમજે ખુદા કરે કોઇ
અથવા
બક ગયા મે જુનુઁ મેઁ ન જાને કયા કયા કુછ તો સમજે ખુદા કરે કોઈ.
ગુજરાતી,અરબીછં દની જાણકારી માટે માટે નીચેનાUrlપર કલીક કરો.
http://arzewafa.wordpress.com/2007/03/18/samanchhand__wafa/
http://jkishorvyas.wordpress.com/2007/01/27/net-pingal-2/
http://bazmewafa.blogspot.com/2007/03/blog-post_04.html
ગુજરાતીમાઁ બ્લોગ પર કેવી રીતે લખવુઁ તે માટે જૂઓ:
http://layastaro.com/
દર્પણ:
દિલ્હીમાઁ આવેલી ચિતલી કબર ના વિસ્તારમાઁથી એક ફકીર જયારે પસાર થતો ત્યારે એક મિસરોગુન ગુનાવતો. “ઈસ લિયે દિલે બેતાબ કો તડપનેકી તમન્ના કમ હૈ”આખો શેર પુરો નહીઁ કરતો.ત્યાઁ ઉભેલા યુવાનોનુઁ ટોળુઁ એને પુછતુઁ કે’કીસ લિયે, કિસ લિયે? ‘ પણ એ ખામોશ રહેતો.નિરૂત્તર ચાલ્યો જતો.એક દિવસે યુવાનોએ એને ઘેરી લીધો. અને છોડ્યો નહીઁ. આજ બતાના પડેગા .કિસ લિયે? કિસલિયે?ફકીરે કઁટાળીને શેર પુરો કર્યો.
ઈસ લિયે દિલે બેતાબકો તડપનેકી તમન્ના કમ હૈ
વુસઅતે દિલ હૈ બહુત વુસઅતે સહરા કમ હૈ”
_મોહમ્મદઅલી ‘વફા’(4માર્ચ2007) વુસઅત = પહોળાઈ(ઉઁડાણના સઁદર્ભ માઁ)
ગઝલ:કોણ માનશે?1- મુહમ્મદઅલી વફા
કોણ માનશે1- મુહમ્મદઅલી વફા
એ સમય વ્યથાનો હતો કોણ માનશે.
રુદનનો જમાનો હતો કોણ માનશે.
ભટકી જતે હુઁ યે લપસણા પથઉપર
એહસાન ખુદાનો હતો કોણ માનશે.
ભેગા થયા તબીબો નિદાન ના કાજે
નેવકત એ દુવાનો હતો કોણ માનશે.
સમજતો હતો હુઁ વફા મારો ઈજારો,
એ ખુદા બધાનો હતો કોણ માનશે.
આખરે એ ઉભય બેવ એક થઈ ગયાઁ,
ઝઘડો એક અના નો હતો કોણ માનશે.
ને અમે સહજથી એને મેળવી લીધો,
રસ્તો એ ફનાનો હતો કોણ માનશે.
આમ સરળતાથી એ પ્રાપ્ત કયાઁ થતે,
અણસાર વફાનો હતો કોણ માનશે?
મોહમ્મઅલી ભૈડુ”વફા’( 9જુન2006)
અના=અહઁકાર
Comments Off
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, વેદના ક્યાંથી મળી_મો?a>, શેર, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa
આહ બક્ષી, વાહ બક્ષી,અલવિદા બક્ષી-મુહમ્મદઅલી ભૈડુ’વફા’
આહ બક્ષી, વાહ બક્ષી,અલવિદા બક્ષી-મુહમ્મદઅલી ભૈડુ’વફા’
રીવા,
આપનો રીડ્ગુજરાતીમા “થેંકયુ પપ્પા’નો અંશ: વાંચ્યો.”Between thelines”માછૂપાયેલી આપની એકલતા વ્યથિત કરી ગઈ.બહુ મુખી પ્રતિભાના ગરાસદાર ચન્દ્રકાંત બક્ષીને હવે , ગુજરાત તાઝિયત કરશે.પેરેલીસીસ માટે અર્ધુઁ પર્ધુઁ ઈનામ આપનારાઓ,પસ્તાવો કરશે ,તો એમનુ સાહિત્યિક પાપ ધોવાશે.બક્ષી ની હિમ્મત તમને મળે એવી પ્રાર્થના.
નીચેનો આર્ટીકલ થોડા અંશો ,રીડ્ગુજરાતી,લયસ્તરોમા કોમેંટ્સમા મે લખ્યો હતો.પરંતુ ટોરંટો,કેનેડાની શ્બ્દ સેતુ ની 9એપ્રિલની મીટીંગમા એને વિસ્ત્રુત કરી રજુ કર્યો હતો.
જે પાછો રજુ કરુંછુઁ
આહ બક્ષી, વાહ બક્ષી,અલવિદા બક્ષી
તુ થા તો શિકવાથા, તનકીદ થી,ઊલફત થી એ દોસ્ત,
અબ તુ નહીંતો નઝરાના હૈ અશ્કકા તાઝિયત હૈ દોસ્ત.
“વફા”
બક્ષી સાહેબની પ્રથમ વાર્તા મેઁ ‘વીસ વરસ પછી; “ચાઁદની”(વાર્તા માસિક.તંત્રી: અશોક હર્ષ) મા વાંચેલી.
બક્ષી સહેબ ત્યાર્થી ગમી ગયેલા.તે પછી પ્રા.શ્રીયુત સુરેશ જોશી સાહેબે મ.સ.યુની.મા(1960મા) ચન્દ્રકાંત બક્ષી,મધુ રાય વિ.નો નવોદિતોમા લેખક તરીકે તારીફ કરી,ત્યારથીએમનુ લાખાણ જ્યાંથી મળે વાંચી લેવાતુ.185 જેટલા પુસ્તકો લખનારના પુસ્તકોમાથી મારાથી ઘણુઁ ઓછુઁ વંચાયુ છે.પણ એમની થોડી નવલકથાઓ મે ખરીદીને વાઁચીછે..પેરેલિસીસ દોસતો પાંસેથી પાછી નહીઁ મળી. પરંતુ આકાર,અયનવ્રુત,લગ્નની આગલીરાતે, હજી મારી નાની લાઇબ્રેરીમાછે.લતીફો:લ.આ.રા.એક બહેન વાંચવા લઇ ગયા.થોડા પ્રકરણ વાંચી માયુસ થૈ પાછા આપી ગયાઁ.
કહેકે”આમા કશુ નથી”.કારણકે એ એક સાધારણ ડીટેકટીવ વારતા હતી.
ચન્દ્રકાંત બક્ષીના વિચારોનો તરવળાટ,તેજાબી ભાષા,સ્થાપિત હિતો સામેનો બળવો,આગ ઝળતા ભાષાણો,એમને એક એક્ટીવીસ્ટ ની ક્ક્ષામા મુકી દેછે.આકાશે કહ્યુઁ નવલકથામા બક્ષી એમના પાત્રોના મોઢામા આ પ્રકારના સંવાદો મુકેછે. ગાઁધીજી પાછળ આખો દેશછે.આખા દેશની માલ મતા,સમય એમના ,ચરણોમા ધરી દેવામા આવેછે.અમારી પંસે એમાનુ કશુઁ નથી.અમારે જે કઁઈ કરવાનુ છે અમારી રીતે ઘણા ટુઁક સમયમા કરનુ છે. સત્યાગ્રહો ,જેલ બધુઁ અમને ન પરવડે.અમારી પાઁસે અમારુઁ ખૂન છે ,આઝાદીમાટે મરી ફીટ્વાની એક તમન્ના છે.બસ અમે એનો બહુટ ટુકા ગાળામા ઉપયોગ કરવા માગીએઁ છીએઁ.
કનુ સન્યાલ,અને ચારુ મઝ્મુદાર ની ભાષા મા વાત કરતા બક્ષી,ડાબેરી,અથવા સમાજવાદી વિચાર ધારાના હોવા જોઈતા હતા.પરંતુ કટાર લેખક બક્ષી જમેણી અથવા ફીર્કાપરસ્તા હોય એવુઁ ઘણા ચહકોને લાગ્યુઁ.શુઁ વાર્તાકાર,અને કટાર લેખક બક્ષી સહેબ બે અલગા ખોળિયા ધરાવનાર વ્યક્તિ હતા? એવો પ્રશ્નથી ઘણા ચાહ્કો મુઁઝાય છે.
છતાંપણ બક્ષી ગુજરાતી ભાષાના હૂદીખ્વાનની જેમ ચમકતા રહેશે,યુનીવર્સીટીઓમા એમના પરસંશોધન થાય,પી.એચ.ડી કરાય એટલુઁ માતબર અને કૌવત વાળુઁ સર્જન મુકી ચાલ્યા ગયા છે.
બક્ષીસા. શુઁ હતા ? એ અએમના લખાણના આયનામાજ જોવુઁ જોઇએ.એમના વિરોધીઓ પણ એમને ચાહતા ધિક્કારતા.કલમને એમણે ચાબુક નથી બનાવી પણ શ્યાહીમા દારુગોળો ભરી લખતા.કોઇની શેહ શરમ રાખી નહીઁ.મુ.ઉમાશંકર જોશીને પણ હડ્ફેટ્મા લીધા.
બક્ષીગુજરાતીના સઆદત હસનમંતો,ક્રીષ્નચન્દ્ર(ઉર્દુ)હતા.બેકેટ,કાફકાની સુગઁધ લૈ ગુજરાતીની માઁગ સમારી.બક્ષીએ અંગ્રેજીમાજ ફકત લખ્યુઁ હોત તો ‘અરુન્ધાંતીરોય”(ગોડસઓફ સ્મોલ થીંગસની જેમ) બ્રૂકરપ્રાઈઝ . વીનર થયા હોત.ઉમર વધતાઁની સાથે વધુ તીખા ,કડવા બનતા ગયા.ગુજરતી હાસ્યલેખકોને જોકર કહ્યા,લેખકોને લહિયા.
ગુજરાત,ગુજરાતીને દિલો જાનથી ચાહતા બક્ષીએ,કલકત્તાવાયા મુઁબઈ થૈ અમદાવાદ ,ગુજરાત મા પોતાની યાત્રા પુરી કરી.
વરુ જંગલ મા પેશાબ કરીને કુઁડાળુ કરેછે અને એને પોતાની હિફાજતનો કિલ્લો માને છે. એમ મુઁબઈમા લોકો પૈસાનો પેશાબ કરેછે,અને તેનુઁ કુઁડાળુ ક્રરેછે, અનેએમાઁ પોતાને સુરક્ષિત માનેછે. બક્ષી કહેતા.
ગુજરાતમા એમને ખાદી ગન્ધાતી.કોઈ ગુજરાતી બળવો કરે તો એનુઁ ખૂન બદલાય ગયેલુઁછે. એવુ બધુ કહેતા.
લેખક પેશાબમા બળતી બળતરા અને આઁખમા આવતા ઉના પ્રસવેદ થી, લખેછે,શામાટે એણે ખુશામદિયા બનવુઁ.કટારના રૂ:5000.00 અને ભાષણના રૂ:10,000.00 થી 20,000.00 બક્ષી ચાર્જ કરી શકતા.મુ.સુરેશ જોષી ની ઘટના વિહિન વાર્તાઓનો આગ્રહ, અને શ્રી બક્ષી ની ઘટના પ્રચુર રચનાઓ (બન્નએ અંતિમ છેડાની લાક્ષ્ણિકતા)ગુજરાતે,ગુજરાતીઓએચાહીછે,વાંચીછે,માણીછે.
ગુજરાત ,ગુજરાતીભાષાને બક્ષીની ખોટ વરસો સુધી સાલશે.
ચાલો બક્ષીને એમના દર્પણમા પણ નિરખી લઈએ.(6એપ્રિલ 2006.)
આ દુનિયામા ઈશ્વર કોઇને સદબુધ્ધિ આપતો નથી આપણા સિવાય
સ્ત્રીઓ પાંસે શરીર અને પુરુષો પાસે બુધ્ધિ-દુનિયાનાઁ બજારોમાઁ આજ વસ્તુઓ વેચાઇ છે અને વેચાયા કરવાની,ફ્ક્ત સમય-અસમય ગુલામોના બજારોના કાયદા બદલાયા કરેછે.’
ક્ષમા વીરસ્ય ભૂષણમ’વીરોનુ અને આપણા પાળેલા કૂતરાઓનુઁ
એક રણ, ઈશ્વરના દિલ જેવુઁ.
સાપનુ ઝેર એના દાંતમાઁ હોયછે,સ્ત્રીઓનુઁ સાથળોમાઁ.
ભવિષ્ય ભૂતકાળ સિવાય બીજુઁ શુઁ હોઇ શકે? જ્યારે હુઁ જુના ખઁડેરો જોઉઁ છુઁ ત્યારે હુઁ ભવિષ્ય જોઇ રહ્યો હોઉઁ એવુઁ લાગે છે.સંસક્રુતિએ પ્રગતિ કરીને એ દિશામાઁ-ખઁડિયેરોની સ્થિતિમાઁજ પહોઁચવાનુ છે.ખઁડિયેરો હમેશાઁ બહુ લાંબુ જીવી શકેછે
પોત પોતાના સ્વાર્થના પાયા પર રચાયેલી સમજદારી હોયતો,લગ્ન જીવનનુઁ ઘણુઁ ઘર્ષણ ઓછુઁ થૈ શકે.
ગુજરાતીઓ ને જિન્નાહ ગુજરાતી હોવા વિષે શા માટે ગર્વ નથી એ મને સમજાતુઁ નથી.
સંસ્કારી ગરીબી જલદી ખસતી નથી.
સારા માણસોની ખરબીઓ ખતરનાક હોયછે,સુખ આપી આપીને મારી નાઁખેછે,કે અપંગ કરી
નાખેછે.
સાંજેજ એ લોકો (વેશ્યા) જીવેછે.દિવસે તો એ સ્ત્રીઓ છિલાયા વિનાના અનન્નાસ જેવી હોયછે.
“સ્ત્રીનુઁ શરીર અને રાતના ભૂલા પડેલા ચામાચીડિયા જેવા પુરુષો અને જુના પલંગો પર રગડોળાતાઁ ‘શક્તિ અને પ્રકુતિ ના ભરાઇ ગયેલા સ્વાસ વાળા પ્રતિકો અને ડ્રૈનોમાઁ વહી જતો કાચા ,પ્રવાહી માંસની ખૂશ્બુ વાળો કાચો પ્રેમ
પોતાનજ ઈઁડામાથી ફૂટ્તાઁ સાપોલિયાઁ ગળી જતી સાપણની નિર્દોષતા અને સ્વભાવિકતા જોવાની હતી.
“હુઁ નામ કમાવા માગતો નથી.ખોટી મજુરી જેવી લાંબી જીન્દગી જીવવી નથી”
રોજ બપોરે મારી બારીની નેચેથી એકાદ મડ્દુઁ પસાર થાય છે.મારુંઘર સ્મશાન જવાના રસ્તા ઉપરજ છે.અને….કોનુ ઘર સ્મશાન જવાના ર્સ્તા ઉપર નથી હોતુઁ?”એકજ અર્થ વાળા બે શબ્દો –‘હ્રદય’ અને ‘ દિલ’ વચ્ચે જેટ્લુઁ અંતર છે હિન્દુ અને મુસ્લીમ વચ્ચે.
મુસ્લીમો અને હિન્દુઓ હમઝૂલ્ફ તો બની નથી શકતા પણ હમસાયા બની શકેછે.’
ચઁદ્રકાંત બક્ષી(નવકથા ‘આકાર’ માથી)
બક્ષી હોલ બદલે છે પરંતુ માહૌલ નથી બદલતા.
રતિલાલ ‘અનિલ’-સુરત
‘Bombay is the first class city for the thirdclass people, and Calcutta is the third class city for the first classpeople’
ચન્દ્રકાંત બક્ષી.
તુને “વફા” દિલમે એક ફાંસ ડાલી થી,
જાઅબ તુજે હમને દિલસે માફ કર દિયા.
મુહમ્મદઅલી ભૈડુ’વફા’
બ્રામ્પટન,કેનેડા 26માર્ચ2006.
e-mail”abhaidu@yahoo.com
મુંબઇ -
રાતે ખોવાઇ જતા તારાઓ અને ઑફિસ-ટાઇમે આવતી દરિયાની ભરતી
દિવસભર આશાની જીવલેણ વાસનાઓ, ઉપર અને ઉપર જવાની -
અપરિચયની ચામડી પહેરીને આવ્યો હતો તારા શહેરમાં
હવે લોહી નીકળતું નથી , લેસ્બીઅનોના વિશ્વમાં
આમલેટ ટ્રાય કરતા ઘાસાહારીઓના પરાક્રમી દેશમાં
રાતો વપરાતી નથી અને વેનિલાની ખુશ્બૂથી પેટ ભરાઈ જાય છે.
કૉંક્રીટ ચાવતાં મશીનો અને
અટરલી બટરલી સંસ્કારી થઈ ગયેલા લક્ષ્મીબાજો
કેસેટની ધાર પર ઝૂલતાં અવસાદ ગીતો
જઠરમાં સીરોસીસ પાળતાં નવાં બાળકો
ઉપર જવાની રેસમાં નામો ભૂલી ગયાં છે -
હાડકાંઓનાં અક્ષાંશ-રેખાંશ માપતાં સફળ માણસો
તમારા એરકંડિશન્ડ મુલ્કમાં શૈશવ આવ્યું હતું કોઈ દિવસ ?
નાગી સ્ત્રીઓ, ભીની સ્ત્રીઓ, બહાર આવી ગયેલાં મૂળિયાંવાળી ખુશ્ક ઔલાદો,
ઇમ્પૉર્ટેડ ભાષા, કાયદેસર ગુસ્સો, ક્રોમિયમ પ્લેટેડ પ્રેમ,
ચુમ્બનોનો પુનર્જન્મ, શેરબજારમાં ખરીદાતી શાંતિના ભાવ.
સુખની નવી પરિભાષા શીખી ગયો છું તારા શહેરમાં
રેડિયો કંપનીના નિયૉની વિજ્ઞાપનનો પરાગ ઝરે છે
ખુલ્લા સ્મશાન પર અને ઝોંપડપટ્ટીના દેશ પર
જે ફિયેટના દરવાજાની બહાર શરૂ થાય છે
આજે આ શહેર મારું છે
કાગડાના માળામાં હું પણ ઈંડા મૂકતાં શીખી ગયો છું
હવે મારા દાંત સુંવાળા થઈ ગયા છે
મને ઠગાવાનો અપમાનબોધ રહ્યો નથી,
કારણ કે ટી.વી ના સ્ક્રીન ઉપર મેં મારો ચહેરો જોઈ લીધો છે.
સેકંડના લાલ કાંટાને હું સલામ કરું છું.
ઉપરની રેસમાં
હું છેલ્લો છું અને મારી આગળ કોઈ નથી..
.ચંદ્રકાંત બક્ષી (20/8/1932-25/3/2006)- “અને એક સાંજે હું ચાલ્યો જઈશ ધુમાડો પહેરીને… ફક્ત બાલ્કનીના તડકામાં મારો સલ્ફ્યુરિક મિજાજ તરતો હશે…” ગુજરાતી સાહિત્યની બાલ્કનીમાં અચાનક જ એક આગવો મિજાજ તરતો મૂકીને શ્રી બક્ષી ગઈકાલે જ બ્રઈન હેમરેજના કારણે ગુજરી ગયાં. કલમના બદલે હાથમાં એ.ક.47 રાઈફલ રાખીને અને સર પર સતત કફન બાંધીને લખનાર ફરંદા, વિદ્રોહી, વિવાદી, આખાબોલા, સત્યવક્તા લેખક-પત્રકાર બક્ષી એમની વાર્તાઓ, નવલકથાઓ, લોહીમાં આગ લગાડે તેવી કટારો, કાવ્યો અને કટાક્ષો વડે હવે ફક્ત હૃદયસ્થ જ રહેશે
મારી પ્રથમ ગઝલ -આદત છે- _મોહમ્મદઅલી ભૈડુ’વફા’
મારી પ્રથમ ગઝલ
( જ.મસ્ત મંગેર સાહેબે અને મ.મસ્તહબીબ સા.ત્રણ વખત સુધારી લખાવી,મુઁબઈથી નીકળતા’ઈસ્માઈલી’પખવાડિકમા12મે1967ના રોજ શ્રી હસન અલી નામાવટી અએ પ્રગટ કરી)
આદત છે
ગમે તેવો હો ગમ દિલ પર મને હસવાની આદત છે.
તમે ગમગીન છો સુખમાઁ અનેરી એજ બાબત છે.
સમયનો રંગ બદલાતાઁ બધાયે ભેદ સમજાશે,
પ્રણય શી ચીજ છે,આ જીન્દગી કોની અમાનત છે.
સિતમની થૈ જશે તમને પ્રતિતિએ એજ વેળાએ,
સ્વયઁ આવી નિહાળોકે દિવાનાની શી હાલત છે.
હસી લઊઁછુઁ હુઁ મારી દુર્દશા પર એજ કારણ થી,
કે મારા દોસ્તો માટે ખૂશી ની એજ બાબત છે.
ચમન ને માળી લૂઁટે છે નિગેહબાનીના પરદામા,
છતાઁ સન્દેહ છે એવો કે એનાથી હિફાઝત છે.
પતંગાના વિયોગે રાતભર બળતી રહેછે એ.,
’વફા’કાજે શમાની એ ઘણી ઉઁચી શહાદત છે.
_મોહમ્મદઅલી ભૈડુ’વફા’
(આ રચના કઠોર જિ.સુરત –સીરતી સા.ના ગામ માતા.15-10-1967રવિવારન થયેલા મુશાયરમા રજુ કરવામા આવી હતી.જે મુશાયરામા હઝલ સમ્રાટ શ્રી બેકાર સાહેબ નુ સફળ સંચલન હતુઁ.તે સમયના નામાંકિત શાયરો ભગવતીકુમાર શર્મા,રતિલાલ ‘અનિલ’,મસ્તહબીબ સારોદી,શ્રી મસ્ત મંગેરા(આચાર્ય),ગુજરાતીના અકબર ઈલાહાબાદી શ્રી નિસાર અહમદ શેખ(શેખ્ચલ્લી),જ.સીરતીસા.,પરિમલ,અદમ ટઁકારવી,સરોજ પાઠક,ગની દઁહીવાલા , ’વફા’ સૈયદ ‘રાઝ’નવસારવી વિ.એ ભાગ લેવાનુ યાદ છે.મુશાયેરો રાત્રિના મોડા સુધી ચાલ્યો હતો.મુશાયેરાના પ્રમુખ પદે ચામડીના રોગોન નિષ્ણાત મ.ડો.ગુલામમોહમ્મદ મોટાલા સા.હતા.)ભાઇ જનાબ ફારુક રજા કાઝી(હાલ કેંનેડા-ટોરંટોજેવા તર્વરાટ ભરેલા યુવાનોએ મુશાયેરાની કામગીરીને સફળ બનાવવા માટે સિન્હ ફાળો આપ્યઓ હતો. અને મેહમાનીમા કોઈ કસર રાખીનહતી)
Comments Off
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gazhal_wafa, Gujarati Gazhal | Tags: કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, MuhammedaliWafa
આશહેર… – રમેશ પારેખ મનસૂબા- મુહમ્મદઅલી વફા
મનસૂબા-રમેશ પારેખ
આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહીં,
ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે, કહેવાય નહીં.
આ સંકેતો, આ અફવાઓ, આ સંદર્ભો, આ ઘટનાઓ,
આખેઆખો નકશો ક્યારે બદલાવી દે, કહેવાય નહીં
ઘરને ઘર કહીએ તો આ ઘર એક લૂનો ચોરસ દરિયો છે
ભરતી છે : દરિયો શું શું ડુબાવી દે, કહેવાય નહીં
સપનાંના છટકરસ્તે અહીંથી ભાગી નીકળે છે આંખો, પણ
પાંપણનું ખૂલી પડવું, પાછી સપડાવી દે, કહેવાય નહીં
દ્રશ્યો-દ્રશ્યો જંગલ-જંગલ ચશ્માં-ચશ્માં ધુમ્મસ-ધુમ્મસ
રસ્તા-રસ્તા પગલું-પગલું ભટકાવી દે, કહેવાય નહીં
ટાવર ધબકે, રસ્તા ધબકે, અરધો-પરધો માણસ ધબકે
કોનો ધબકારો કોણ અહીં અટકાવી દે, કહેવાય નહીં
મનસૂબા- મુહમ્મદઅલી વફા
તારુઁ શહેર મનસૂબા ઉથલાવી તો જૂએ.
એરંગ ચહેરા ના જરા બદલાવી તો જૂએ.
ઊઠેલછે દરિયાઓ અગ્નિના હ્રદયમા,
જો હોય હિમ્મત કોઈમા બૂઝાવી તો જુએ.
માટી પગા છીએં કે ડરાવે સંકેતો,અફવાઓ,
નક્શોતો શું એક રેખા પણ ઉડાવી તો જૂએ.
આકાશના ઘર નીચે સ્વાસેછે લાખો લોક;
ભરતી સમુંદરની આકાશને ડૂબાવી તો જુએ.
ભાગે ન આંખો સપનના કોઇ રાહથી કદી
ખુલ્યા પછી પાપણ એ સપનને લાવી તો જુઓ
છેખેડવા જંગલ રણો ,ઝાંઝવા, ધુમ્મસી દર્દ્
સંદેહ રસ્તા નો ડરનો,પગલાં ભટકાવી તો જુએ
પ્રાણહીન રસ્તા, ટાવર ધબકાર તુજ અસ્તિત્વથી
હો હામ તારા હૈયે તને અટકાવી તો જુએ.
“વફા” આહની ઈરાદાથી નીકળેલ અમે તો;
બાંધેલછે કફન સર પર કો બીવડાવી તો જુએ.
૧માર્ચ ૨૦૦૬
Comments Off
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, RameshParekh, Sher
ગઝલ:કોણ માનશે?2- મુહમ્મદઅલી વફા
કોણ માનશે?2- મુહમ્મદઅલી વફા
આશાનો એ મિનાર હતો કોણ માનશે?
ને એજ ડૂબાડનાર હતો કોણ માનશે?
વેરી અમારો પ્યાર હતો કોણ માનશે?
હૈયાના આર પાર હતો કોણ માનશે?
ફૂલોને કોરી ગઈ ગુલશન ની વેદના,
માળીજ તોડનાર હતો કોણ માનશે?
પોતે બળી બળી બધે જ્યોતિ ધરી દીધી,
એ દીપ તળે અન્ધાર હતો કોણ માનશે?
કરતો રહ્યો નિદાન જે પ્યારાના દર્દનુ,
એ ઈશ્કનો બીમાર હતો કોણ માનશે?
દાવા કર્યા ખુદાઈના મુસા ની સામે જઈ,
એ ડૂબવા લાચાર હતો કોણ માનશે?
ઝાકળના એનીઆંખ મા પૂર હતા “વફા”
ને એજ માર નાર હતો કોણ માનશે?
_મોહમ્મદ અલી ભૈડુ”વફા”
9જુન2006
મુસા(અ.સ.)=એક મહાન પયગંબર
ડૂબવાલાચાર=ફિરઓન
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, મુહમ્મદઅલી વફા, શાયરી, Gujarati Gazhal, Gujarati kavita, Gujarati poetry, Gujarati Shayri, GujaratiKavita, Muhammedali Wafa
ગઝલ:ઊઠી ગયો વિસ્વાસ ___મુહમ્મદઅલી વફા

ઊઠી ગયો વિસ્વાસ ___મુહમ્મદઅલી વફા
માનવીનો માનવીથી ઊઠી ગયો વિસ્વાસ,
ને હ્રદયની લાગણીઓ થઈ ગઇ બધી બર્બાદ.
એક આદમ ને હવાઁના બાળો મળી ભેગા ,
કેમ આ કરતા રહેછે ખૂનો ખરાબા આજ.
રકતનો શુઁ ધર્મ, રાતુઁ એ નીકળે જખ્મથઇ,
બોઁબ ફેઁકો કે ચલાવો ગોળીઓ નો વરસાદ
આબધી લાશો ચુઠાયેલ ને રકત ની હોળી,
માનવીની લાશનો કોઈ પહેરવોછે તાજ.
રહમની માઁગી રહ્યા છે ભીખ અલ્લાહ થી,
આવ ઊથાવીએઁ ‘વફા,સાથે બધાએ હાથ.
17જુલાઈ 2006
Comments Off
Posted in કવિતા, ગઝલ, નઝમ, શાયરી, શેર, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Shayri, GujaratiPoetry, MuhammedaliWafa, Shero shayri
ગઝલ*નકર_મોહમ્મદઅલી વફા
નકર -મુહમ્મદઅલી વફા
પ્રેમના ખોટાજ દેખાડા ન કર
શક્યતાઓ છોલીને વર્તાળા ન કર.
જીંદગીના પાંદડાનો રંગ જો,
ભાગ્યની રેખાજ પસવારા ન કર.
જાળમા આવે કદીના માછલી
આ નકામા વારિમા કુંડાળા ન કર.
ભૂલવાનુઁ સુખ કદીતો લુંટને
દુઃખ દર્દના આમ સરવાળા ન કર.
એ’ જુદી ભાષા નથી મુશાયરાની
છાલ ગઝલની છોલવા ચાળા ન કર.
કઈ રીતે એના ઉપર ચડશે”વફા”
મ્રુગજળ ની આરઝુના મીનારા ન કર.
૨૩ફેબ્રુઅ.૨૦૦૬
ગાલગાગા,ગાલગાગા,ગાલગા
Posted in કવિતા, ગઝલ, Gazhal, Gazhal_wafa, poem | Tags: ગઝલ, મોહમ્મદઅલી વફા, શાયરી, શેર, Gujarati Gazhal, Muhammedali Wafa
ગઝલ: સંગીન છે સાકી -મુહમ્મદઅલી વફા
સંગીન છે સાકી -મુહમ્મદઅલી વફા
ગુનો તો આપણો પણ આ ઘણો સંગીન છે સાકી.
જરા દ્રષ્ટિ તોકર રાત પણ રંગીન છે સાકી.
સુરાલયના બધા દ્વારો ને જરા તુ બન્ધ નહીઁ કરતો,
તરસ્યાની બધી તરસો ઘણી સાકીન છે સાકી.
નજર હો કે ભર્યો સાગર અહીઁ બન્ને બરાબરછે,
ભલેને શેખજી કહેતા હો કે બેદીન છે સાકી.
અહીઁ પીવાનુ કારણકયાઁ?અમે તોબા કરી પીશુઁ,
‘વફા’ નુ આમ તો બહુ ચોખ્ખુઁ બાતીન છે સાકી.
28નવે.2006
For more sakinama pl.click.
Comments Off
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુકતક, શાયરી, શેર, Gazhal_wafa, Gujarati Gazhal, poem
માની ગયા. *મુહમ્મદઅલી વફા
ગઝલ
એતો જુઓ પલવારમા માની ગયા.
ખોલી જરા બારી અને આવી ગયાઁ.
તમેતો નથી સૂરજતણા કિરણો સમા
હૈયુઁ અમારુઁ કેમ ઊઠાવી ગયાઁ.
ફરિયાદ કંટકોની હવે શી કામની,
ઊગી જશે જે કઁઇ તમે વાવી ગયાઁ.
અઁગાર હાથોમા લઈ ફરતો રહ્યો,
દોસ્તો કહેછે કે તમે ફાવી ગયા.
મળ્યાઁ ફળો આઝાદ થઇ અમને ઘણા
આ રાજકીય શ્વાનો બધુઁ ચાવી ગયાઁ.
Comments Off
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: અછાંદસ, કવિતા, કાવ્ય, ગઝલ, મુહમ્મદઅલી વફા, વેદના ક્યાંથી મળી_મો?a>, શાયરી, Gazhal, Gujarati Gazhal
સીરતી–મુહમ્મદઅલી વફા
અહમદ આકુજી સુરતી_સીરતી
અહમદ આકુજી સુરતી_સીરતી
જન્મ:29ઓકટો.1908
ઈંતેકાલ: 28સપ્ટે.1980.
’
56-,57નો જમાનો હશે.હઝલ સમ્રાટ જ.આઈ..ડી.બેકાર સાહેબે(મર્હુમ),પટેલ મિત્ર,કારવાઁ નો સફર પુરો કરી લોકો ને “ઈનસાન” બાનાવવાની શરુઆત કરી.ઈનસાન,સામયિક શરૂઁ કર્યુઁ .જનાબ ‘વહશી,માસ્તર તાજ સાહેબ,મ.બેબાક રાઁદેરી,શેખચલ્લી(મ.),જ.મસ્તહબીબ સારોદી, શ્રી રતિલાલ’અનિલ, વિ.હમેશા એમના સફરના સાથી રહ્યા.મુશાયેરો એ શબ્દ તો સાઁભળવામાઁ આવેલો,પરઁતુ પ્રથમ વખત બેકાર સાહેબની ટીમે’ મુશાયેરી’ શબ્દનો જન્મ આપ્યો.
આવી એક મુશાયેરી કે.આઇ.એમ.એ.વી.સ્કૂલ,મોટામિયાઁ માઁગરોલ જિ.સુરત માઁ ગોઠવવામાઁ
આવી(પછળથી 1969અને 1971માઁ આવી બે મુશાયેરીમાઁ હુઁ પણ શ્રીબેકારસા. સાથે ઊકાઈડેમ, ઊકાઈ, સોનગઢજિ.સુરતઅને મારા ગામ,લુવારા જિ.સુરત માઁ જોડાયેલો)
આચાર્ય શ્રી એમ.બી.દેસાઈ એ જાહેરાત કરી કે ગુ.શાયેરો(માઁડ બે) આવ્યા છે અને બપોરર્ની રીસેસ પછી મુશાયેરી નો પ્રોગ્રામ છે.
જ.સીરતી સાહેબને પ્રથમ વાર સ્કૂલના પટાઁગણમાઁ જોયા.દાઢી હજી કાળી હતી ,નહી તો ર.ટાગોર સમજી લેવાતે.
સીરતી સાહેબે એમનાઁ બુલઁદ અવાજ માઁ એમની રચના ‘મહોબ્બત ની મસ્તી નો એક જામ લઈલે’શરુ કરી.ત્યાઁ એક લતીફો થયો.મજકુર પઁકતિ ગાવામાઁ વારઁવાર આવતી હતી. ટ્રસ્ટીઓ માઁથી શ્રી યુસુફ ભાઈ પટેલે પટાવાળા ભાઈ હૈદર ને કહ્યુઁ કે સીરતી સાહેબનો જામ પાણીથી ભરી દે..હૈદર ભાઈ એ વારઁવાર જગ લઈ ,જ્યારે પણ સીરતી સાહેબ જામ ભરીદે બોલે એટલે ગ્લાસો ભરવાનુઁ શરુઁ કર્યુઁ. હસાહસનુઁ હુલ્લડ થયુઁ.
પછી 1967 કઠોર,જિ.સુરતના મુશાયેરામા એમની સાથે ભાગ લેવાનીયે તક મળી.
શ્રી રતિલાલ’અનિલ’ સાથે એમની ભારે બે તકલ્લુફી હતી.’અનિલ’ સા..એમને પાપાચારના આદિ વાલ્મિકી કહીને ચીડવતા.
શ્રી રતિલાલ.અનિલ ના શબ્દોમાઁ બીજી વાતો રોમાઁચિત કરી દે એવી છે ,હવે તે વાઁચો
અહીઁ એમના થોડા શેરો પર તઝમીનો રજુ કરવાનો ઉદ્દેશ છે.
*વફા
26ડીસે.2006
સફરના સાથી*રતિલલ ‘અનિલ’
આજે તો કેટલાક કવિઓએ પોતાની કવિતા ટેપ કરાવી છે. અને તેનુઁ વિતરણ પણ થાય છે. જેની જેવે પહોંચ!પણ અમારા સમયમાઁ તો એ દુર્લભ હતુઁ.ટેપ રેકર્ડીગની સગવડ હોત તો ઝવેરચન્દ મેઘાણીએ ગાયેલાઁ ગીતોની માત્ર એકાદ રેકોર્ડ હોય? એ અષાઢી કંઠ તો ટેપ કરવા જેવો હતો.
અહમદ આકુજી સુરતી-સીરતીની કવિતાના બે ભાગ પડતા હોવા જોઇએ.જો કે 1943માઁ એમના પરિચયમાઁ આવ્યો ત્યારથી છેવટ સુધી એમની ગઝલો એક પ્રકારની પરંપરિત શૈલીની ગંભીરજ રહી.
તે તેમની આગલી કવિતા પણ કદી સંભળાવતા નહીઁ એટલે એમની શરૂઆતની કવિતાથી હુઁ અપરિચિત છુઁ.પણ મેઁ જાણ્યુઁકે તે સમયે એક રેકર્ડ મોહનકુમાર ઊનવાલાની ગાયેલી બહુ જાણીતી હતી,તે મેઁ સાઁભળીયે હતી.* તે ગઝલ એમણે લખેલી હતી એ જાણ્યુઁ ત્યારે ભારે આશ્ચ્રર્ય થયુઁ !
અય હકીમો જાવ,
દુનિયામાઁ દવા મારી નથી,
હુઁ ઈશ્કનો બીમાર છુઁ
બીજી કઁઈ બીમારી નથી !
આ રેકર્ડ ત્યારે બહુ જાણીતી હતી.એ ગઝલ હતી’સીરતી’ની.
સીરતી બહુ ઉદાર અને ફક્કડ તબિયતના માણસ હતા. ખભે થેલો લટકાવી એ કઠોર થી નીકળી સુરત આવે ત્યારે સૌથી પહેલાઁ મિઠાઈ વાળાની દુકાને પહોઁચે,મિઠાઈ બઁધાવે,તે પછી અમીન આઝાદની દુકાને આવે.મિઠાઈનુઁ પડીકુઁ ખોલી, હોય તે સૌને કહે; ‘ખાઓ’ ! અને પોતે પણ ખાવા લાગે.પોતે સંકોચ ન કરે અને બીજાને સંકોચ પણ ન કરવા દે. દરેક વખત આજ શિરસ્તો. ઘેર જાય ત્યારે એમની પાસે હોય તે ઝોળી સિવાય ,તેમાઁ કોઇ ઉર્દુ સામયિક ઉમેરાયુઁ હોય બસ. સુરત આવીને એક તો મિઠાઇ વાળાની મુલાકાત લે, તે પછી સહિત્યિક ઉર્દુ સામયિકો મળતાઁ હોય ત્યાઁજાય અને નવા અઁકો ખરીદે. એવો એ સાહિત્ય રાગી જીવ. પાછલી જિઁદગીમાઁ ઈ.સ.1942 પછી એમની આર્થિક હાલત સારી ન હોતી. તે છતાઁ એમનો એ શોખ છેવટ સુધી ચાલુ રહ્યો.
તઁદુરસ્ત શરીર ,માથે વાંકડિયા ઝૂલ્ફાઁ ,દેખાવે પૂરા કવિ લાગે.કંઠ પણ સરસ પહાડી સાદનો,એ કવિતા ગાય ત્યારે સામે કોણ છે એ ભૂલી જાય,બસ પોતાની મસ્તીમામ ગઝલ ગાય,દાદ ની કોઈ પરવાહ નહીઁ,તેમજ અજઁપો યે નહીઁ.પુરો અલગારી સ્વભાવ.મુશાયેરામાઁ આવે ત્યારે એ એક આનઁદ પ્રવાસ હોય એ રીતે આવે. કવિતાની ગઁભીર ચર્ચામાઁ ઝુકાવે ખરા ,પણ તંતીલા નહીઁ.સસ્તી પ્રસિધ્ધિની ભારે નફરત,એવાઓની એ ટીકા પણ કરે.તાજી ઉર્દુ કવિતાના એ સઁપર્કમાઁ રહે અને તેમને ગમી ગયેલી કવિતા ગાઈને સંભળાવે, એ રીતે એમને પોતાની કવિતા કદી સઁભળાવી ન હોતી.ઉર્દુ ગઝલના માયાર_ધોરણની ચર્ચા કરે.
ભારે વિનોદી.ગઁભીર વાતો તો કરે પણ હળવી વાતો એમને વધારે પસઁદ.એ માણસ મૂળે હતાજ આનઁદી.!એમની ગઝલો સાહિત્યિક ધોરણની રહેતી.મુશાયેરાની ગઝલ કરતાઁ એમની સ્વતંત્ર ગઝલો વિશિષ્ટ રહેતી.એક અખઁદ ભાવસૂર ,પ્રાસંગિકતા એમને સ્પર્શે ગઝલને પ્રાસંગિકતાથી દૂર રાખે,એવી ગઝલની ટીકાયે કરે.એક સમયે ‘સીરતી’ની તો રંગુનની વોલસ્ટ્રીટ કહેવાતી’સુરતી બજાર’માઁ એક મિલ્કત અને દુકાન હતી એટલે એમની આર્થિક હાલત ઘણી સારી હતી.
બરમાના વિખ્યાત મોલમીનના લાકડાની બનેલી ‘સીરતી’ની વિશાળ હવેલી મેઁ જોઈ, ત્યારે એ કુટુઁબ બર્મા ખાતેની મિલ્કત, વેપાર અને આવક ગુમાવી બેઠેલુઁ હતુઁ.અને હવેલીની મરમ્મત માટે યે એમની પાઁસે કશી જોગવાઈ નહોતી.
એમની પાંસેથી શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈનાઁ સંસ્મરણો વારઁવાર સાંભળવા મળતા.કઠોર ગાયકવાડી કસબો હતુઁ.સ્વ.દેસાઈ સુબા તરીકે ત્યાઁ આવ્યા ત્યારે એમનો પરિચય કઠોરવાસીઓને થયેલો.કેટલાકનો પરિચય તો ગાઢ પણ થયેલો.
એક વારના એ સુખી માણસે પાછલી જિઁદગી ખેડૂત અને પશુપાલક તરીકે ગાળી.લહેરી,ખર્ચાળ સ્વભાવને કારણે હાથ ભીડમાઁ હોય તોયે પહાડમાઁ પાટુઁ મારે એવો એ મરદનો હાથ કદી ખર્ચના ભયે ખેઁચાયેલો રહ્યો નહીઁ.એક ‘ઈકબાલ ગ્રંથાવલિ ‘ચલાવતા. સીરતીને ખેતીની આવક સિવાય બીજી આવકતો ઉર્દુના ધાર્મિક સાહિત્યના અનુવાદોની. છેલ્લેતો તેઓ બીજાઓ દ્વારા ,બીજી સંસ્થાઓ દ્વારા ચાલતા સામયિકો આખા અનુવાદ કરી ભરી આપે! ઉર્દુ ભાષાનો અભ્યાસ અને શોખ એમને પાછલી જિન્દગીમાઁ સાઈડ આવક તરીકે ખપ લાગ્યો.એક ખેડૂત એક શાયર ,એક અદબી સાહિત્યકાર માણસ એવાઁ એમના અનેક રૂપ હતાઁ.કોઇ એક રૂપનો સામાજિકા રૂપનો આગ્રહ નહીઁ,જ્યારે જે કામ કરતા હોય તે રૂપ એમને મંજુર. !
લૂંગી અને કફનીમાઁ હાથમાઁ દાતરડુઁ લઈને સીમ કે ખેતરથી આવતા એ માણસને જૂઓ તો લાગે નહીઁ કે આ માણસ શાયર હશે.! બીજા વિશ્વયુધ્ધ પછીનો જીવનસંઘર્ષ એમને ખેતરોમાઁ અને ઘાસિયામાઁ લઈ ગયો. : એમની સઁવેદના કેવી જીવંત હતી તેનુઁ એક ઉદાહરણ : ખોડાઁ ઢોરોની સંસ્થાને ઘાસ પૂરુઁ પાડે.કહે કે સસ્તાઈ હતી ત્યારે ઢોર દીઠ ખર્ચ નક્કી કરેલો તેજ દર ખર્ચ આજે ચાલે છે.
ઢોર ભૂખ્યાઁ ન રહે તે સિવાય બીજુઁ શુઁ થાય ?એ મોજીલો અલગારી દેખાતો જીવ ‘વિચારશીલ’સઁવેદનશીલ પણ હતો. માત્ર કદી એને દેખાડો નહીઁ એટલુઁજ.વિચારે રાષ્ટ્રીય કટ્ટરતા જરાયે નહીઁ.
તેઓ તો ખિલાફત ચળવલના રંગે પણ રંગાયેલા હતા.અને સુખના દિવસો હતા ત્યારે એ જુવાન ખિલાફતચળવળનો સૈનિક પણ હતો. એ સમયની એમની છ્બી મૌલાના મોહઁમદઅલીના અનુયાયીની યાદ તાજી કરાવે એવી.
સુખના દિવસોમાઁ એ યુવાને ક.મા.મુન્શી,ધૂમકેતુ,મેઘાણી આદિ લોકોનુઁ સાહિત્ય વાઁચી નાઁખેલુઁ.ને ત્યારથી તે ઠેઠ એમના અવસાનના છેલ્લા તબક્કા સુધી ,એમની બર્મિઝ થેલી માઁથી એક-બે-અદબી મેગેઝીનો તો નીકળેજ.
પાકિસ્તાનમાઁ એક વાર ઈંડો-પાકિસ્તાની મુશાયેરો યોજાયેલો-તેમાઁ પણ એમને આમંત્રણ મળેલુઁ,અને તેમા ભાગ લીધેલો.
બહુ લાઁબુ શાયરજીવન, પણ એમનો એક કાવ્ય સંગ્રહ પ્રગટ થયો નહીઁ. કહેતા કે ,’મારા મર્યા પછી પ્રગટ કરવો હોય તો પ્રગટ કરજે!,કીર્તિનો લોભ નહીઁ તેમ સઁગ્રહવ્રુત્તિ પણ નહીઁ,ક્યાઁ ખેતી ,ક્યાઁ ઢોર પાલન,ક્યાઁ પુસ્તકોનો શોખ,કયાઁ ઈકબાલ ગ્રંથાવલિ,ક્યાઁ ‘કિતાબ’માસિકના એ સંચાલક ,કયાઁ ધાર્મિક માસિકોના લેખક, કેટલુઁ વિવિધરંગી એ જીવન હતુઁ.
આવો અલગારી માણસ ,માત્ર સ્મ્રુતિમાઁ જીવેછે.
22-11-1992
તઝ્મીન
અય હકીમો જાવ, દુનિયામાઁ દવા મારી નથી
.હુઁ ઈશ્કનો બીમાર છુઁ ,બીજી કઁઈ બીમારી નથી
*સીરતી
છે મને વરસોથી આ તકલીફ ,અણધારી નથી.
થઈ ગઈ રોજિન્દી ઘટના એટલે ભારી નથી.
દિલ વિના મે કોઇનીયે વાત ગણકારી નથી.
અય હકીમો જાવ, દુનિયામાઁ દવા મારી નથી.
હુઁ ઈશ્કનો બીમાર છુઁ ,બીજી કઁઈ બીમારી નથી
તઝ્મીન:_સૈયદ ‘રાઝ’ નવસારવી.
કોઈ સસ્તી કીર્તિ પાછળ એ કદી દોડ્યો નહીઁ,
શાયરીમાઁ ,‘સીરતી’ની ભવ્યતા અણનમ રહી.
*સીરતી
શાયરીમા સાથ ઊસુલો તણો છોડયો નહીઁ.
નેખુમારી ને ખુદીનો જામ પણ તોડયો નહીઁ.
જીઁદગીના ભવ્ય દર્પણ ને કદી ફોડયો નહીઁ
કોઈ સસ્તી કીર્તિ પાછળ એ કદી દોડ્યો નહીઁ,
શાયરીમાઁ ‘સીરતી’ની ભવ્યતા અણનમ રહી.
તઝ્મીન: *વફા
મને ઓ પ્રેમ ! પાંખો આપ સત્વર ઉડ્ડયન માટે.
અહીઁ દિલની ધરા તૈયાર બેઠી છે ગગન માટે.
*સીરતી
હવે તો આંખ પણ છે ગઈ રહી શાયદ જલન માટે.
બધા દરિયા હવે ખાંગા અહીઁ અગ્નિ શમન માટે.
તમે વિઘ્નો તો ન નાંખો અમારા આ મિલન માટે
મને ઓ પ્રેમ ! પાંખો આપ સત્વર ઉડ્ડયન માટે.
અહીઁ દિલની ધરા તૈયાર બેઠી છે ગગન માટે.
તઝ્મીન:*વફા
એ તડ્પ _મુહમ્મદઅલી ભૈડુ’વફા’
ગઝલ
એતડપ હૈયાઁ તણી છે ,કોઈ બીમારી નથી.
એઅલગ છે વાત કે દુનિયાએ ગણકારી નથી.
.આંખમા ચોંટી ગઈ એ નીકળી હૈયા થકી,
હા હવે તો છૂટ્વાની કોઇપણ બારી નથી.
જીઁદગીના કાફલા લુઁટાયા તારા ગામમા,
તે છતાઁ કહેછે બધાઁ વાત અણધારી નથી.
તુઁ તબીબ મિથ્યા પ્રયાસો છોડી દે નિદાનના,
વેદના જુની થઈ ગઇ એટ્લે ભારી નથી.
અય હકીમો જાવ, દુનિયામાઁ દવા મારી નથી.
હુઁ ઈશ્કનો બીમાર છુઁ ,બીજી કઁઈ બીમારી નથી
_મુહમ્મદઅલી વફા
ઈ સસ્તી કીર્તિ પાછળ ભલે ભમતુઁ ફરે,
’સીરતી’ની ભવ્યતાને એ કદી ભાવે નહીઁ
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, માહિતી, મુશાયરો, લેખ, શાયરી, શેર, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, તઝમીન, નઝમ, મુહમ્મદઅલી વફા, Muhammedali Wafa, Seerati, Sher, Shero shayri
અછાંદસ:તુ મારુ નામ પુછ્યા નકર…..મોહસીન નકવી
તુ મારુ નામ પુછ્યા નકર…..મોહસીન નકવી
તુ મારું નામ પૂછ્યા નકર ?
હુંતારા અસ્તિત્વનો હિસ્સો છું.
હું તારી કલ્પનાંમાં સમાવિષ્ટ છું
.
હું તારી નિન્દ્રાની એક વાર્તાછું .
હું તારા સ્વપનની તાબીર છું.
હું તારી યાદનો ટૂકડો છું.
હુ તારા સ્વાચ્છોસ્વાસ નો એક ઝોંકો છું.
તુ એક ભૂમિકા છે ,હુંએક પાશ્ચાદ ભૂમિકાછું.
હું એક ક્ષણ છું,હું એક સંવેદના છું.
સંવેદનાનું કોઇઇ નામ નથી હોતું.
તુ મને મારુંનામ પૂછ્યા નકર.
_મોહસીન નકવીની નીઅછાંદસ રચનાનો ઉર્દુ માથી અનુવાદ_વફા.
Comments Off
Posted in Achhandaas, અછાંદસ, ઈતર, કવિતા, ગુજરાતી શાયરી, નઝમ, poem | Tags: કવિતા, Mohseen Naqvi, Muhammedali wafa's Gujarati poetry, MuhammedaliWafa, poem, Shero shayri
खुद कलामीकी गझल**आदिल मनसुरी. गुजराती तर्जुमे के साथ

खुद कलामीकी गझल**आदिल मनसुरी. गुजराती तर्जुमे के साथ
घूरता कया है कमीने कुत्ते
सुंघता कया है कमीने कुत्ते.
चांदनी ओढ् सो गई बस्ती
जागता कया है कमीने कुत्ते.
शबकी खामोशी सुन सके सुन
भुंकता कया है कमीने कुत्ते.
ये तो तेरी ही अपनी हड्डी है
चातटा कया है कमीने कुत्ते.
गेर अक़स आईने में कहां
नौचता कया है कमीने कुत्ते.
तेरे सायेका तुझ पे पांव पडा
काटता कया है कमीने कुत्ते.
तेरी मंझील हनोझ कोसों दूर
हांपता कया है कमीने कुत्ते.
सामना कर तमाम दुनिया का
भाकता कया है कमीने कुत्ते.
सोचने का कोइ इलाज नहीं
सोचता कया है कमीने कुत्ते.
देख सारी खुदाई जाग उठी
उंघता कया है कमीने कुत्ते.
_आदिल मनसूरी( हष्र की सुबहे दर्खशां हो)
અનુવાદ:
સ્વયંય વકતવ્યની ગઝલ _આદિલ મનસુરી
ઘૂરી રહ્યો છે શું હે કમીના શ્વાન.
સુંઘી રહ્યો છે શું હે કમીના શ્વાન.
.આચાંદની ઓઢીને સુતું છે નગર
જાગી રહ્યો છે શું હે કમીના શ્વાન.
આ મૌન રાત્રિનું સાંભરીતો લે
ભુંકી રહ્યો છે શું હે કમીના શ્વાન.
આ હાડકું તો તારું સ્વયંયનું છે
ચાટી રહ્યો છે શું હે કમીના શ્વાન.
અન્યનું પ્રતિબિંબ આરસીમાં કયાં?
ફાડી રહ્યો છે શું હે કમીના શ્વાન.
તારીજ છાયાનો પગ પડ્યો તુજ પર
કરડી રહ્યો છે શું હે કમીના શ્વાન.
તારી રહી મંઝિલ દૂર કોસો હજી
હાંફી રહ્યોછે શું હે કમીના શ્વાન.
સામનો કર હવે આખાયે વિશ્વનો
ભાગી રહ્યોછે શું હે કમીના શ્વાન.
વિચારવાનો હવે કોઇ ઉપાય ના
વિચારી રહ્યોછે શું હે કમીના શ્વાન.
જાગી ઉઠ્યુંજો આખું જગત હવે
ઉંઘી રહ્યો છે શું હે કમીના શ્વાન.
_ આદિલ મન્સૂરી(હશ્રકી સુબહે દરખશાં હો***ઉર્દુ કાવ્ય સંગ્રહમાંથી સાભાર)(અનુવાદ:’વફા’)
Posted in उर्दु गझल, नजम, કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gujarati Gazhal, poem | Tags: ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri
निभाना भी जानता हुं_मोहंमदअली’वफा’
फूलकी पत्तीसे कट सकता है हीरे का जिगर
मर्दे नादांके लिये कलामो नर्मो नाझुक बे असर.
(भर्तु हरी, अल्लामां डॉ.मोहमद ईकबाल की
जबांसे)
जानता हुं_मोहंमदअली’वफा’
साथ मगरका निभाना भी जानताहुं
आग पानी में लगाना भी जानता हुं
दरदे दिल से परखना भी, जानता हुं
मिर्च जखम पे छिडकना भी जानता हुं.
पाया एसा जर्फ कि बरदाश्त करुं सब
पत्तीसे गुल की कतरना भी जानता हुं.
फरेबे नजर सुंघ लेता हुं कभी कभी
हसते लबको रुलाना भी जानता हुं.
खंजर को देख कर भी आस्तीनो में
देकर ये जां हसाना भी जानता हुं.
दीवारये नहीं तूटती फूल मलनेसे
पथ्थर को में गिराना भी जानता हुं.
रक्खे तुझे न धोके मे लबे खमोशी
लफ्जी शीशा बहाना भी जानता हुं.
जल घोंसले हमारे जाये बहार मे
सब्रसे उस्को निभाना भी जानता हुं.
खूने ईंसा नहीं जाता येअब देखा
आग से में नहाना भी जानता हुं.
खोलो हमारे लिये गमके मय खाने
जामे खुशी पिलाना भी जानता हुं.
लावा टपके’वफा’ आंखो के विरां मे
मुरव्वतसे बुझाना भी जानता हुं.
(15एप्रील007)
Comments Off
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gazhal_wafa | Tags: ગઝલ, શાયરી, શેર, Muhammedali Wafa, Urdu Gazhal
जलने दे मेरे दोस्त_मुहम्मदअली’वफा’
जलने दे मेरे दोस्त_मुहम्मददअली’वफा’
चलताहुं जीस तरह में चलने दे मेरे दोस्त
जलताहुं तेरी यादमें जलने दे मेरे दोस्त.
वल्लाह पुछ्ना नही मंझिलका भी पता
मेरे कदमको युंही मचलने दे मेरे दोस्त.
तुलुअ तो होता हुं में मगर मेरी अदासे
तारिक्यां छानेको है ढलने दे मेरे दोस्त.
खुश्क न हो जाये ये तेरे ईश्क की तरह
ये आंखके दरियेको तो बहने दे मेरे दोस्त.
ईसरार से रुकता नहीं खुशियोंका काफला
गमके बादलोंको भी गिरने दे मेरे दोस्त.
शिकवा नहीं ईस लिये बदगुमां है तु
चुपकेसे ये आहें जरा भरने दे मेरे दोस्त.
जीनेके बहाने तो सभी रुस्वा ही हो गये
ईज्जत भरी कोइ मोतसे मरने दे मेरे दोस्त.
Comments Off
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gazhal_wafa | Tags: ગઝલ, Muhammedali Wafa, Sher, UrduFazhal
कतअ:निकल गये_मोहंमदअली’वफा’
निकल गये_मोहंमदअली’वफा’
चेहरा छूपाके हमतो शहर से निकल गये
खूने कतील कब तलक खामोश ही रहता.
लावा की तरह फैला शहरकी नब्ज नब्ज में
मरजाता है ईंनसान मगर ये नही मरता.
Comments Off
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, મુકતક, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa, r
ગઝલ:ફૂલ પણ સુંઘ્યા વગર_મુહમ્મદઅલી’વફા’
ફૂલ પણ સુંઘ્યા વગર_મુહમ્મદઅલી’વફા’
ચાલ્યો ગયો એ બાગથી કો ફૂલ પણ સુંઘ્યા વગર.
છોડી ગયો એ મયકદા મય ને જરા પીધા વગર
સાકી સુરાલયનો અદબ લેજે જરાતું જાળવી.
કોઈ શરાબી જાયના આ દ્વાર થી ઝૂમ્યા વગર.
એનો છતાં વિશ્વાસ હું કરતો રહું છું રાત દિન,
ભીની સમયની રેત એ સરકી જશે કહ્યા વગર.
એતો ભિખારી અવનવો નિશ્ચિત સમયે આવશે,
જાશે નહીં એ દ્વારથી આ પ્રાણને લીધા વગર.
કરવી નથી ફરિયાદ તારા દેણની આજે ‘વાફા’
કોઈ ખુશી દેતો નથી થોડાં દરદ દીધા વગર.
Posted in ગઝલ | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, GujaratiKavita, Muhammedali Wafa, Sher, Shero shayri
फरियाद नहीं._मोहंदअली’वफा’
फरियाद नहीं._मोहंदअली’वफा’
कोइ शिकवह कोइ तनकीदो फरियाद नहीं.
कोइ भी झुलम अब तो तेरा कूछ याद नहीं.
सो गये हम तो बिसाते गुल समझ कर ही उसे
खारका था वो बिछौना …गर .. एतेमाद नहीं .
ये तगाफुलका अजीबो गरीबहै अंदाझ यहां
दूरसे हसते रहे बस कोइ एहसास नहीं.
बखश दी हमने यहां अपनाईयत हर जर्रेको
कौन बना सांप कभी आसतीं का याद नहीं.
दिल हमारे की जमीं दस्ते गुलके ही रही
लाख गरदिश में रहा ये दौर बरबाद नहीं.
में’वफा’ किस किस गली से ना चलुं तुही बता
काफले लूंटे नहीं तो फिर अजूबात नही.
Posted in उर्दु गझल, नजम, કવિતા, ગઝલ, નઝમ, શાયરી, શેર, Gazhal_wafa, poem | Tags: ગઝલ, શાયરી, Shero shayri, Urdu Gazhal, Urdu Shayri
ગઝલ:તો સારું _ મુહમ્મદઅલી’વફા’
તો સારું _ મુહમ્મદઅલી’વફા’
જિવનનો આયનો થોડો જરા તરડાય તો સારું.
મને મારી જ ભંગિમાં તૂટતી દેખાય તો સારું.
ફટકિયાંથી રમી ને કયાં સુધી બહેલાવવું દિલને,
કદી આ પ્રેમનું મોતી જરા વિંધાય તો સારું.
મઢી દીધું તમે સ્મિત જે કચકડાની હઠેળીમાં,
હવે એ જિંદગીમાં પણ કદી પડઘાયતો સારું.
ઘણાયે નામનો મેળો, ઘણી લાંબી ભરી યાદી,
અમારા નામનો નાકૂશ પણ ફૂંકાયતો સારું.
થયાં કંઇ કેટલા વર્ષો છતાં આ બંધ સુરાહી છે,
‘વફા’એ ઊભરે તૂટે અને છલકાય તો સારુ .
‘વફા’મ્હોરું ઉતારીને અસલ ચહેરો બતાવી દો,
કદી અંદરથી તારો માનવી ડોકાયતો સારું.
(11એપ્રીલ2005)
Comments Off
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, છંદ, નઝમ, મુકતક, મુશાયરો, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, Gujarati poetry, Gujarati Shayri, GujaratiKavita, Shero shayri
ગઝલ:બે ચાર ક્ષણની વાત છે_ વફા
બે ચાર ક્ષણની વાત છે
વહેતા સમયની રેતી ઉપર બે ચાર ક્ષણની વાત છે.
સદીઓનાં ઘણાં ખંડેરમાં ઉજડેલ જણ ની વાત છે.
નદીઓને કરી શૂષ્ક , ફરે ચળકાટ મૃગજળનો અહીં
ભટકતા જળ વિનાના આ મૃગના જ રણની વાત છે.
છિપાયેલી તરસ સાથે ન મળ્યું કોઇ અહીંયા કદી
કદી ચાતક તણી કો’પ્યાસ કે, પ્યાસા હરણની વાત છે.
ચહેરા બદલતી જિંદગીનો છે એક એકાંકી અહીં ,
નવતર વહેણની છે વાત આ, વાતાવરણની વાત છે.
લઉં નામ પણ હું કઇ રીતના છે આડમાં શર્મો હયા
રહે પર્દો ‘વફા’ તો ઠીક છે જિવન મરણની વાત છે.
(6નવે.007)
Posted in ગઝલ | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, મુહમ્મદઅલી વફા, વેદના ક્યાંથી મળી_મો?a>, શાયરી, Gujarati Gazhal, Gujarati poetry, GujaratiKavita, Muhammedali Wafa
ગઝલ :ખૂનથી લથપથ થયો_મુહમ્મદઅલી વફા

ખૂનથી લથપથ થયો
ખૂનથી લથપથ થયો ખૂંપી ગયો,
લો હવે રડતો સૂરજ ડૂબી ગયો.
સાંજની લઈ ઓઠ પાછો આવશે,
તારલો જે આભમાં સરકી ગયો.
વેદનાનો મોર પણ આવી ગયો,
આંબવે પાક્યા દરદ ઝૂકી ગયો.
બાગમાં ફૂલો હતા સહુ આશના,
વેદનાનો ખાર એક ઊગી ગયો.
ને વિમાસણમાં હતા સહુ હમસફર,
રાહ ચીરી તિમિરને નીકળી ગયો.
રાતડીના શ્વાનનું પૂછો ન કંઈ
એકલા પડછાયા પર ઘૂરકી ગયો.
ઓ ‘વફા’આ કયાં સુધી તું જાગશે,
તારલો તકદીરનો પોઢી ગયો.
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati kavita, Gujarati poetry, Muhammedali Wafa
ગઝલ: બેનકાબ પી_ મુહમ્મદઅલી વફા
બેનકાબ પી_ મુહમ્મદઅલી વફા
ઈમાનનાં પૂષ્પો થકી જીવંત શબાબ પી.
તૌહીદનો લે જામ ને બેહદ શરાબપી
સાકી અમે છીએં પછી પરદો અમારો શો
પી મન મુકીને તું અને થઈ બેનકાબ પી.
સાગર થકી બે ચાર ટીપાં ની વિસાત શી
પીલે ભરી ને જામ ને બસ બે હિસાબ પી.
આ ક્ષોભ છે શાને હવે દાવત મધુર જયાં
છોડી તમામ ભયને પ્રિયે લાજવાબ પી.
મોસમ સુહાની છે અને મસ્તી વસંતની
ટપકે ન હોઠો થી જરા સંભાળી ગુલાબ પી.
પીલે મધુરો રસ ભરીને જામ હૈયાં તણા
છે હાથ તારામાં હકીકત નો ખવાબ પી.
જોને ભરી દીધી અમે દિલથી વફા સુરા
ભરને હવે તું આંખમાં દિલનો જવાબ પી.
(“ઈસ્માઈલી”_2જીફેબ્રુઆરી૧૯૬૮)
Comments Off
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, શાયરી, શેર
ગઝલ:તું કળી એક ફૂલની _મુહમ્મદઅલી વફા

તું કળી એક ફૂલની _મુહમ્મદઅલી વફા
તું કળી એક ફૂલની મલકાઈ ગઈ
બાગમાં લજજામણી શરમાઈ ગઈ.
ખીલવાની મોસમ હજી આવી નહિ
પાનખરની આંખમાં હોમાઈ ગઈ.
અંગડાઈ તેં રચી ક્યાં બાગમાં,
ફૂલની મ્હેકો બધી વિખરાઈ ગઈ.
આપની તો એ હતી નિર્મળ રમત
ને અહીં તો લાગણી ધરબાઈ ગઈ.
બે તરણનો એક માળો ડાળીએ
વીજળીની આંખ ત્યાં અથડાઈ ગઈ.
આ મુસાફર એકલો ચાલી રહ્યો,
ક્યારની વણજારતો સહરાઈ ગઈ.
નાક જ્યાં ડાબ્યું તમે એ મૌનનું.
વાત જે છૂપી હતી કહેવાઈ ગઈ
હે‘વફા’ ફોડો હવે સૂરજ નાં નેણ
હાથની મેંદી જુઓ લોપાઈ ગઈ
(5 ડીસે. 2007)
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati kavita, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa
ગઝલ-શું બને?_મુહમ્મદઅલી વફા
શું બને?_મુહમ્મદઅલી વફા
સપનો તણા મોતી થકી તો હાર શું બને?
વિખરાયલા સ્મિતો તણો તો પ્યાર શું બને?
જો વેદના ઉભરે નહીં ,ઉપચાર શું બને?
એવું કદી જો ના બને વ્યહવાર શું બને?
આંખો મહીં ના હોય જો ઇશ્ક તણું અંજન,
દિલના દરદ માં પ્રેમનો શણગાર શું બને
લોખંડ સમ હાથો અહીં ઘેરી વળે મને,
આ કેશના ઘેરાવથી તો દાર શું બને?
નમરૂદનો અગ્નિ મહલ ઊભો તુ કર હવે,
આ પ્રેમની અગ્નિ થકી તો નાર શું બને?
એછે પ્રખર ઇચ્છા નિહાળું આંખથી હવે,
કલ્પન તણાં અવશેષથી દીદાર શું બને?
તુજ પ્રેમના ઉપવન મહીં ભૂલો પડું ‘વફા’
આ ફુરસદ ભરી યાદથી બીમાર શું બને?
(10જનુઆરી2008 એક ઉર્દુ રચનાનો અનુવાદ)
દાર=ફાંસીનો માંચડો
નાર= પ્રચંડ અગ્નિ
નમરૂદ= અલ્લાહના પ્યારા નબી હજરત ઈબ્રાહીમ (અલૈ.)ના સમયનો
ઘાતકી બાદશાહ,જેણે હ.ઈબ્રાહીમ અલૈ.ના એકેશ્વરવાદનાં સંદેશનો વિરોધ કરી,હ.ઈબ્રાહીમ(અલૈ.)માટે એક જંગી આગનો પહાડ તૈયાર કરાવ્યો.જેના ઉપરથી ઉડનાર પક્ષી પણ શેકાયને આગમાં બળી જાય એવી પ્રચંડ આગ.હ.ઈબ્રાહીમ(અલૈ.)એ આગમાં ગોફણથી ફેંકવમાં આવ્યા હતા.એ આગમાં હજરત ઈબ્રાહીમ(અલૈ.) 40 દિવસ શાંતિ થી રહ્યા.પમ કૃપાળુ પરમાત્માએ એ આગને પોતાના નબી ઈબ્રાહીમ માટે બાગ બનાવી દીધી.આ પ્રસંગ કુરઆન સહિત ઘણાં આકાશી પૂસ્તકોમાં વર્ણવાયો છે.
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati kavita, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa
ગઝલ : બુલબુલ જરા ઘોંઘાટ છે_ મોહમ્મદઅલી’વફા’

બુલબુલ જરા ઘોંઘાટ છે_ મોહમ્મદઅલી’વફા’
કેટલો ભૉળો જુઓ એહસાસ છે.
ફૂલનો ભમરા ઉપર વિશ્વાસ છે.
આશના કિરણ સમ છે તે આગિયો
તારલો ઉમ્મીદનો નાશાદ છે.
કોઇ પણ સાજો વગર ટહુકો તમે
કોયલ કને તો ફકત આવાજ છે.
નામ જોઈએ જરા મશ્હૂર બસ
એ વગર બુલબુલ જરા ઘોંઘાટ છે.
બેઉનાં હોઠો હવે તો બંધ છે,
કોણ પૂછે કોણ ત્યાં નારાજ છે.
કેશ સ્વપ્નો નાં જરા ખોલી જુઓ,
કેટલાં ફૂલે જડેલી લાશ છે.
રાતની બારી થકી ઘૂસી ગયો
ચાંદ આ કેવો ‘વફા’બદમાશ છે.
(20જાન્યુ.2008)
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: અછાંદસ, ગુજરાતી શાયરી, મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati poetry, Urdu Gazhal
ગઝલ:ભીનાશ છે_મોહમ્મદઅલી વફા

ભીનાશ છે_મોહમ્મદઅલી વફા
નીચે ધરા માથા ઉપર અધ્ધર ઉભું આકાશ છે.
રસ્તા ઉપર ઘર માંડવાની આ શહરમાં આશ છે.
આવી હવે લૂંટી જવાનું કોણ અમને છે અહીં,
છે હાથમાં રોટી સૂકી ને વાડકામાં છાશ છે.
હા એ હતો માણસ કદી ફૂગી ગયેલા ગામનો.
ભૂખે મઢેલા માર્ગ પર એની સડેલી લાશ છે.
વહેતા સમયના કાફલા પર ડાઘ લોહીના હતા
કોને હવે જોવા કદી એ વેદના નવરાશ છે.
ખુલ્લી નહીં તો થઇ જતે સૂરજ તણી અવહેલના,
આ રાતની દીવાલની થોડી ઘણી આડાશ છે.
ખીણો બધી દિલના દરદ ની સ્નેહથી છલકી જતે,
આ લાગણીનાં આયનામાં થોડી હજી કાળાશ છે.
ડૂબી વફા એ જાય કે તર્યા કરે પાણી ઉપર,
તકદીરમાં પાષાણની તો એક બસ ભીનાશ છે.
Comments Off
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, GujaratiKavita, Shayri
નઝમ :હો અલવિદા _મુહમ્મદઅલી વફા
અલવિદા_ મર્હુમ રૂસ્વા મઝલૂમીને દર્દાંજલિ

સિરહાને ‘મીર’કે આહિસ્તા બોલો.
અભી સો ગયા હૈ તૂક રોતે રોતે
જેના ઉપર દ્રષ્ટિ હતી એ પણ સુમન ચાલ્યું ગયું,
ફૂલો કળી થઇ છે ઉદાસ આખું ચમન ચાલ્યું ગયું,
ગુર્જર ગિરાના સર ઉપરથી કો’ ગગન ચાલ્યું ગયું.
પાજોદની ગરવી ધરાનું એ રતન ચાલ્યું ગયું.
ને લાગશે એના વિના મહેફિલ બધી સૂની હવે
એ શું ગયું હરદિલ અજીઝ હસતું વદન ચાલ્યું ગયું.
હસતો હતો ચહેરો સદા ને ખુશ મિજાઝીની નઝર,
ને સફળતાથી થઇ જિવનની એક કપરી સફર,
ને તે જિવન પરલોકનું સુખમય વિતે જન્નત મહીં
છે સૌ રફીકોની દુઆ આપે ખુદા સારો અજર.
તરાવિના ભરશે હવે ઝૂલ્ફે ગઝલમાં ફૂલ કોણ?
આથી વધું હું શું વદું વત્સલ નયન ચાલ્યું ગયું.
ગમગીન દિલ, આ આંખ પણ જો તરબતર થઈ જાય છે,
જોને વફા આ જાય કોણ ?,કોની અનંત વિદાય છે,
રૂસ્વા તમોને અલ્વિદા કહેતાં જુઓ હૈયું રડે,
આંખો મહીં પણ વેદનાનાં સાગરો છલકાય છે.
આ હાથમાં અમ પણ બચી છે કેટલી જિવન લકીર,
શાહે સુખન ને આજ લઇ ધોળું કફન ચાલ્યું ગયું.
હો અલવિદા હે કોમના એક હિત ચિંતક અલ વિદા,
હો અલવિદા,હે સુખનવર ઉર્દૂ ગુર્જર અલવિદા.
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુહમ્મદઅલી વફા, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Shero shayri
ગઝલ:આંખો ઉપર લખ્યું_મોહમ્મદઅલી વફા
આંખો ઉપર લખ્યું—મુહમ્મદઅલી વફા
પલકો ઉપર લખ્યું અને પાંખો ઉપર લખ્યું.
સંદેશ જયાં છાનો હતો આંખો ઉપર લખ્યું.
કાગળ અને દીવાલ પર લખવું હતું મારે,
છોડી અમે સૂરજ કિરણ , રાતો ઉપર લખ્યું.
સૌંદર્ય તણા પેગામને ફેલાવવા માટે,
ટપકું તલો નું છીનવી, ગાલો ઉપર લખ્યું.
થોડો સમય રંગ રૂપની છોળો ઉડી જાશે,
ભરખી જશે આ પાનખર,બાગો ઉપર લખ્યું.
તૂટી જવાની તું ય છે પીને લહૂનો મય,
એવું કવન તલવારની ધારો ઉપર લખ્યું.
ખુલ્લા રહીને તુજ સફર થાશે અહીં તારી,
છોડી હવે તું દે મમત હાથો ઉપર લખ્યું.
સચવાઇ અહીં જો તું રહે તો ઠીક છે વફા,
આખું ચમન ભડથું થશે, તારો ઉપર લખ્યું.
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, મુહમ્મદઅલી વફા, વેદના ક્યાંથી મળી_મો?a>, શાયરી, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Shero shayri
ગઝલ:આસમાં ઓળખે છે_ મુહમ્મદઅલી વફા
આસમાં ઓળખે છે–મુહમ્મદઅલી વફા
ચમન છું મને બાગબાં ઓળખે છે.
વહેતી અહીંથી હવા ઓળખે છે,
દરદથી અમારો પરિચય પુરાનો
તબિબ ઓળખે ને દવા ઓળખે છે.
જરા ઠેસ લાગે અને એ ઘવાતું,
હૃદય વેદના એ કયાં ઓળખે છે.?
અને એ રડી લે ઝુકાવીને માથું,
નયનતો હૃદયની જબાં ઓળખે છે.
અમારી દુઆના સળગતા તિખારા,
સદાએ બુલંદ આસમાં ઓળખે છે.
પ્રથમ એ બળે છે નિશાના શહરમાં,
બળે સંગ પતંગા શમાં ઓળખે છે.
વફા ઓળખી તુય ખુદને ન શક્યો,
તને દોસ્ત દુશ્મન બધા ઓળખે છે.
Comments Off
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, વેદના ક્યાંથી મળી_મો?a>, શાયરી, Muhammedali Wafa
ગઝલ:ચાતક ની આંખે__ મુહમ્મદઅલી વફા
ચાતક ની આંખે__ મુહમ્મદઅલી વફા
સંધ્યા ની ડાળે ખિલે છે ઉદાસી,
રાતોનાં ખોળે રમે છે ઉદાસી.
આ આંખો કાળી નદીઓ દરદની,
બળતા હ્ર્દય માં ઝરે છે ઉદાસી.
મુકદરનો માર્યો ખરેછે ગગન થી,
ગગન પણ ધરાને ધરેછે ઉદાસી.
ચાતક ની આંખે હરણના ગળામાં
પ્યાસું ઝરણ થઇ ફરેછે ઉદાસી .
કાતિલ પતઝળ ની બહકતી હવાઓ,
બાગોનાં પર્ણે ઘસે છે ઉદાસી.
ઊઠો આ ફૂલો , મહક ને વધાવો,
ખૂશીના ગુલથી ડરેછે ઉદાસી
દર્શન જો થાયે તમારું વફા ને
પંખીની પાંખે ઉડે છે ઉદાસી.
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Shayri
વતનની લાજ રાખી છે ***મુહમ્મદઅલી’વફા’
વતનની લાજ રાખી છે ***મુહમ્મદઅલી’વફા’
બની પાપણ આ વાળોએ નયનની લાજ રાખી છે.
મને સૌ કંટકો કહે છે ચમનની લાજ રાખી છે.
જશે સૂરજ સમય સર આથમી ને આ ચાંદ વર રાજા
ભલા મેં તારકો થઇને ગગનની લાજ રાખી છે.
મને બારાખડી કહીને નકામી સે’જ ના ગણશો.
બની શબ્દો નો ગુલદસ્તો કવનની લાજ રાખી છે.
અમોને આમ ભૂલાવી તમે શકતા નથી સહચર,
શહીદ અબ્દુલ હમીદ થઇને વતનની લાજ રાખી છે.
અમારી રાત તેં રોશન કરી છે મીણ બત્તી થઇ,
અમે જલતા પતંગા થઇ જલનની લાજ રાખી છે.
અમે નમતા નથી કો અન્યને હે વાહિદ ખુદા વંદા,
ખુદા સજદો કરી તુજને નમનની લાજ રાખી છે.
અમારા સમ ‘વફા’ તમને, ન કો સાકી કદી મળશે
બધાંયે જામ ઉભરાવી ઇજનની લાજ રાખી છે.
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, મુહમ્મદઅલી વફા, Gujarati Gazhal, Gujarati kavita, Gujarati poetry, Gujarati Shayri
દૂરથી એક પડઘો _ મુહમ્મદઅલી’વફા’
દૂરથી એક પડઘો _ મુહમ્મદઅલી‘વફા‘
ઝાંઝવાંના કૂવે છેતરે છે મને
જામ ખાલી થયેલો ધરે છે મને
દૂરથી એક પડઘો બની આવ તું
શબ્દનાં ખોલ જખમી કરેછે મને.
થાય તાજું ઇમાં જોઇ કુદરત બધી
દિલ મહીં રાખવો તું ગમે છે મને
કેમ મારી છબી ધુંધળી તું કરે
ભીંતમાં બેકસીની ચણે છે મને
અજનબી રાહ પર શોધતો હું હતો
ને‘વફા‘ મુજ મહીં તું મળે છે મને
ઇમાં=ઈમાન
Comments Off
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, શાયરી, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, ગુજરાતી શાયરી, મુહમ્મદઅલી વફા, શાયરી, Gazhal, Gazhal Gujarati, Muhammedali Wafa
શબ્દો-મુહમ્મદ અલી’વફા’
શબ્દો-મુહમ્મદ અલી’વફા’
કેટલા છે આ બધા ચર્ચાયલા શબ્દો
મૌનની આંખો મહીં ખડકાયલા શબ્દો
તૂટવાના તારલાની ડાળકીથી એ
ક્ષીણ ,પોલા, હોઠથી છોલાયલા શબ્દો.
વારતાના ચોસલે ઊભા અદબથી એ
બાળપોઠી માં સડે રઘવાયલા શબ્દો
હોય ગાલિબ ની ગઝલ દોહા કબીર તણા
આવશે ભાવો મહીં ખોવાયલા શબ્દો..
વાગશે પાષાણ સમ ઘાવો કરી ઊંડા
દુશ્મનીની ગોફણે ફેંકાયલા શબ્દો
સાચવી લીધા અમે ગઝલો તણે ઝરણે
ધોધ થઇ સાગર મહીં ધર્બાયલા શબ્દો
ગોદમાં શાયર તણી બેસે નિરાંત લઇ
ભર બજારે આ ‘વફા’ નંદવાયલા શબ્દો
13જુલાઈ2008
Comments Off
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, poem | Tags: કવિતા, ગઝલ, શબ્દો-મુહમ્મદ અલી’વફા’, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa
નજરો નમાવી લે જરા ****મુહમ્મદઅલી’વફા’
નજરો નમાવી લે જરા ****મુહમ્મદઅલી’વફા’
નજરો નમાવી લે જરા પાંપણનો ખયાલ કર.
હૈયા અને આ આંખનાં સગપણનો ખયાલ કર.
આવીશ ના તું આમ ખોલી કેશ ને સખે,
એનું હૃદ ય તો કાચનું દર્પણનો ખયાલ કર.
દરિયો સુગંધો નો કદી ,તો કંઇ યાદની સણક
આવે ભલે જે રીતથી તારણનો ખયાલ કર.
ચૂમી રહ્યાં છે વેલ ફૂલોસૌ ડાળ ને જુઓ,
ઝૂકેલ ડાળીની જરા અડચણનો ખયાલ કર.
તું વિષ ધરી દઇને હવે ના ખૂશી મનાવતો,
જિવન તરફ પણ જો, અને મારણ નો ખયાલ કર.
તારા જ નામે જખ્મ ના સરવાળા થતા ગયા,
કારણ હવે શું આપશે? કારણનો ખયાલ કર.
સૂરજ બનીની આમ તું ધમક્યા ન કર ‘વફા’
આ ચાંદ તારા ની જરા રજકણનો ખયાલ કર.
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, મુહમ્મદઅલી વફા, વેદના ક્યાંથી મળી_મો?a>, શાયરી, Muhammedali Wafa, Muhammedali wafa's Gujarati poetry
તાઝિયતે આદિલ—મુહમ્મદઅલી વફા
તાઝિયતે આદિલ—મુહમ્મદઅલી વફા


(ગઝલના) આયના ઘરમા, સતત , પગરવ, ગામ એ ન્યુયોર્ક(ન્યુયોર્ક નામે ગામ), વળાંક ,મળે કે ના મળે(મળે ન મળે)
ઉપર દર્શાવેલ નામો આદિલ સાઅહેબનાં ગઝલ રત્નો છે.જેનાં નામ કેટલીક જગ્યાએ ટુંકાવીને કે થોડા ફેરફાર સાથે લય મળે એ ખાતર લખ્યા છે.
હું મળું કોને(કોને મળું ?,) એ મારો પ્રથમ પ્રકાશિત થનાર કાવ્ય સંગ્રહનું નામ છે. જેનું મુખ પુષ્ઠ બાનાવવાનું બહુ માન આદિલ સાહેબ મુજ નાચીજને આપનાર હતા. પણ સમયે એ તકથી મને વંચિત રાખ્યો.
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શૌક કાવ્ય, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, ગઝલ, તાઝિયતે આદિલ---મુહમ્મ, Demise of Adil Mansuri, Gujarati Gazhal, Gujarati poetry
સરનામા વગર.—-મુહમ્મદઅલી વફા

ગઝલ:ગૌરવ બચાવો હવે..—મુહમ્મદઅલી વફા
ગૌરવ બચાવો હવે..—મુહમ્મદઅલી વફા
નફરત તણું વિષ ક્યાં તમે વાવો હવે
ગંગા બને તો પ્રેમની લાવો હવે.
આ ખૂનની હોળી હવે રોકો ભલા
ઇન્સાનિયતનું ગૌરવ બચાવો હવે..
માનવ થશે.
સિંહ પણ થાશે ઘણા ,ને કોઇ તો રાવણ થશે
જો બધા હેવાન હો, તો કોણ અહિ માણસ થશે ?
રાત નો અંધકાર જો વીંટી બધા ચાલે અહીં
કોણ દીપક અહિ બને ,ને કોણ અહિ ફાનસ થશે?
કેમ રગડોળો તમે માનવ તણા ઉદ્યાનને
જો બધા દાનવ થશે, તો કોણ માનવ થશે?
શોખ રણ વગડા થવાનો હોય કો’ને ભલે
કોઇ તો દરિયો થશે, ને કોક તો સાગર થશે.
ને વફા તું પણ હવે ડૂબતો ના વાદમાં
તું થશે જો વિષ અહિ તો, કોણ આ મારણ થશે?.
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Sher
બોલ—મુહમ્મદઅલી વફા

બોલ—મુહમ્મદઅલી વફા
બોલ! ક્યારે જબાં આ ખોલશે?.
બોલ ! કયારે તુ સાચું બોલશે?.
બોલ! માણસની ય કીમત ખરી?
બોલ! ક્યાં જઇ તુ લોહી ઢોળશે?.
બોલ!કોઈ ધરમ તારો ખરો?
બોલ!કોઈ કરમ તારો ખરો?
બોલ! ક્યાંથી અદાવત તેં ગ્રહી?
બોલ! ગુસ્સો નરમ તારો ખરો.?
બોલ !કયાંથી તુ જાનો લાવશે?
બોલ!કોણ આ કરમથી ફાવશે?
બોલ! શું બોલશે? તુ લોકમાં?
બોલ! આ આગને ક્યાં ઠારશે?.
બોલ ! આંખો કદી મળશે ખરી?
બોલ! કરૃણા નદી વહેશે ખરી?
બોલ! નફરત તણા બીજો થકી
બોલ !પ્રણય કથા ફળશે ખરી?
બોલ! વિશ્વાસ ક્યાં કરવો હવે?
બોલ! આ હાથ ક્યાં ધરવો હવે?
બોલ!આંખો બધી તકતી ફરે,
બોલ! આપ્રેમ કયાં ભરવો હવે.?
બોલ! જખમો તણી યાદી ઘણી
બોલ! વિશ્વાસની ખૂશ્બૂ ઘટી.
બોલ! જાશે ચમનમાં કોઈ પણ?
બોલ! કંટક તણી ઇજ્જત વધી
બોલ! દોસ્તો પણ અગન થઇ ગયા
બોલ! જો ભાઇ દુશ્મન થઇ ગયા
બોલ! લાવીશ કહે કયાંથી ‘વફા’
બોલ!આ દૂર સ્વજન થઇ ગયા.
(‘બોલ’શબ્દ પ્રયોગ ફૈઝ અહમદ ફૈઝની નઝમના સૌજન્યથી)
Posted in કવિતા, ગઝલ, નઝમ | Tags: કવિતા, ગઝલ, નઝમ, બોલ—મુહમ્મદઅલી વફા, મસ્નવી, Bol, Gazhal Gujarati, Gujarati poetry, Muhammedali Wafa
ભીંતો ઉપર ચીતરે —મુહમ્મદઅલી વફા

ભીંતો ઉપર ચીતરે —મુહમ્મદઅલી વફા
ચર્ચાય એ કેવાં ગયા ચોરે અને ચોતરે.
નામો હવે લોકો બધા ભીંતો ઉપર ચીતરે.
ને ઢોંગ પણ કરતા રહ્યા કાંચો તણી ભીત પર
એ આયનાની જાત પણ નિશ દિન તને છેતરે.
લોકો કહી વેણો કટું ચાલ્યા જશે ઘર બધા
બેસી તમારી પાંસમાં નિજનાજ સહુ વેતરે.
સૂરજ ફરી સાંજે જુઓ તાળી તને દઇ ગયો
એની જરૂરત જ્યાં પડી છૂપી ગયો ભેખડે.
જો હોય ના હૈયા મહીં કોઇ પણ લગન ‘વફા’
રેતી ઉપર આ નામ ક્યાં આવી બધા કોતરે.
કોને કહું ?મુહમ્મદઅલી વફા
કોને કહું ?મુહમ્મદઅલી વફા
થીજવા આવી વ્યથા કોને કહું ?
આહ આ બળતી કથા કોને કહું ?
તેં પતંગાની કરી ફરિયાદ પણ
ખુદ રહી બળતી શમાં કોને કહું ?
ખીલવાદેને હજી એ છે કળી
જોરથી ચાલે હવા કોને કહું ?
એ બિચારો ઈશ્કનોજ બિમાર છે
વિણ ચિકિત્સા લે દવા કોને કહું ?
મેં ગઝલમાં દર્દ મારું રેડયું
નાદથી ગાજી સભા કોને કહું ?
આયનામાં જોઇ લે તારી છબી
એ હવે નિરખે અદા કોને કહું ?
હોઠથી જે હું વદું એ છે સહજ
કાળજે બળતી સદા કોને કહું ?
કાન તો લઈને ફરેછે માણસો
સાં ભળે ના હક જબાં કોને કહું ?
ગાજર પિપૂડી ‘વફા’ કયાં વાગશે?
કોણ દે હકની અજાં , કોને કહું ?
અર્થ સંદર્ભ:
સદા=અવાજ, હક=સત્ય, અજાં=બાંગ,પૂકાર
Comments Off
Posted in કવિતા, ગઝલ, Gazhal_wafa | Tags: કવિતા, કોને કહું ?મુહમ્મદઅલ
ભીંજાયને રડ્યાં- મુહમ્મદઅલી વફા
ભીંજાયને રડ્યાં- મુહમ્મદઅલી વફા
મહોબ્બતમાં ઘણી વેળા અમે ભીંજાયને રડ્યાં
ઘણી એવીય તક આવી અમે વીંટળાયને રડ્યાં
પહાડો દર્દના પણ પીગળે, આંસુ તણા ટીપે
કરી યાદો વતનની શામને ગુંગળાયને રડ્યાં
કદી રડ્યાં અમે સ્વજન તણી કબ્રો સમીપે જઇ
કદી તો એમની યાદો મહીં ધર્બાયને રડ્યાં
અમારા ચમનથી જ્યારે અમે છૂટા થયા ત્યારે
ચમનના ફૂલ કાંટાને અમે વિંટાયને રડયાં
સુકી થઇ છે બધી જોને નદી આ લાગણીઓની
અમે રડ્યાં સમંદર સમ બસ ઉભરાયને રડ્યાં
રડીલે ખુદપહાડો પણ નદીઓનો પિતા છેને
અમે પાષાણની ભીનાશમાં અઠડાયને રડ્યાં
રડે છે એમતો લોકો છતાં ભીની નથી આંખો
’વફા’ આ શૂષ્ક આંખોથી અમે શરમાયને રડ્યાં
Comments Off
Posted in કવિતા, ગઝલ | Tags: કવિતા, ગઝલ, ભીંજાયને રડ્યાં- મુહ
પધારો પધારો- મુહમ્મદઅલી વફા
પધારો પધારો- મુહમ્મદઅલી વફા
અમારો ના આરો ન કોઈ કિનારો
હવે ક્યાં રહ્યો છે ?કોઈ પણ સહારો
હવે આશા ફૂલો તણી કયાં કરોછો?
બધેબધથી લૂટી તમે તો બહારો
ગુલોની હો ક્યારી, રણોના ઘરોંડા
અમારું નિમંત્રણ પધારો પધારો
.
હ્રદયનો આ દીપક ચમકશે સદાયે
અમોને ના સમજો ખરેલો સિતારો
વફા દિલનો અગ્નિ હવે ક્યાં બુઝાશે?
સળગતો પડ્યો એક છાનો તિખારો.
Posted in કવિતા, ગઝલ | Tags: કવિતા, ગઝલ, પધારો પધારો- મુહમ્મદ, Gujarati poetry
ક્યાં ગયા ‘આદિલ’?—-મુહમદઅલી વફા
તમે રોકાઇ ના શક્યા—-મુહમદઅલી વફા
અમારા આંસુઓ જોવા તમે રોકાઇ ના શક્યા
અમોને અલવિદા કે’વા તમે રોકાઇ ના શક્યા
બધા હાથો કરીઉંચા રડીઉઠ્યા દુઆઓમાં
દિલાસો પણ જરા દેવા તમે રોકાઇ ના શક્યા
બધા શોધે હવે તમને તમારા શબ્દ ચિત્રોમાં
મિલનનો રંગ પણ ભરવા તમે રોકાઇ ના શક્યા
તમે જર્સી તણી માટી ભરી લીધી વદનના પર
વતનની ધૂળને મળવા તમે રોકાઇ ના શક્યા
સદાયે ખીલશે ગુર્જર ગિરામાં કાવ્ય ના ફૂલો
ગઝલના સાગરે તરવા તમે રોકાઇ ના શક્યા
તમે કિત્તા બધા તોડી સિધાવી ક્યાં ગયા ‘આદિલ’
અમારૂં જામ કોતરવા તમે રોકાઇ ના શક્યા
જરા તૂટી જતાં શ્વાસો તણા આ તાંતણા નાજુક
‘વફા’ પાછું ફરી જોવા તમે રોકાઇ ના શક્યા
Posted in કવિતા, ગઝલ | Tags: તમે રોકાઇ ના શક્યા----મુહમદઅલી વફા, Gujarati Gazhal, Gujarati poetry, poem, poet, Shero shayri
કોઈક ભગત સિંહ—મુહમ્મદઅલી વફા


Posted in ગઝલ | Tags: કવિતા, ગઝલ, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa
ગઝલ:નિરવ ખંડેરના પડઘા—મુહમ્મદઅલી વફા

નિરવ ખંડેરના પડઘા—મુહમ્મદઅલી વફા
તમારા શબ્દના કાંટા હજી વર્ષો સુધી રે‘શે
મળેલા ઘાવ આ તાજા હજી વર્ષો સુધી રે‘શે
સુકાઈ ગઇ બિચારી ડાળ ચંપાનીય પતઝડમાં
દરદનાં ઝાંખળાં લાંબા હજી વર્ષો સુધી રે‘શે
તમારી યાદનાં પૂષ્પો બને સંકોળી લે જીવન
કથાના તાડ આ લાંબા હજી વર્ષો સુધી રે‘શે
સમયનો ભાર ઝીલીને થયા ખાંગા બધા કિલ્લા
નિરવ ખંડેરના પડઘા હજી વર્ષો સુધી રે‘શે
જડાયી પંચતારકમાં અમીરોની બધી ભૂખો
ગરીબીનાં વિકટ ફાકા હજી વર્ષો સુધી રે‘શે
Comments Off
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, ગઝલ, Gujarati Gazhal, Gujarati poetry, Shero shayri
ગઝલ :કદી વિષના કટોરા—- મુહમ્મદઅલી વફા

કદી વિષના કટોરા—- મુહમ્મદઅલી વફા
ન જાણે દ્રશ્ય કેવું એ નજરમાં હોય છે
તમામ ઉમર મુસાફર તો સફરમાં હોય છે.
ન જાણે કેમ મીરાં ગટગટાવી ગઇ જુઓ
નશો શાયદ બને કડવા ઝહરમાં હોય છે
મઝા જે એમને અફવા મહીં બસ આવતી
મઝા એ કયાં ભલા સાચી ખબરમાં હોય છે.
કહો કોણ સમજાવે ઘાયલ પંખીને હવે
ઉડે ઇચ્છા ગગન પર પગ કબરમાં હોય છે.
મળેછે કયાં હમેશા મદ ભરેલ નશો વફા
કદી વિષના કટોરા એ અધરમાં હોય છે.
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કદી વિષના કટોરા---- મુહમ્મદઅલી વફા, કવિતા, ગઝલ, રાતી શાયરી, Gujarati Gazhal, Gujarati kavita, Gujarati poetry, Gujarati Shayri, Shero shayri
છતાં પડઘા તમારી યાદનાં—મુહમ્મદઅલી વફા
છતાં પડઘા તમારી યાદનાં—મુહમ્મદઅલી વફા

Posted in કવિતા, ગઝલ, છંદ | Tags: કવિતા, ગઝલ, છંદ, છતાં પડઘા તમારી યાદનાં—મુહમ્મદઅલી વફા, Gujarati Gazhal, Gujarati poetry, Shero shayri
ગઝલ:ગુલાંટ ચીતરે—-મુહમ્મદઅલી વફા
ગુલાંટ ચીતરે—-મુહમ્મદઅલી વફા
વાંદરો શબ્દના વળાંક ચીતરે
શબ્દમાં પ્રથમ એ ગુલાંટ ચીતરે
ડાળખી, ઝાડ, છાપરુંય દોરતો
કાગળો ઠોકતો, ધબાક ચીતરે
છંદ બંદો તણી લગીર ફિકર નહિ
દિલ તણો બાદશાહ મિજાજ ચીતરે
હાથમાં આવતાં ફળો તણાં ઢગલા
નાચ કૂદો કરી અઝાબ ચીતરે
નિસરણી પણ મળી અછાંદસો તણી
ગઝલ છંદ ચગદી મઝાર ચીતરે
કરતબ કરે નવા ઉજાડવા ચમન
હાથમાં કંટક લઇ ગુલાબ ચીતરે
Comments Off
Posted in કવિતા, ગઝલ, છંદ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, છંદ, નઝમ, શાયરી, શેર, Gjarati Kavita, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri
‘મર્ચંટ ઓફ વેનિસ’ —-તારીકઅલી
શેકસપીયરના થોડા વાક્યો ‘મર્ચંટ ઓફ વેનિસ’ માંથી થોડા પરિવર્તન સાથે—-તારીકઅલી
હું એક ફલસ્તીની છું
મારી પાંસે ફલીસ્તીની આંખો નથી
મારી પાંસે ફલીસ્તીની હાથો નથી
અવ્યવો,ઇન્દ્રિયો,પરિમાણો,આવેશ,જુસ્સો
એકજ પ્રકારના આહારથી પોષાય છે
એકજ પ્રકારના હથિયારોથી જખ્મી થાય છે
એકજ પ્રકારનાં રોગથી પિડાય છે
એકજ પ્રકારની દવાથી રૂઝાઈ છે
એકજ શિયાળા અને ઉનાળાથી શીતળ અને હુંફાળું થાય છે
હે યહુદીઓ! તમે અમને કતલ કરો
ત્યરે શું રકત નથી વહેતું?
ગલીપચી કરો તો અમે નથી હસતા?
જ્યારે તમે અમને વિષ ધરો છો,ત્યારે અમે નથી મરતા?
અને જ્યારે તમે અમારા ઉપર જુલમ ના પહાડ ખડા કરીદો છો,
તો અમારે વેર ન વાળવું?
જો અમે બીજા બધા વિષયમાં તમાર જેવાજ હોય તો
અમે એબધામાં તમાર જેવાજ બની જશું
આ દૃષ્ટતા તેં અમને શીખવાડી છે
અમે અમલ કરીશું
અને તે વિષમ રહેશે
પણ અમે સિંધ્ધાંતને વળગી રહીશું
(અંગ્રેજીમાંથી અનુવાદ-વફા)
Tariq Ali (Arabic: طارق علی) (born October 21, 1943) is a British-Pakistani historian, novelist, filmmaker, political campaigner, and commentator.[1][2] He is a member of the editorial committee of the New Left Review and Sin Permiso, and regularly contributes to The Guardian, Counterpunch, and the London Review of Books.
He is the author of “Can Pakistan Survive”, Pirates Of The Caribbean: Axis Of Hope (2006), Conversations with Edward Said (2005), Bush in Babylon (2003), and Clash of Fundamentalisms: Crusades, Jihads and Modernity (2002), “Banker for All Seasons” and the recently published “Duel”.
Posted in અછાંદસ | Tags: અછાંદસ, મર્ચંટ ઓફ વેનિસ’ ----તારીકઅલી
થોડો સાથ આપો તો—અહમદ ફરાઝ(સદગત ઉર્દૂ કવિ)

થોડો સાથ આપો તો—અહમદ ફરાઝ(સદગત ઉર્દૂ કવિ)
કઠણ છે રાહ ગુઝર, થોડો સાથ આપો તો.
વિકટ છે ખૂબ સફર, થોડો સાથ આપો તો.
તમામ ઉમર મળે કયાં? સાથ કદી દિલબરનો
મને છે એય ખબર, થોડો સાથ આપો તો
નશામાં ચૂર છું અને તુજને ય હોશ ક્યાં?
થશે ખૂશ દિલ અગર, થોડો સાથ આપો તો
.
ફકત આ રાતનું મિલન પણ છે ઘણું આનંદિત
પછી કોને રહે ખબર, થોડો સાથ આપો તો
.
હજી પણ છે જિવંત દીપક માર્ગના સહુ
હજી છે દૂર સહર, થોડો સાથ આપો તો.
તવાફ અનંત પ્રિયતમ ના ઘરતણો કરશું
ફરાઝ થોડીક ડગર, થોડો સાથ આપો તો.
(ઉર્દૂમાંથી અનુવાદ)
રાહ ગુઝર= માર્ગ
તવાફ= ફેરા ફરવા,ચક્કર લગાવવા
રણકારના વફા_મુહમ્મદઅલી વફા
રણકારના વફા_મુહમ્મદઅલી વફા
જોને ગયાં પાનાં ફરી ઈકરારનાં વફા.
બીજી તરફ છે પાંદડા ઇનકારનાં વફા.
પાળી તમે કરશોય શું એવા પરીંદ ને,
ના હોય જેમાં પીંછ કોઈ પ્યારના વફા.
બોદા બધા યે ખંજરો ને,તીર થઇ જ્શે,
મળ્યાં અમોને બાવડાં રણકારના વફા.
પીળી હથેળી સૂર્યની પણ કયાં સુધી બળે,
ફરશે પછી સર્પો બધા અંધકારના વફા.
તારે અહીં મોતી બની વિંધાવવુ પડશે
છે આ ફટકિયા દોસતો પળવારનાં વફા.
આંખો અહીં ભીજાવવાની કોઇ પણ નથી,
આતો બધાં છે ઝાંઝવા વ્યહવારનાં વફા.
તું પણ ‘વફા’આ વાહ થી ના ખેલતો કદી
એતો રમકડાં છે બધાં લાચારના વફા
પરીંદ=પક્ષી
Posted in કવિતા, ગઝલ, છંદ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, છંદ, રણકારના વફા_મુહમ્મદઅલી વફા, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa
આંખનો દરબાર સૂનો થઇ ગયો**મુહમ્મદઅલી વફા

આંખનો દરબાર સૂનો થઇ ગયો**મુહમ્મદઅલી વફા
પ્યારનો વિસ્તાર સૂનો થઇ ગયો
આંખનો દરબાર સૂનો થઇ ગયો
આગને કોઈ હવા દેતું નથી
દર્દનો અંગાર સૂનો થઇ ગયો
જે મિલન અંગત હતાં તે પણ ગયાં
પ્રેમનો વ્યાપાર સૂનો થઇ ગયો
યાદ તારી જ્યારથી મેં છે ત્યજી
આ બધો સંસાર સૂનો થઇ ગયો
ને ‘વફા’ એના તરફ બસ મીટ છે
ખોખરો વ્યહવાર સૂનો થઇ ગયો
Comments Off
Posted in કવિતા, ગઝલ, છંદ, શાયરી, શેર | Tags: 'Gujarati Shayeri, આંખનો દરબાર સૂનો થઇ ગયો**મુહમ્મદઅલી વફા, કવિતા, ગઝલ, છંદ, Gujarati Gazhal, Gujarati poetry
શરમાતું નથી—મુહમ્મદઅલી વફા

શરમાતું નથી—મુહમ્મદઅલી વફા
એટલેતો મુજથી રોવાતું નથી
દર્દ શુ છે એ જ સમજાતું નથી
આપના એ ઘાવ રહ્યા ફૂલ સમ
તે છતાં આ દર્દ ભૂલાતું નથી
રૂપ એનું મ્હોરશે બસ ચાર દિન
ફૂલ નકલી કો દિ કરમાતું નથી
એ હશે કેવું વલણ બોદા તણું?
હોય ખોટું તો ય શરમાતું નથી
સાચ ની સંભાળ વસમીછે ‘વફા’
હોય ખોટું એજ ખોવાતું નથી
Comments Off
Posted in કવિતા, ગઝલ, છંદ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, છંદ, શરમાતું નથી—મુહમ્મદઅલી વફા, Gujarati Gazhal, Gujarati poetry, Shero shayri
મોમિન ના એક શેર પર તઝમીન-વફા

મોમિન ના એક શેર પર તઝમીન-વફા
સાકી કહે છે એવા શરાબીને સો સલામ,
આંસુ ભરે છે જામમાં જ્યારે સુરા નથી
_મોમિન
તઝમીન_વફા
દિલથી દઉં એની સુરાહીને સો સલામ.
એની નજર ની એ પયાલીને સો સલામ.
એના હ્રદય ગુલની ગુલાબી ને સો સલામ
સાકી કહે છે એવા શરાબીને સો સલામ,
આંસુ ભરે છે જામમાં જ્યારે સુરા નથી.
ગઝલ શબ્દો ડર્યા હશે—મુહમ્મદઅલી વફા
ગઝલ

શબ્દો ડર્યા હશે—મુહમ્મદઅલી વફા
ઓળા બધા રાતો તણા ખંધું હસ્યા હશે
શ્વાનો ઘણા ઈર્ષા તણા જૂઠું ભસ્યા હશે
થોડા થયા ઊંચા જરા કાતર ત્યાં તો ફરી
આ છોડવા બોંસાઇના થોડા વધ્યા હશે
બેસો નહીં રસ્તા ઉપર ચડશો હડફેટમાં
એ રીતના કૈં કેટલા માસૂમ મર્યા હશે
આ લાકડી અંધકારની જાણે સર્પો ફરે
આ મૌનના જંગલ મહીં શબ્દો ડર્યા હશે
પત્થર તણી આ ચોટને એ ના શક્યા ખમી
તેથીજતો આ ફળ ઘણાં કાચાં ખર્યા હશે
શર્મો હયાની ભીંત વચ્ચે આવી ‘તી વફા
હોઠો ઉપર તો સર્વનાં નામો લખ્યાં હશે
Comments Off
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, મુહમ્મદઅલી વફા, શબ્દો ડર્યા હશે—મુહમ્મદઅલી વફા, શેર
ગઝલ:ચરણ શોધે છે—મુહમ્મદઅલી વફા
ચરણ શોધે છે—મુહમ્મદઅલી વફા
હવે એ રોજ યાદોના રણ શોધે છે
અને ભુંસાયલા એના ચરણ શોધે છે
સમયની આગ પણ જાશે શમી નિશ્ચે
નકામો કેમ પાણી શરણ શોધે છે.
ફરેછે લોક પાણીની પરબ સાથે
હવે તો ઝાંઝવાં પણ હરણ શોધે છે.
કળીને સાથ મળ્યો છે હવાઓનો
ગુલો ઈચ્છાતણાં આવરણ શોધે છે
સમયના જંગલે છૂપાઇને રહ્યો.
તને ચિંતા ‘વફા’ કે મરણ શોધે છે.
Comments Off
Posted in કવિતા, ગઝલ, છંદ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati kavita, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa
અનિષ્ટતાનું મહોરું- બ્રેટોલ્ત બ્રેખ્ટ(જર્મન કવિ)
અનિષ્ટતાનું મહોરું- બ્રેટોલ્ત બ્રેખ્ટ(જર્મન કવિ)
મારી ભીંત પર એક જાપાની શિલ્પ લટકી રહ્યું છે
એક અનિષ્ટ પિશાચનું શિલ્પ
સોનાના પાણીથી મઢેલું
હું એને દયાજનક રીતે નિહાળું છું
એના કપાળની સૂજેલી નસો
એની ચાડી ખાય છે કે
અનિષ્ટ હોવું એ કેટલું કષ્ટ દાયી છે
સવારે અને રાત્રિ સમયે વાંચવાની કવિતા.
મારા પ્રેમે મને કહ્યું છે કે
મારી એને ઘણી જરૂરત છે
એટલા માટે હું મારી જાતની પૂરતી કાળજી લઉં છું
એની તકેદારી રાખું છું કે હું કયાં કયાં જાઉં છું
મને એની ભીતિ રહ્યા કરે છે કે
કદાચ વર્ષાનું એક ટીપું મારી જિંદગીને
ખતમ કરી ન નાંખે
(અનુવાદ:વફા)
ગઝલ: દિશા શોધતો રહ્યો—-મુહમ્મદઅલી વફા
ગઝલ: દિશા શોધતો રહ્યો—-મુહમ્મદઅલી વફા
ભૂલો પડેલો રણમાં દિશા શોધતો રહ્યો
ડૂબી જતો પાણીમાં હવા શોધતો રહ્યો
ખંડેરમાં ખોવાઈ બધી વારતા જૂની
પાના ઉપર જૂના એ મતા શોધતો રહ્યો
આ જિંદગીના સહુ પાંદડા જીર્ણ છે પડ્યાં
અંધાર ના પેટાળે શમા શોધતો રહ્યો
રખડે બધી વાર્તા ઊપહાસો તણા ઘરમાં
ખોવાયલી જૂની એ કથા શોધતો રહ્યો
દરિયા મહીથી સોય પણ શોધી શકાય છે
એ બે વફાના ગામે વફા શોધતો રહ્યો
હૃદયનું પરિમાણ—નિદા ફાઝલી

હૃદયનું પરિમાણ—નિદા ફાઝલી
નાસી છૂટતું પ્રભાત
જાગ્રત રાત્રિઓ
અજાણ પ્રવાસી
દિશા વિહીન માર્ગો
કાયાથી દૂર
દેહના ચરણો
પોતાની દ્ર્ષ્ટિથી
અલગ આંખો
હ્રદય ત્રાજવું
દિમાગ વ્યપારી
મુખની અંદર
જીભ બજારી
બિન આવશ્યક
આવશ્યકતાઓની ગણતરી
મનુષ્ય મનુષ્યથી
વ્યપારીકરણ
સર્વે દિશાએ
યંત્રોનો ઘોંઘાટ
અને ઘરમાં
ધરતી હાટ બની રહી છે
(મૂળ ઉર્દૂ પરથી અનુવાદ—વફા)
કાશી નગરકા ફકીર: નઝીર બનારસી
કોમી એકતાઅને ગંગા-જમની સંસ્કૃતિના પ્રણેતા ઉર્દૂ કવિ નઝીર બાનારસીની સ્મૃતિમાં કાશીમાં એક બેઠક
કુછ મુસલમાન હૈ જિન્હેં શક હૈ હિન્દુ તો નહીં
હિન્દુઓંકો તો યકીં હૈ મુસલમાન હૈ નઝીર
આ શે’રના સર્જક અને હિન્દુ મુસ્લિમ એકતાના મહાન હામી અને પ્રખર કવિ નઝીર બનારસીની એક સોમી વર્ષગાંઠ પર બનારસમાં એક મિલન ગોઠવાયું હતું.જે મિલનમાં એમના પ્રશંસકોએ કહ્યું કે , કોમી વૈમનસ્ય અને અલગતાવાદથી પીડાતા જમાનામાં , નઝીર બનારસીની નઝમો અને રચનાઓ આવા યુગથી છુટકારો અપાવનારી અને મલમનો કામ કરેછે. એકતા અને સુમેળનો માર્ગ સરળ બાનાવે છે.નઝીર અહમદ ઉર્ફે નઝીર બનારસી નો જન્મ બનારસની પાંડેહવેલીમાં 25નવેંમ્બર1909માં તે વખત મશહુર હકીમ નુરમોહમ્મદના ઘરમાં થયો હતો.એમનેએ વંશીય રીતે હકીમ હોવાની સાથે વંશીય બાનારસી હોવાનું સદભાગ્ય પણ પ્રાપ્ત હતું.
આરંભ કાળમાં નઝીર સાહેબે તબીબી વ્યવસાય અને કાવ્ય સર્જન બન્ને કામ સાથે નિભાવ્યાં.અને તે પછી .એમની શાયરી આગળ નીકળી ગઈ,અને ઔષધોપચાર પાછળ રહી ગયો..અને તે દેશના ઉચ્ચકક્ષાના શાયર બની ગયા.
ફકતબાર- તેર વર્ષની નાની વયે એમણે પ્રથમ નઝમ રચી, ને સંભળાવેલી.તે પછી એમનું કાવ્ય ગગન ઉંચાઈઓમાં વિહરતું અને વિસ્તરતું ગયું.
નઝીર બાનરસી શાયરીને ફકત સાહિત્ય નહીં ,દેશની પણ એક મહા સેવા સમજતા હતા.આજથી પચાસ વર્ષો પહેલાં પણ નઝીર સાહેબ ગંગાની અસ્વચ્છતાથી ઘણાં દુ:ખી હતા.એમણે પોતાની વેદના આ રીતે કાવ્યમાં વ્યકત કરી.
ડરતાહું રૂક ન જાયે કવિતાકી બહતી ધારા
મૈલી હૈ જબસે ગંગા મૈલા હૈ મન હમારા
કીસ આઈનેમેં દેખે મુંહ ચાંદ તારે
ગંગાકા સારા જલ હો જબ ગંદકીકા મારા
એમને દેશના નવલોહિયાઓને ગંગાને પવિત્ર અને ચોક્ખી કરવાની હાકલ કરેલી.
નઝીર સાહેબે કોઇ પણ સંગઠન સાથે કદી ઘરોબો રાખ્યો નહીં.એમણે પોતાના સમસ્ત કલામમાં પ્યાર અને મહોબ્બતને અગ્રિમતા આપી .એમને પોતાની શાયરીમાં ખુલ્લા મનથી લખ્યું છે.
મેં બનારસકા નિવાસી કાશી નગરકા ફકીર
હિન્દકા શાયર હું શિવજીકી રાજધાની કા સફીર
લેકે અપની ગોદમેં ગંગાને પાલા હૈ મુઝે
નામ હૈ મેરા નઝીર ઔર નેરી નગરી બેનઝીર
બેનઝીર-બીન તુલનાત્મક
એક મુસલમાન શાયર પોતાની થકાવટ દૂર કરવા માટે, જે જ્ગ્યાની શોધ આદરતો હતોતે ઘણું ધ્યાન દર્શક છે.
ઘાટ પર મંદિરોકે સાયેમેં બૈઠ કર દૂર કરતાહું થકાન
(ઈંકિલાબ-અનુ.વફા)
ગઝલ:(નઝમ) આ આખરી દીદાર છે–મુહમ્મદઅલી વફા

ગઝલ: (નઝમ) આ આખરી દીદાર છે–મુહમ્મદઅલી વફા
આ આંખ અશ્રુ ધાર છે
ભીના કફન ના તાર છે
ને મૌનની દીવાર છે
ક્યાં તે હવે રણકાર છે
આ આખરી દીદાર છે
દિલ મોત પર તારા રડે
ને અશ્રુનાં જામો ભરે
બસ યાદના દીપક જલે
જો મોતનો અસવાર છે
આ આખરી દીદાર છે
ત્યાં આખરી ચાદર ઢળે
ને આ જનાઝે ગુલ ચઢે
જો આભથી રહેમત ખરે
બસ આખરી અણસાર છે
આ આખરી દીદાર છે
આ આંખ કયાં ખુલ્લી રહી
કોઈ મતા શોધી રહી
ક્યાં આવશે કબરો મહીં
તુજ રબ તણો દરબાર છે
આ આખરી દીદાર છે
તુજ રબ તણી લીલા બધી
આ સાગરે જીવન તણી
કૈં કેટલા દિલમાં ચણી
તુજ આખરી દીદાર છે
આ આસિમ સુબેદાર છે
(તા.5ફેબ્રુ.જુમેરાત2009 10.00વાગ્યે સાંજના જ.આસિમ રાંદેરેનાનિ:ધન પર તા.9ફેબ્રુ.209ના રોજ લિખિત)
Posted in ગઝલ, નઝમ | Tags: આ આખરી દીદાર છે--મુહમ્મદઅલી વફા, આસિમ, કવિતા, ગઝલ, મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, Gujarati Gazhal, subedar mahmoodmiya mohammad imam
Bayans OF Hazarat Moulana Ahmed Laat Sahib 2nd,3rd,and 4th August 2008 and 17thJuly2011 at Toronto,Canada
Bayans OF Hazarat Moulana Ahmed Laat Sahib 2nd,3rd,and 4th August 2008 at Toronto,Canada
Click The URL please
http://islamic-creed.com/2008%20Toronto,%20Canada%20Ijtimah%201.html
Bayan of Hazrat Moulana Ahmed Lat Sahib inToronto,CanadaIjtema 17th July 2011-Place:Toronto International center.
http://www.talksofdeen.com/Tablig/2011/Toronto%20Ijtema/3U.%20AhmedLaatAs46MSu17Jul11.mp3


Posted in Bayan | Tags: Bayan, Moulana Ahmed Lat, Toronto
અછાંદસ:હું વર્ષોથી-ડેનિયલ વુલ્ફ
હું વર્ષોથી-ડેનિયલ વુલ્ફ
હું વર્ષોથી ઘરથી બહાર હતી
અને હવે દ્વાર સામે આવી ઉભી
અંદર પ્રવેશવાની હિંમત ન થઈ
આવું દ્રષ્ય પહેલાં મેં કદી નિહાળ્યું ન હતું
મારા ચિત્ત વનમાં કુતુહલથી શાંત રીતે જોયું
અને મે ત્યાં મારા હેતુ વિષે પ્રશ્ન કર્યો
મારી પ્રવુતિએ પણ, એક જીવન વેડફી નાંખ્યું છે
શું હવે તે મને પર્યાપ્ત થશે?
હું એ દહેશત પર નમી ગઈ
હું એની સાથે પહેલાં પણ સ્થગિત થઈ હતી
ક્ષણો સમંદરની ભરતીની જેમ વહી ગયાં
અને મારા કાન નજીક આવી તૂટે ગયાં
મેં એક તૂટેલ હાસ્ય વેર્યું
મને દ્વારની ભીતિ લાગતી હતી
બેબાકળા પણું મને ઘેરી વળ્યું
ડરથી હું કદી પાછી ફરી નથી
મેં બારણાની ખીંટી પકડી લીધી
ધ્રુજતા હાથોએ કાળજી પૂર્વક
એવું ન બને કે આ વિચિત્ર બારણું ઉછળે
અને મને ભોંય ભેગી કરી દે
પછી મેં આંગળીઓ ખસેડી લીધી
કાચ જેવી સાવધાનીથી
અને મેં મારા કાનો પકડી લીધા,ચોરની જેમ
અને હાંફતા હાંફતા ઘર તરફથી ભાગી ગઈ
(અંગ્રેજી પરથી અનુવાદ—વફા)
Comments Off
Posted in અછાંદસ, કવિતા | Tags: અછાંદસ, કવિતા, હું વર્ષોથી-ડેનિયલ વુલ્ફ
ગઝલ: શ્વાસ ચીતરે—મુહમ્મદઅલી વફા
ગઝલ: શ્વાસ ચીતરે—મુહમ્મદઅલી વફા
કેટલીછે એમની અવકાત, ચીતરે
ભીંત પર એ વિણ કહી બસ વાત ચીતરે
હોય ક્યાં સાચા કદી એ રંગ એમના
જાત કાચીંડા તણી સો ભાત ચીતરે
તોડવા કાજે અહમ્ સૂરજ તણો અહીં
એ ધરા પર રંગ કાળો રાત ચીતરે
રકતની હોળી હમેશા ખેલવા અહીં
ખંજરોની પીઠ પર એ ઘાત ચીતરે
એક તીક્ષણ સોયથી ફૂટી જશે એતો
દેહના ફુગ્ગા ઉપર ક્યાં શ્વાસ ચીતરે
Comments Off
Posted in કવિતા, ગઝલ, છંદ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, શ્વાસ ચીતરે—મુહમ્મદઅલી વફા, Gujarati Gazhal, Muhammedali Wafa
ગઝલ: પાણી વહી ગયા-મુહમ્મદઅલી વફા

ગઝલ: પાણી વહી ગયા-મુહમ્મદઅલી વફા
લોકો અહીંના કેટલા માયાળુ . થઈ .ગયા
ભૂખ્યો ન મરું હું એટલે તો વિષ દઈ ગયા
મારી કને તો ક્યાં હતું કોઈ પણ રમકડું
મારા પિતાની ખોપરી મુજને ધરી ગયા
એ વારતાનો સાર બસ રહ્યો છે એટલો
કાદવ બધો રહ્યો અને પાણી વહી ગયા
મઝધારમાં જયારે હતા જોખમ ઘણું હતું
આવી કિનારે એ બધા મોજાં શમી. ગયા
ખોવાયલો હું તો હતો મારા સફર મહીં
લોકો ચરણ પર મૃત ગણી ફૂલો ધરી ગયા.
નાહક હવે ડરશો નહીં એ રંગથી વફા
સર્પો બધા ચાલ્યા ગયા લિસોટા રહી ગયા
Posted in કવિતા, ગઝલ, છંદ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, છંદ, મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, Gujarati Gazhal, Muhammedali Wafa
ગઝલ: આ આયના ઘરમાં-મુહમ્મદઅલી વફા
આ આયના ઘરમાં-મુહમ્મદઅલી વફા
આ આયના ઘરમાં બધે તારી છબી પડઘાય છે
આ પ્રતિબિંબો પણ બધા તારાજ તો દેખાય છે
તારો બસેરો છે કણે કણ માં છતાં દેખાઈના
આ આંખ તારા રૂપ ને જોવા સતત હિજરાય છે
તારા મિલન નો આવશે હા એક દિન તો હે સખે
પણ આજ તો ઇચ્છા બધી સપના મહીં રોળાય છે
પાલવ થયો છે તંગ ઘણો આ આંખના દરબારનો
આ બાગનાં સર્વે ગુલે તારી સુ ગંધ ફેલાય છે
તારીજ લીલા છે બધી તારા વિના કો હોય ના
આ ચાંદ તારા સૂરજે બસ તું બધે ડોકાય છે
ઝૂરે વફા તું કયાં સુધી એના મિલનની આશમાં
ઘોરી નસો થી પણ વધારે એ નિકટ વર્તાય છે
Posted in કવિતા, ગઝલ, છંદ, શાયરી, શેર | Tags: આ આયના ઘરમાં-મુહમ્મદઅલી વફા, કવિતા, ગઝલ, છંદ, મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, Gujarati Gazhal
ગઝલ:હદથી વધુ—મુહમ્મદઅલી વફા

હદથી વધુ—મુહમ્મદઅલી વફા
દર્દ આ છલકાય છે હદ થી વધુ
લાગણી છેદાય છે હદ થી વધુ
રૂપની અગ્નિ જીરવીના શક્યાં
દર્પણો તરડાય છે હદ થી વધુ
શી ખબર ક્યારે ટશર આ ફૂટી
કંટકો ભોંકાય છે હદ થી વધુ
માર્ગને ભૂલી ગયો જે દિશ થી
આ કદમ અટવાય છે હદથી વધુ
શ્વાસનાં પોલાણમાં રંગો ફૂટ્યા
ફૂલ આ મ્હેકાય છે હદ થી વધુ
જખ્મના આ અંગને ખોલો નહિ
ખંજરોવીંઝાય છે હદ થી વધુ
પાથરી તેં જાજમો જ્યાં જયાં અહિ
આ કદમ લથઠડાય છે હદથી વધુ
આ તરસને શું થયું આજે અહિ ?
જામતો છલકાય છે હદ થી વધુ
એક રસ્સી ઈશની છોડી જ્યાં
તું હવે પીંખાય છે હદ થી વધુ
પાંખ ને કર વજ્ર સમ બુલબુલ અહિ
આભ ઊંચું થાય છે હદ થી વધુ
ઝાંઝવા પાછળ વફા ક્યાં દોડ્યો
દૂર એ ઠેલાય છે હદ થી વધુ
Posted in કવિતા, ગઝલ, છંદ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, છંદ, શાયરી, શેર, હદથી વધુ—મુહમ્મદઅલી વફા, Gujarati Gazhal, Muhamedali Wafa
(અછાંદસ)રીટા અને વચ્ચે બંદૂક—મેહમુદ દરવેશ(અરબી કવિ)

રીટા અને વચ્ચે બંદૂક—મેહમુદ દરવેશ(અરબી કવિ)
(અછાંદસ)
રીટા અને મારી આંખો વચ્ચે
એક બંદૂક ઊભી છે
જે કોઈ પણ રીટાને ઓળખે છે
તે ઘુંટણિયે પડી પ્રાથના કરે છે
તે મીઠાશ ઘોળેલી આંખ ના દેવત્વ માટે
અને મેં રીટાને ચૂમી
એની મુગ્ધા અવસ્થામાં
અને મને એની સ્મૃતિ છે કે તે કેવી રીતે તેનું આગમન થતું
અને તેના રેશમી ઝૂલ્ફોને માર હાથ વીંટળાય જતા
અને હું રીટાને સ્મરું છું
અમાર વચ્ચે લખો ચકલીઓ અને પ્રતિબિંબો હતા
અને ઘણા મિલન સ્થળો
બંદૂકથી વિંધાયલા
રીટાનું નામ મારા માટે મારા મોઢામાં ગળપણ હતું
રીટાનો દેહ મારા રક્તમાં લગ્નસમારોહ હતો
અને હું રીટામાં બે વર્ષ ખોવાયલો રહ્યો
અને એ બે વર્ષો સુધી મારા હાથો પર સુતી રહી
અને અમે વચનો લીધાં
સુંદર સુરાની પ્યાલીઓના ટકરાવ સાથે
અને અમે અમારા હોઠની સુરાની અગ્નિમાં ખાખ થઈ ગયાં
અને ફરી અમે પુનર્જન્મ લીધો
આહ,રીટા!
આ બંદૂક તારી અને મારી આંખ વચ્ચે શું કરી શકત?
એક કે બે અલ્પ નિંદ્રા, અથવા મધુ રંગના વાદળો
એક સમયે
આહ! તે સંધ્યાની શાંતિ
એક સવારમાં મારો ચન્દ્ર ,કોઈ દૂર સ્થળે હિજરત કરી ગયો
પેલી મધુ રંગોની આંખો પ્રતિ
અને નગરમાંથી બધા ગીતકારો બહાર ફેંકાય ગયા
અને રીટા!
રીટા અને મારી આંખો વચ્ચે
પેલી બંદૂક.
(અંગ્રેજી પરથી અનુવાદ-વફા)
Posted in કવિતા | Tags: અછાંદસ, કવિતા, રીટા અને વચ્ચે બંદૂક—મેહમુદ દરવેશ, Mehmood darvesh
મુકતક-વફા
ગઝલ:કંટકો ખૂંપી ગયા —મુહમ્મદઅલી વફા

ગઝલ
કંટકો ખૂંપી ગયા —મુહમ્મદઅલી વફા
પ્રેમનાં જ્યાં તાંતણા તૂટી ગયાં
બાગમાં ત્યાં ઝાંખરાં ઊગી ગયાં
દર્દના સિક્કા બધા બોદા હતા
આંખમાં પાણી જરા ખૂટી ગયાં
આ અમાસે કેમ વર્ષાયાં નહીં
વાદળોનાં હેત પણ રૂઠી ગયાં
ઝાડ પોલાં જ્યાં સબંધોના થયા
પ્રેમના પક્ષી બધા ઊડી ગયાં
દિલ તણી મસ્તી અજબ કૈં ચીજ છે
જામ ખાલી છે છતાં ઝૂમી ગયા
છે અમારી ચાલતો મુખલિસ વફા
તોય ઈર્ષા કંટકો ખૂંપી ગયા
Comments Off
Posted in ગઝલ | Tags: Gazhal Gujarati, KantakoKhunpiGaya, Muhammedali Wafa, poem, Poetry
ગઝલ:કાંટાની ડાળી— મુહમ્મદઅલી વફા

કાંટાની ડાળી— મુહમ્મદઅલી વફા
અમે યાદ એની એ રીતે ભાળી
નસે નસૢ અમારી કાંટાની ડાળી
વહેંચી શકું હું દરદોના ફૂલો
ધરીદે મને કો’ હૈયાની થાળી
અમે સાચવીતી મિલનોની સધ્યા
અને સૂરજે ત્યાં દીધી હાથ તાળી
અમારી ગઝલ ક્યાં રમત શબ્દો ની છે
લખીછે અમેતો હૃદય બાળી બાળી
ધરે ચાંદ તારા દીપો આભ ઉપર
વફા રાત તોયે રે’વાની કાળી
Comments Off
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Kantani Thari, Muhammedali Wafa
ગઝલ :વસંતનું આગમન—મુહમ્મદઅલી વફા

વસંતનું આગમન—મુહમ્મદઅલી વફા
વસંતની ચમનમાં અઝાં થઈ રહી છે
હવે ડાળકીઓ જવાં થઈ રહી છે
બરફના પહેરણ હવેતો ફગાવો
ગરમ આ બધે બધ ધરા થઈ રહી છે
બધા પાંદડા પર વહેછે જવાની
નસેનસ ગુલોની શમાં થઈ રહી છે
હવે પાલવોમા સુગંધો લદાશે
કળીઓ ચમનમાં હવા થઈ રહી છે
અહીં કોયલો આબવા ડાળ કયાં છે
છતાં ખગ બધાને મઝા થઈ રહી છે
બધા આગણામાં થશે ગુલનો મેળો
ગુલાબી ગુલાબી કથા થઈ રહી છે
વફા જે મળે તેજ પીલો અહીંયા
મોસમ સુહાની બપા થઈ રહી છે
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, શાયરી, શેર, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, વસંતનું આગમન—મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, GujaratiKavita
ગઝલ: અજમાવી લે હવે—મુહમ્મદઅલી વફા
ગઝલ
અજમાવી લે હવે—મુહમ્મદઅલી વફા
બાકી રહેલો વાર ,અજમાવી લે હવે
છેલ્લી બચી છે જાળ, અજમાવી લે હવે
બાકી પડેલા શ્વાસ ના કોઈ છીનવે
જે કૈં મળે હથિયાર , અજમાવી લે હવે
થોડી ઉતાવળ તો હવે કરવી બસ રહી
બચ્યા દિવસ બેચાર, અજમાવી લે હવે
જે રાગમાં ગાવું પડે ગાઈ લે જરા
તૂટે વિણાનાં તાર, અજમાવી લે હવે
ફૂલો થયાં કુરબાન ખૂશ્બૂ ને વેરવા
બાકી હવે છે ખાર ,અજમાવી લે હવે
ને થૈ જશે થોડી કસોટી તુજ રંગની
ઉતરે વફાનો ભાર, અજમાવી લે હવે
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, શેર, Muhammedali Wafa, Shero shayri
ગઝલ :પીનાર જોઈએં—મુહમ્મદઅલી વફા
ગઝલ
પીનાર જોઈએં—મુહમ્મદઅલી વફા
કંટકોનો થોડો ઘણો , સહકાર જોઈ એં
ફાટવા પાલવને હવે , અધિકાર જોઈ એં
મજ્નુ ફર્યો જંગલ બયાબાંને સતત એવો
ઝાંઝવાને કોઈ અહીં, પીનાર જોઈ એં
આટલાં ટોળાં ની જરૂરત ક્યાં રહી બાકી
છે જનાજો હલ્કો ઘણો ,બે ચાર જોઈ એં
ઠોકરોથી તો કામ ક્યાં આ ચાલશે પ્રિયે
આ હૃદય તો પથ્થર તણું, તલવાર જોઈ એં
મયકદે ઢોળાતી રહી કૈં કેફની પ્યાલી
પી શકે જે હૈયા થકી , મૈખ્વાર જોઈ એં
ખંજર હશે સહુ મોતના સોદાગરો હાથે
જિંદગી લોકોની વફા ,લાચાર જોઈ એં
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, પીનાર જોઈએં—મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, Gujarati Gazhal, Muhammedali Wafa
ગઝલ:બદનામ લાગે છે–મુહમ્મદઅલી વફા
ગઝલ
બદનામ લાગે છે–મુહમ્મદઅલી વફા

Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati poetry, Muhammedali Wafa
ગઝલ:તરસ સાચવું છું—મુહમ્મદઅલી વફા
ગઝલ: કવિતા બને__મુહમ્મદઅલી વફા
ગઝલ:પ્યાસ સહુ ભેગી થઈ—મુહમ્મદઅલી વફા
પ્યાસ સહુ ભેગી થઈ—મુહમ્મદઅલી વફા
પ્યાસ જો ભેગી થઈ ,તો હરણ થયું
ઝાંઝવા વધતા ગયાં, એજ રણ થયું
શ્વાસની દોરી થકી જીવતું જીવન
દોર જ્યાં છૂટી ગઈ ત્યાં મરણ થયું
આ બધી લીલા મહીં તું વસેલ છે
હું મથું જોવા અને , આવરણ થયું
હા કશે તું છે! અને એકલો રહે,
પામવા તારી દયા જાગરણ થયું
માણસો ભેગા મળે ટોળા મહીં ખપે
ઢોરજો ભેગા થયાં એક ઘણ થયું
પ્રેમના બે બુંદ ભેગાં થયાં અહીં
એ બધી એ લાગણીનુ ઝરણ થયું
તું બધાને આપશે મુક્તિ જે ,લા!* કહે
ને વફા જીવન મહીં. હૈયા ધરણ થયું
લા:શાંતિનો શ્લોક :લાઈલાહા ઈલ્લલ્લાહ=અલ્લાહ(ખુદા,ઈશ્વર)ના સિવાય કોઈ ભક્તિને લાયક નથી.
Comments Off
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, પ્યાસ સહુ ભેગી થઈ---મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, Gujarati Gazhal, Muhammedali Wafa, Shero shayri
ગઝલ: સદી એ દોડતી આવી—મુહમ્મદઅલી વફા
સદી એ દોડતી આવી—મુહમ્મદઅલી વફા
સતત અસ્તિત્વ ખોવાને ભલી એ દોડતી આવી
સમંદર ખાર ચૂસવાને નદી એ દોડતી આવી
સમયની પાલખી માથે લઈ ક્ષણો સફરમાં છે
જખમ ખંડેરના ખણવા સદી એ દોડતી આવી
.
ન લંબાયો કદી પાલવ અમારા અશ્રુઓ ઝીલવા
અમારા દર્દને ઘુંટવા કદી એ દોડતી આવી
હવે સંકીર્ણ થાતો જાય છે જીવન તણો રથ આ
અને સંકેલવા માયા ઘડી એ દોડતી આવી
વફા જયારે અમારા નામની તખ્તી ઉખડતી ગૈ
કબર પર ફૂલ ધરવાને પછી એ દોડતી આવી
Comments Off
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: ગઝલ, શાયરી, શેર, સદી એ દોડતી આવી—મુહમ્મદઅલી વફા, Gujarati Gazhal, Muhammedali Wafa
ગઝલ:જરા કાંટા સુધી આવો—મુહમ્મદઅલી વફા
જરા કાંટા સુધી આવો—મુહમ્મદઅલી વફા
ખિલેલા પુષ્પનાં હૈયા તણીં ગાથા સુધી આવો
અમારી મ્હેકને લેવા જરા કાંટા સુધી આવો
વળાવો છો તમે અમને સુકી આંખે સતત દિલબર
કદી આવો , અમારા દિલતાણા ઝાંપા સુધી આવો
ખબર જો દૂરથી મળશે નથાશે કોઈ પસ્તાવો
અમોને ડૂબતા જોવા કદી કાંઠા સુધી આવો
રહીને દૂર કરશો ક્યાં સુધી આ અટક ચાળા
કદી તો દ્વારથી ઝાંખો, કદી રસ્તા સુધી આવો
બધાયે જામ છલકાઈ પહોંચ્યા છે છિપિત હોઠે
કદી બેચાર બુંદો તો અહીં તરસ્યા સુધી આવો
ઉઘાડી આંખથી મળવું હવે તો શક્ય પણ ક્યાં છે
બનેતો બસ મિલન કાજે જરા સપના સુધી આવો
વફા આ દૂરના ડુંગર થકી શાને નિહાળો છો
કદી તો આવરણ છેદી જરા હૈયા સુધી આવો
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, જરા કાંટા સુધી આવો---મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, Gujarati Gazhal, Muhammedali Wafa
અંધકાર—મખદૂમ મોહ્યુદ્દીન(ક્રાંતિકારી ઉદૂ કવિ)
અંધકાર—મખદૂમ મોહ્યુદ્દીન(ક્રાંતિકારી ઉદૂ કવિ))
રાત્રિના હાથમાં એક ભિક્ષા પાત્ર
આ ચમકતા સિતારઓ,અને અને આનંદિત ચન્દ્ર
પ્રકાશને ભિક્ષામાં માંગીને રોશનીમાં મગ્ન
આજ દુલ્હનનુ પહેરણ છે, અને એજ છે એનું કફન
આ અંધકારમાં મૃત :પ્રાય: દેહોની કરાહટ
તે અઝાઝીલ(શૈતાન)ના શ્વાનોનો શિકાર પ્રદેશ
તે સંસ્કારિતાના જખમો
ખાઈઓ
વાડના તારો
વાડના તારોમાં ફસાયેલા મનુષ્યનાં શરીરો
અને મનુષ્યના શરીર પર બેઠેલા ગીધો
તે તડપતા માથાઓ
મૃતકો ,હાથ ,પગ કપાયેલા
લાશના ઢાંચાઓમાથી આરપાર
ઠંડી હવા
અફસોસ,અજંપો અને ફરિયાદ કરતી
રાત્રિના સન્નાટામાં,રૂદનની ચીસ
કદી બાળકોની કદી માતાઓની.
ચન્દ્ર,તારાઓનો માતમનો શોર
રાત્રિના મસ્તકે ઝળુંબતુ દુ:ખી સિતારાઓનું ટોળું
આ બધું આનંદ ના સૂર્યોદય સુધી છે
રાત્રિની પાંસે અંધકાર વિના કશું નથી
રાત્રિની પાંસે અંધકાર વિના કશું નથી
(ઉર્દૂ પરથી અનુવાદ—મુહમ્મદઅલી વફા)
ગઝલ:આરસી તરડાય ગઈ—-મુહમ્મદઅલી વફા
આરસી તરડાય ગઈ—-મુહમ્મદઅલી વફા
વાત ત્યાં પહોચી અને તેવીજ એ બદલાય ગઈ
મોકલી મેં વાદળી પાણી બની વરસાય ગઈ
ભાર એનાથી સહન ના એ બનાવટનો થયો
એ ચહેરા જોતાંજ પેલી આરસી તરડાય ગઈ
સ્પર્શમાં તો શું હશે ? કો આંચકો વીજો તણો
સ્હેજ જ્યાં એને અડો લજ્જામણી લજવાય ગઈ
આંખમાંથી એમની અવહેલના જ્યારે ખરી
મ્હેકતી ભીની અમારી લાગણી છેદાય ગઈ
શું હશે ?કેવું હશે? લક્ષ્યાંકનું બિંદુ વફા
દોડમાં એની સતત આ જિંદગી હોમાય ગઈ
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, વેદના ક્યાંથી મળી_મો?a>, શેર, Muhammedali Wafa
ગઝલ:નશો મદભર જરા આપો—મુહમ્મદઅલી વફા
નશો મદભર જરા આપો—મુહમ્મદઅલી વફા
ભલે એ હોય હૈયા ફાટ પણ ઉત્તર જરા આપો
હ્ર્દયને તોડવા કો- ના- તણો પથ્થર જરા આપો
રખડતા પ્રેમના પુષ્પો હવે જોડું કઈ રીતે
મને શબ્દો તણા આખા સરળ અક્ષર જરા આપો
હવે ભેગા થશે ભાંગેલ તે ભૂતકાળના પડઘા
મને ખંડેર જેવું પ્યારનું કો ઘર જરા આપો
કદી તો ગાઇ લેશું વાંસળી વિષાદની લૈને
બને તો ચૂભતો કાંટા તણો કો સુર જરા આપો
જખમ એકાંતના સદીઓ તણા દીવા બુઝાવીદે
કદી કો ઠેસ આ પાષાણ સમ સધ્ધર જરા આપો
‘વફા’ આ જામ ખાલી ને હલાવીને કરીશું શું?
દરદને ખૂબ ઘુંટીને નશો મદભર જરા આપો
Comments Off
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: ગઝલ, નશો મદભર જરા આપો---મુહમ્મદઅલી વફા, વેદના ક્યાંથી મળી_મો?a>, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Shayri, Muhammedali
કવિતા*વરસાદી લિલિ—રિલ્કે(20મી સદીમાં જર્મન ભાષાનો શ્રેષ્ઠ કવિ)
વરસાદી લિલિ—રિલ્કે(20મી સદીમાં જર્મન ભાષાનો શ્રેષ્ઠ કવિ)
મારું સંપૂર્ણ જીવન મારું છે
પણ જે પણ આવું વદે
એ મારા અનંત વિશ્વને મારાથી વંચિત કરે છે
પાણીનાં તરંગો,આકાશના રંગની આભા
એ સમગ્ર મારું છે
મારું જીવન હજી તેજ છે
કોઇ ઈચ્છા મને ખુંદતીનથી
હું પરિ પૂર્ણ છું
હું ,મારા અસ્તિત્વને નકારત્મકતાથી બાધિત નથી કરતું
મારા આત્માનાં દૈનિક લયમાં
હું, ઈચ્છાઓને રમાડતું નથી
હું, પ્રયાણ કરી ચુક્યું છું
મારાઆ પ્રયાણમાં
મારા સમ્રાજ્યને ક્રિયાશીલ કરું છું
મારા રાત્રિના સ્વપ્નોને સાકાર કરીને
પાણીનાં તળિયે મારા દેહને
હું, અરીસાઓથી આગળ આકર્ષું છું
(અંગ્રેજી પરથી અનુવાદ:વફા)
ગઝલ:છબી દોરશો ના—મુહમ્મદઅલી વફા
છબી દોરશો ના—મુહમ્મદઅલી વફા
સબંધો કદી સાકી થી તોડશો ના
મળીછે ગુલાબી સુરા ઢોળશો ના
બચેલું પહેરણ થશે ચીંથરાઓ
હવે કંટકોથી સબંધ જોડશો ના
જશે એ જરી વારમાં પીગળી બસ
બરફના હ્રદયપર છબી દોરશો ના
ઉડી એ જવાનુ કબૂતર બનીને
કદી ભેદ પિંજર બધે ખોલશો ના
વફાનો અહીં છે એક ભેદ છાનો
લઈ સોય શંકા તણી ભોંકશો ના
Posted in Achhandaas, કવિતા, ગઝલ, શાયરી, શેર, Gazhal_wafa, poem | Tags: કવિતા, ગઝલ, શાયરી, શેર, Chhabi Dorsho naa, Gujarati Gazhal, Gujarati poetry, Muhammedali wafa's Gujarati poetry, Shero shayri
ગઝલ:તડપી નહીં શકયા—મુહમ્મદઅલી વફા
તડપી નહીં શકયા—મુહમ્મદઅલી વફા
બેચેન તો થોડા થયાં તડપી નહીં શકયા
એ આપણા પ્રસંગને ઉજવી નહીં શકયા
મઝધાર માં પ્હોંચ્યાં અને પાછાં વળી આવ્યાં
જ્યાં ડૂબવા જેવું હતું ડૂબી નહીં શકયા
કૈ આપલે તો થૈ ઘણી શબ્દો તણા રાગે
આ લાગણીનાં તારને જોડી નહીં શકયા
ચમકારથી અંજાયને સંઘળાયલા રહ્યાં
એ ફટકિયાને આપણે ફોડી નહીં શકયા
પ્હોંચી જતે ત્યાં આપણે દિલના મનોરથ લૈ
કપરા ચઢાણે આપણે દોડી નહીં શકયા
એ કેફમાં શાયદ વફા ભેરણ થયું હશે
પીધી ઘણી તોયે અમે લથડી નહીં શકયા
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, poem | Tags: ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Muhammedali Wafa
ગઝલ:અંગત કરી શક્યા.—મુહમ્મદઅલી વફા
અંગત કરી શક્યા—મુહમ્મદઅલી વફા
નફરત કરી શક્યા ન મોહબ્બત કરી શક્યા
હા રાખવા નાતો જરા સગવડ કરી શક્યા
ફંટાયેલા રહ્યા બધા તે લાગણી પૂરો
ભીનો થવા આ બાગ ન મહેનત કરી શક્યા
સચવાયેલું તોયે રહ્યું આ આબરૂનું ગુલ
કંટક મહીં થી મ્હેકને અંગત કરી શક્યા.
આપી સદા દીધું અમે આ ઝાંઝવા ને જળ
હાથે કરી ઉદ્યાન ને ઉજ્જડ કરી શક્યા.
હિંમત નથી શત્રુ કદી આ આંખ માં ઝાંખે
એ એમનો છે જર્ફ વફા નફરત કરી શક્યા.
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, poem | Tags: ગઝલ, Gujarati poetry, GujaratiGazhal, Muhammedali Wafa
ગઝલ*પાછું જડ્યું નહીં-મુહમ્મદઅલી વફા
પાછું જડ્યું નહીં—મુહમ્મદઅલી વફા
ખોવાયેલું એ બીજ તો પાછું જડ્યું નહીં
એકેય વૃક્ષ પાંડદા પહેરી ઉગ્યું નહીં
એ રેત પર પાણી તણા પડ્યા છે ઘસરકા
ભૂખી પડી છે એ નદી પાણી ઠર્યું નહીં.
સૂરજ ફકત વ્યવહારનો રાખે નર્યો સંબંધ
આ રાતની આંખો મહીં ઓજસ ભર્યું નહીં
દોડી જવાનો શોખ છે, દરિયા ના મુખ તરફ
ખારાશ વિણ એને કદી ત્યાંથી મળ્યું નહીં
મેં તો સતત પીધી વફા એના એ મયકદે
સાચું કહું આ જામ મુજ ક્યાંયે ઢળ્યું નહીં
Comments Off
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, poem | Tags: ગઝલ, પાછું જડ્યું નહીં-મુહમ્મદઅલી વફા, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa, PachhuNjadyuNnahiN, Shero shayri
ગઝલ**સંધ્યા ઢળે ને આપણે —મુહમ્મદઅલી વફા

સંધ્યા ઢળે ને આપણે —મુહમ્મદઅલી વફા
સંધ્યા ઢળે ને આપણે મળતાં રહીશું દોસ્ત
પીળું થતાં આ પાંદડું ખરતા રહીશું દોસ્ત
મળશે કદી કો યાદ મીઠી સુની મંઝીલે
અશ્રુ બની આંખો થકી ઢળતા રહીશું દોસ્ત
મેળાવડો તો એ હશે બે ચાર દિનનો બસ
ને તે પછી સ્મરણ ખરલ ઘસતા રહીશું દોસ્ત
હા એ બને અંતર સંબંધોમાં વધી પણ જાયે
તો એક બીજાને જરા ખણતા રહીશું દોસ્ત
એ હૂંફ નો દીવો વફા શાયદ નહીં સળગે બને
તોયે નવા કૈં આગિયા જણતા રહીશું દોસ્ત
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa
ગઝલ*ઈચ્છા હરણને જોઉં છું —મુહમ્મદઅલીવફા

ઈચ્છા હરણને જોઉં છું —મુહમ્મદઅલીવફા
એક પળ મારા ચરણને જોઉં છું
તે પછી ઈચ્છા હરણને જોઉં છું
વિશ્વ આખું જીતવું છે કોઈ દિન
ઘાત માં હસતા મરણને જોઉં છું
ઝાંઝવાનુ રાજ છે આખા રણ મહિ
આશના ઝાંખા ઝરણને જોઉં છું
છીપમાં દરિયો ઉછળતો યાદોનો
રેતથી ખરતા સ્મરણ ને જોઉં છું
છે નિરવ આ રાતની અંધારી ક્ષણ
ને વફા હું એક જણને જોઉં છું
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa, Shero shayri
ગઝલ*આપલે શબ્દની—મુહમ્મદઅલી વફા

આપલે શબ્દની—મુહમ્મદઅલી વફા
પાંખડી લાગણી ની જરા છેદાય ગૈ
આંખડી તેપછી ખુદ બ ખુદ છલકાય ગૈ
પ્રેમના પાલવોથી ખરેલા શબ્દ થી
આ જુઓ ચૂંદડી રંગ વિણ રંગાય ગૈ
આપલે શબ્દની ક્યાં હતી વર્ષો થકી
આંખડી જ્યા મળી પ્રેમથી શરમાય ગૈ
ક્યાં હતું કૈં વધુ પ્રેમના તાંદુલ વિણ
ને સુદામા તણી પોટલી ચર્ચાય ગૈ
તીર તો આવતાં સૌ દિશાઓ થી વફા
આપની હાજરીની કમી વર્તાય ગૈ
Comments Off
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gazhal_wafa | Tags: કવિતા, ગઝલ, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, GujaratiGazhal, Muhammedali Wafa, Shero shayri
ગઝલ*સુણાવે ક્યાં જઈ કોકિલ—મુહમ્મદઅલી વફા
સુણાવે ક્યાં જઈ કોકિલ—મુહમ્મદઅલી વફા
લખી છે શાંતિના દ્વારે બધી સંહારની વાતો
કતલખાના મહીં ઝૂરતી હશે કો પ્યારની વાતો
પરસ્પર થાય છે ભેટો અને સોગાદ થી સોદા
હવે હૈયાં મહીં જોખાય છે વ્યાપારની વાતો
અમારે વાત કરવીતી કળી, ડાળી અને ગુલની
ચમનમાં ત્યાં બધી ફેલાય તીણા ખારની વાતો
બધી ભાષા રહી મુંગી લપાયા મૌન માં શબ્દો
બધી આંખે થઈ છે કેદ સૌ અણસારની વાતો
કરોછો યાદ અલ્લાહને અને તે પણ ગણી તસ્બિહ
અરે આતો ઇબાદત છે કે ફકત વ્યાપારની વાતો.
ભમરના દર્દની કથની વફા ભમતી હતી ડાળે
સુણાવે ક્યાં જઈ કોકિલ હવે દિલદારની વાતો
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gazhal_wafa | Tags: ગઝલ, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa
ગઝલ*મુકદ્દર સાથ આપે તો—મુહમ્મદઅલી વફા
મુકદ્દર સાથ આપે તો—મુહમ્મદઅલી વફા
વણી લઉં હું બધા મોતી સમંદર સાથ આપે તો
.વહેંચી દઉં બધા મોતી કલંદર સાથ આપે તો
બધું એ પી ગયા છે તો હજી ક્યાં આમ રંજાડે?
સમાવી લઉં ગળે એ વિષ જો શંકર સાથ આપે તો
ગળું પોતેજ કાપી લઉં બધી ઈચ્છા અપેક્ષાનું
કલેજે ખંજરો ઘોંપું સિતમગર સાથ આપે તો
તમે જે માંગશો આવી ચરણમાં તમ ધરી દઈશું
ધરી દઈશું અમારું રકત ખંજર સાથ આપે તો
અમારું છે કદી ક્યાં ઓ ખુદા! તરું જ આ સર્વે
વફા સદકો, બધું જીવન મુકદ્દર સાથ આપે તો
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gazhal_wafa | Tags: ગઝલ, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa, Sher
ગઝલ*દવા એ સાથ આપ્યો છે-મુહમ્મદઅલી વફા

દવા એ સાથ આપ્યો છે-મુહમ્મદઅલી વફા
કદી મળ્યો જરા મોકો બધા એ સાથ આપ્યો છે
જરા બળતું હતું દિલમાં હવા એ સાથ આપ્યો છે
અમે રખડી પડેલા જ્યાં કદી જંગલ અને વગડે
અમોને એ ભટકવામાં દિશા એ સાથ આપ્યો છે.
બિમારી તો હતી એવી વિના ઉપચાર પણ મટતે
જરા એને વિલંબ દેવા દવા એ સાથ આપ્યો છે
જરા આવી અને ચાલી ગઈ ખૂશ્બૂ વસંતોની
સતત આ કંટકો જોવા ખિઝાં એ સાથ આપ્યો છે
મળી અમને ‘વફા’ સિધ્ધી બધો યશ જાય મિત્રોને
બિછાવી કંટકો રસ્તે સદા એ સાથ આપ્યો છે
Comments Off
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gazhal_wafa | Tags: કવિતા, ગઝલ, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa, Shero shayri, Wafa
ગઝલ*ચણાયા છે લોકો_મુહમ્મદઅલી વફા
ચણાયા છે લોકો._મુહમ્મદઅલી વફા
પાષાણ કૂખે ભરાયા છે લોકો.
નિજના અહમ્ માં હણાયા છે લોકો.
શોધી રહ્યો છું મળે આત્મ જન કો,
મુલ્કો પરાયા , પરાયા છે લોકો
ચાખે કદી ના ધરો જો કો અમ્રુત,
પીને હલાહલ ધરાયા છે લોકો
ન અશ્રુ નયન માં ન હૈયે મ્રુદુતા ,
ફકત હાડ માઁસે ચણાયા છે લોકો.
હૈયા તણા મીઠાં ઝરણાને છોડી,
વફા ઝાંઝવા માં તણાયા છે લોકો.
Comments Off
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gazhal_wafa | Tags: ગઝલ, વેદના ક્યાંથી મળી_મો?a>, શેર, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa, Shero shayri
ગઝલ*રણકી ગયા હૈયા મહીં-મુહમ્મદઅલી વફા
રણકી ગયા હૈયા મહીં-મુહમ્મદઅલી વફા
પડતા હથોડા લાખ અહિ પથ્થર થયા પછી
પૂંજા થવા લાગી બધે ઘડતર થયા પછી
જાળાં તરે અર્થો તણા બારાખડી મહીં
મોતી થયાં એ કાવ્યનાં અક્ષર થયા પછી
બેડી બનીને હાથની પહેલાં ચુભી ગયાં
રણકી ગયા હૈયા મહીં ઝાંઝર થયા પછી
ચીસો બધાયે બાગમાં જઈ પાડવી પડી
મુજને મળી છે આ સજા બુલબુલ થયાપછી
ખાલી હતો તો વાગતો તો ઢોલકું થઈ
સ્થિર થયો કેવો ઘડો છલ છલ થયા પછી
સમતોલ નજરોથી કદી પામી શક્યા નહીં
બુધ્ધિ મળી અમને જરા પાગલ થયા પછી
દરિયા કિનારે તો કદર કયાં થૈ શકી ‘વફા’
શોધી જઈ રણમાં પછી મૃગજળ થયા પછી
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gazhal_wafa | Tags: ગઝલ, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa, Shero shayri
ગઝલ*ફકત તુંજ રબ છે-મુહમ્મદઅલી વફા
ફકત તુંજ રબ છે-મુહમ્મદઅલી વફા
બધા આ સબબ છે
ફકત તુંજ રબ છે
ઝુકેલા નયન છે
શરમ છે અદબ છે
હ્ર્દયમાં છે મૃગજળ
નયનમાં પરબ છે
નદીમાં નહાતી
અમારી તરસ છે
નશાથી પલળશો
નજરનો કળશ છે
કદમને બચાવો
લસ્રરતું મરક છે
કદીના લઠડશો
વફાની સડક છે
*****
“વફા” ને કહી દો,
ગઝલ આ સરસ છે
razia Mirza
shvas.wordpress.com
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gazhal_wafa | Tags: કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa, Shero shayri
ગઝલ*દર્દના ભારા વગર—મુહમ્મદઅલી વફા
દર્દના ભારા વગર—મુહમ્મદઅલી વફા
હા હવે તારા વગર પણ ચાલશે
દર્દના ભારા વગર પણ ચાલશે
ચાંદની દર્દો તણી વરસી પડી
રાતના તારા વગર પણ ચાલશે
ઝાંઝવામાં જીવવું ફાવી ગયું
આ નદી નાળા વગર પણ ચાલશે
બંદગી મકસદછે તારી હે ખુદા
ગુમ્બદ મિનારા વગર પણ ચાલશે
ડૂબવું છે તો ડૂબીજા મન મહીં
સાગર કિનારા વગર પણ ચાલશે
એકલાની મંઝિલો એતો વફા
ફોકટ સહારા વગર પણ ચાલશે
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gazhal_wafa | Tags: ગઝલ, Gazhal, Gazhal Gujarati, Muhammdali wafa, poem, Shero shayri
ગઝલ *હ્રદયની ડાળ કૈં લીલી હતી—મુહમ્મદઅલી વફા
હ્રદયની ડાળ કૈં લીલી હતી—મુહમ્મદઅલી વફા
કદી મિસરા, કદી શેરોની વાંકી પાંસળી કીધી
ગઝલ પૂરી નહીં થૈ ત્યાં , હઝલમાં આંગળી કીધી
બધે તૂટી પડેલા છંદના રસ્તા હતા વાંકા
અમોને તક મળી, લયની નદીને વાંઝણી કીધી
તમો છિદ્રો કરી ઝૂમી ગયા હિંસક કળાઓથી
હૃદયની ડાળ કૈં લીલી હતી, ને વાંસળી કીધી
હતા અરમાન કૈં ખિલવા તણા બાગો મહી એને
નઠાળા ક્રૂર હાથોએ કળીની માંગણી કીધી
‘વફા’ કુરબાન છું હું તો હવે એ જાદુના રંગે
કદી તલવાર લીધી હાથમાં ને ટાંકણી કીધી
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gazhal_wafa | Tags: કવિતા, ગઝલ, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Shayri, Sher
ગઝલ*ખીલી શકાય ના-મુહમ્મદઅલી વફા
ખીલી શકાય ના-મુહમ્મદઅલી વફા
ઘણી વારે ઘણું ટૂંકું , છતાં અંતર કપાય ના
સપાટી પર મિલન માટે પગથિયું તો ચણાય ના
હજી હાથો મળે છે રોજ પણ સ્પર્શ નથી થતો
અને એ હોય સામે પણ છતાં યે મળાય ના
ઘણી વારે બને એવું હૃદય દરિયો પિયે અશ્રુ
અને આ આંખડી સુક્કી રહે, ભીની થવાય ના
ચમનની એ કળીની વેદના કોના દિલે વસે
જમાનો ગુલ થવાનો હો , અને ખીલી શકાય ના
વફા કેવી હશે એ વેદના તીર વાગવા પછી
હરણ દોડી નથી શકતું અને આહો ભરાય ના
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gazhal_wafa, poem | Tags: ગઝલ, વેદના ક્યાંથી મળી_મો?a>, શેર, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, MuhammedaliWafa, Shero shayri
ગઝલ*પેપર વેટ છે—એમ..ઝફર

પેપર વેટ છે—એમ..ઝફર
દશા આ કાફિયાની જાણે પેપરવેટ છે
રદીફ ઉભો બિચારો જાણે સબ્જ્યુગેટ છે
ગઝલ બોડી બનીને કેમ આ ફર્યા કરે
વજન શેરો તણું તો ખાસું અપટુડેટ છે
ઘસી નાંખો તમે પણ જોડકણાં થોડા ઘણાં
પ્રસંશા કાજ ઊભેલી આખી સિંડિકેટ છે
બનાવો બ્લોગ ચોરીની ગઝલો તફડંચી કરી
જગતમાં પણ ઘણી ચીજો તો ડુપ્લીકેટ છે
ખરેખર થાબડો પીઠો ચાડિયાઓ તણી
ઉડાડે છે ખગોને ખેતરેથી એ તો ટ્ર્મ્પેટ છે
વિવેચક બ્લોગના ડસ્ટબીનો જોતો નથી
થવા દો આમ જે પણ બન્યું એ ડ્યુએટ છે
ખપાવી દો વિચારો સેકન્ડ હેંડ નૂતન કહી
ભલે આકાર પણ એનો કૈં રસ્ટીકેટ છે
‘ઝફર’ ક્ષમા જરા યાચું આ છંદો ભંગ કરી
કરું શું એ બધું સાલું તો કોમ્પલીકેટ છે
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, ગઝલ, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, GujaratiGazhal, M.Zafar, Sher, Shero shayri
ગઝલ*ડૂબવાની શક્યતા રહી—મુહમ્મદઅલી વફા
ડૂબવાની શક્યતા રહી—મુહમ્મદઅલી વફા
ઉન્નત વિચારો ઓઢવાની શક્યતા રહી
પાંખો વિના પણ ઊડવાની શક્યતા રહી
આ મન તણા દરિયા મહીં મોતી ઘણાં વસે
પાણી વિના પણ ડૂબવાની શક્યતા રહી
જો હૃદયનાં ખૂણા મહીં નૂર ચમકે જરા
સૂરજ વિના પણ ચમકવાની શક્યતા રહી
ગહેકી કદી જો જાય મનનો આજ મોરલો
વાદળ વિહિણ પણ વરસવાની શક્યતા રહી
સંસ્કારની ખૂશ્બૂ થકી જગને ભરી દિયો
ફૂલો વિના પણ મ્હેકવાની શકયતા રહી
આ મયકદાનો તું વફા થાતો નહીં અસીર
સાકી વિના પણ ઝૂમવાની શક્યતા રહી
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, poem | Tags: ગઝલ, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa, MuhammedaliWafa, poem, Shayri, Sher
ગઝલ*મ્હેકી નહીં શક્યા—મુહમ્મદઅલી વફા

મ્હેકી નહીં શક્યા—મુહમ્મદઅલી વફા
શિકાયત ને બધા શિકવા અહીં ધર્બી નહીં શક્યા
તમે ખીલી નહીં શક્યાં અમે મ્હેકી નહીં શક્યા
તફાવત એટલો કર્યો તમારા મૌનનાં ડંખે
તમેતો શાનથી જીવ્યા અમે જીવી નહીં શક્યા
હવે ક્યાં કોઈ પણ ઇચ્છા કુંવારીનું દરદ દિલમાં
તમારા ઝાંઝવામાં આ તરસ બોળી નહીં શક્યા
ખબર એની હતી કે એક નોબત આવશે એવી
હલાહલ આંખનું પણ આપનું ઢોળી નહીં શક્યા
પડેલો છે જરા તૂટીને સંબંધોનો અરીસો એ
તમે જોડી નહીં શક્યા અમે તોડીનહીં શક્યા
ઉઘાડા દ્વાર રાખીને અમે બેઠાં હતાં હરદમ
બધી એ શૂન્યની ગાંઠો તમે ખોલી નહીં શક્યા
હતો સાગર ભલા એતો અમે પોતેજ સર્જેલો
અમે બેઠા જઈ તળિયે તમે ડૂબી નહીં શક્યા
વફા વાતો ઘણી કહેવી હતી પણ જીભ ના ચાલી
નજર વાળી તમે લીધી અમે બોલી નહીં શક્યા
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gazhal_wafa | Tags: ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, GujaratiKavita, Muhammedali Wafa, Sher, Shero shayri
દોરાયલી રેખા મહીં—મુહમ્મદઅલી વફા

દોરાયલી રેખા મહીં—મુહમ્મદઅલી વફા
તારીજ હદમાં તું અહીં વિસ્તરી શકે
દોરાયલી રેખા મહીં તું ફરી શકે
તારી છબી તું આયને જોઇલે પ્રથમ
ને તે પછી તું અન્યને એ ધરી શકે
તોફાન જો આવે હવાનું અહીં બને
તો વૃક્ષનું કોઈ પણ પર્ણ ખરી શકે
વાતાવરણ આ બાગનું હોયજો માફક
કળિયો તણી અહિ પાંદડીઓ ખિલી શકે
એતો વરસવાનો મૂશળધાર થૈ વફા
તારા મહીં હો હામ તો સંઘળી શકે
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, શાયરી, શેર, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, ગઝલ, નઝમ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa, Shero shayri
ગઝલ*અકારણ સાચવી —મુહમ્મદઅલી વફા

અકારણ સાચવી —મુહમ્મદઅલી વફા
જિંદગી આખી અકારણ સાચવી
છેવટે મળ્યું કશું ?રણ સાચવી
લાજ રાખી જીવ સટોસટ બસ અમે
ઊજડી ચમન અહિ ગયું પણ સાચવી
પા’ણ એ તૂટ્યો નહીં અંતરાયનો
તે છતાં મેં તો મથામણ સાચવી
એ હવે ના માંગશે બે બુંદ જળ
લાખ રાખો આપ મારણ સાચવી
વારતા આખી વફા સચવાય ના
બસ જરા રાખો આ તારણ સાચવી
Comments Off
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gazhal_wafa, poem | Tags: કવિતા, ગઝલ, વેદના ક્યાંથી મળી_મો?a>, શેર, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa, Shero shayri
ગઝલ*આખો ભરીને દે—-મુહમ્મદઅલી વફા

આખો ભરીને દે—-મુહમ્મદઅલી વફા
આ ઝેરનો છે વાટકો પણ એ કહીને દે,
આ જામ તું સાકી મને આખો ભરીને દે.
મારુંજ એમા નામ હશે જોઈ જરા તું લે,
મૃગ જળ ભરેલા સાગરો થોડા હસીને દે.
ડૂબી અમે જાશું અહીં જો ડૂબવાનું હો,
બસ આંખમાં થોડી સુરા આજે ધરીને દે.
એ પણ મને મંજુર છે પીવા મળે મુજને,
તારી ઉપેક્ષાની ક્ષણો મુજને મઢીને દે.
રે’શે વફા આખર સુધી તારી પ્રતીક્ષાઓ,
તું પણ જરા થોડાં વચન આજે ઘડીને દે.
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, ગઝલ, વેદના ક્યાંથી મળી_મો?a>, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa, Shero shayri
ગઝલ*મીરાં ખામોશ છે—મુહમ્મદઅલી વફા

મીરાં ખામોશ છે—મુહમ્મદઅલી વફા
તૂફાનની આંધી ઉઠી ને શમા ખામોશ છે
વેરાન સહુ ધરતી થઈ ને હવા ખામોશ છે
મોસમ વરસવાની રહી તો યે વરસતાં નથી
ખામોશ છે આ મેઘલો ને ઘટા ખામોશ છે
માંડી ઘણાં બેઠા અહીં જુલમો તણી હાટડી
તો યે છતાં આ બોલનારી જબાં ખામોશ છે
બૂઝાય રહેલી છે બધે પ્રેમની જલતી શમાં
સેવે અહીં ચુપકી કબીરો ને મીરાં ખામોશ છે.
ચારો તરફથી પથ્થરો જુલ્મના વરસી રહ્યા
સૌ બેવફા ખામોશ છે ને ‘વફા’ ખામોશ છે
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gazhal_wafa, poem | Tags: ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Shayri, GujaratiGazhal, Muhammedli wafa, Sher, Shero shayri
આઝાદી અમર રહો
ગઝલ*બાગ બાની હોયના–મુહમ્મદઅલી વફા
બાગ બાની હોયના–મુહમ્મદઅલી વફા
શબ્દો વિહોણી ક્યાંય વાણી હોયના
ને મૌનમાં રડતી કહાણી હોયના
લાવા થઈ એતો નસોમાં દોડતી
લોહી થકી વાતો અજાણી હોયના
કાઢી શકે કોઈ રસીલી વ્યગ્રતા
પીલી શકે સંબંધ, ઘાણી હોયના
તું પણ હવે કોઈ ખુલાસો કર નહીં
આ પ્રેમમાં વાતો અજાણી હોયના
કસરત નિચોવા ઝાંઝવા ને કર નહીં
એમા કદી બુંદેય પાણી હોયના
જે ફૂલ પણ વનમાં મહેકે છે ‘વફા’
એની કદી પણ બાગ બાની હોયના
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gazhal_wafa, poem | Tags: ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa
ગઝલ *જામ કૈં કાણું હતું—મુહમ્મદઅલી વફા
જામ કૈં કાણું હતું—મુહમ્મદઅલી વફા
ચક્ર સંવેદન તણું રોજ આ ફરતું રહ્યું
આંખથી ખારું ઝરણ પણ કદી ઝળતું રહ્યું
વૃક્ષના આ મૂળમાં ઊધઈ ગૈ લાગી અહિ
પાંદડું પણ લાગણીનું પછી ખરતું રહ્યું
તેજ પણ સૂરજ તણું સાતત્યમાં રહ્યું નહિ
મધ્યમાં એ જાય ત્યાં તો સતત ઢળતું રહ્યું
જિંદગીની આ સફરમાં સિમિત પીવું પડયું
જામ કૈં કાણું હતું એ સતત ગળતું રહ્યું
ફૂલને બેચાર મળ્યા દિ અહિ મ્હેકી જવા
તે પછી એ રૂપ પણ જો વફા ખરતું રહ્યું
Comments Off
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gazhal_wafa | Tags: કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali wafa's Gujarati poetry, Shero shayri
ગઝલ*અદા સાચવીલો—મુહમ્મદઅલી વફા
અદા સાચવીલો—મુહમ્મદઅલી વફા
હવે અર્થના ઝુંપડા સાચવી લો,
અને શબ્દના ચોસલા સાચવી લો.,
સહજતા અહેસાસમાં ક્યાં રહી છે?
હવે પ્રેમના રમકડા સાચવી લો.
ઇશારે કિનાયે થતી આપલે સૌ,
બધા આંસુઓના ઘડા સાચવી લો.
બધું મૌનનાં આયનામાં ભરેલું,
પ્રતિબિંબની ઢળતી અદા સાચવીલો
નિરખવા વિચિત્ર નઝારા ય મળશે,
જરા આ નયનમાં વફા સાચવી લો..
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gazhal_wafa | Tags: કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Shero shayri
તઝમીન*ક્ષણની લગોલગ—અઝીઝ ટંકારવી

ક્ષણની લગોલગ—અઝીઝ ટંકારવી
સદીઓના સબંધ ક્ષણની લગોલગ,
અહીં જિંદગી છે મરણની લગોલગ.
સમય સાગરે ખૂબ ખાધી થપાટો,
હવે મંઝિલો છે ચરણની લગોલગ..
તરસની અમાનત જુઓ સાચવી લે,
અમે શ્વાસ છોડ્યા ઝરણની લગોલગ.
સ્પર્શી જવાઈ લખોટીઓ ત્યાં તો,
પહોંચી ગયાં બાળપણની લગોલગ.
અઝિઝ જિંદગીની અંતિમ ક્ષણે પણ,
ન પહોંચી શક્યા એક જણની લગોલગ.
જ.અઝીઝ ટંકારવીની ઉપરોકત ગઝલની તઝમીન
તઝમીન : ક્ષણની લગો લગ—મુહમ્મદઅલી વફા
જુઓ ઝાંઝવાછે હરણની લગોલગ
અને પ્યાસ બળતી ઝરણની લગોલગ
બધા કાફ્લા આહ રણની લગોલગ
સદીઓના સંબંધ ક્ષણની લગોલગ
અહીં જિંદગી છે મરણની લગોલગ
અમોને મુકદ્દર ની લાધી થપાટો
બધી સાવચેતી ય લાવી થપાટો
તમારી રહમની ઉપાડી થપાટો
સમય સાગરે ખૂબ ખાધી થપાટો
હવે મંઝિલ છે ચરણની લગોલગ
અરે આ સખાવત જુઓ સાચવી લો
અને આ રફાકત જુઓ સાચવી લો
ભલે હો બગાવત જુઓ સાચવી લો
તરસની અમાનત જુઓ સાચવી લો
અમે શ્વાસ છોડ્યો ઝરણની લગોલગ
જરા જયાં ગણાઈ લખોટીઓ ત્યાં તો
કદી વેડફાઈ લખોટીઓ ત્યાં તો
બધે બધ વેરાઈ લખોટીઓ ત્યાં તો
સ્પર્શી જવાઈ લખોટીઓ ત્યાં તો
પહોંચી ગયા બાળપણની લગોલગ
.
કદી બંદગીની અંતિમ ક્ષણેપણ
અને બેકસીની અંતિમ ક્ષણેપણ
તડપતી તડપતી અંતિમ ક્ષણેપણ
અઝિઝ જિંદગીની અંતિમ ક્ષણેપણ
ન પહોંચી શક્યા એક જણની લગોલગ.
Posted in કવિતા, ગઝલ, તઝમીન, શાયરી, શેર, Gazhal_wafa, poem | Tags: ગઝલ, તઝમીન, વેદના ક્યાંથી મળી_મો?a>, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati poetry, Muhammedali Wafa
ગઝલ*એક વત્તા એક—મુહમ્મદઅલી વફા

એક વત્તા એક—મુહમ્મદઅલી વફા
એક વત્તા એક ની બસ વાત છે
તે છતાં એમાં ય ચંચુપાત છે
હું કરું અંધાર સૂરજ વેતરી
દીપ થી તું રોશની ની વાટ છે
એક તણખો આંખથી ઝળકી ગયો
તે પછી તો રાત કાળી રાત છે
પાલખી આ ઉંચકી ચાલે બધા
જિંદગીના દર્દની બારાત છે
ને વફા કૈં પણ ઉમેરાયું નહીં
બાદબાકી આ સમયની માત છે
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gazhal_wafa, poem | Tags: કવિતા, ગઝલ, વેદના ક્યાંથી મળી_મો?a>, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa, Shero shayri
ગઝલ:અમારા ઉત્તરોનાં પાન પર—મુહમ્મદઅલી વફા

અમારા ઉત્તરોનાં પાન પર—મુહમ્મદઅલી વફા
ઘણી પ્યાસો અધૂરી ને મળી ખાલી પિયાલી છે
અમારી પાંસ તો યા રબ ! ગમોની બસ સુરાહી છે
તમે ફૂલો બની ઊગી ગયાં કો પ્રેમની ડાળે
અમારા ભાગ્યમાં તો એક કાંટાની પથારી છે.
સવાલોથી ભરેલો થાળ સૂરજનો ન મોકલ તું
અમારા ઉત્તરોનાં પાન પર સંધ્યાની લાલી છે
હવે જોયા ન કર ખાલી અરીસાની ઉદાસીને
બધી આંખો પ્રતિબિંબો તણી બેહદ સવાલી છે
વફા એ શૂન્યતાના દામને ખૂશ્બૂ કઈ નાંખું
બધાંયે ફૂલ નકલી છે બધી યે ડાળ ખાલી છે
Comments Off
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gazhal_wafa, poem | Tags: કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Shayri, Muhammedali Wafa, Shero shayri
ગઝલ:પત્તાં તણો આખો મહલ—મુહમ્મદઅલી વફા

પત્તાં તણો આખો મહલ—મુહમ્મદઅલી વફા
શાયદ સખે કરેલો આ ગુલોનો વાર છે
મારા હ્રદય ઉપરતો એ પથ્થરનો ભાર છે
ચાલીશ હું કઈ રીતે ઉઠાવી બોજને
મરા કદમ કદમ પર વરસતા આ ખાર છે
વેચી શકું કઈ રીતે હવે આ રતન ભલા
મારી મતા રહી મોંઘી અને સસ્તું બજાર છે.
તોડી શકાય ના નાતો સુગંધીઓ તણો
દિલની કળી મહીં તો સહુ ય ખુલ્લા દ્વાર છે
તૂટી જતે ભલે પત્તાં તણો આખો મહલ
આ તો વફા ધબકતો લાગણીનો તાર છે
Comments Off
Posted in કવિતા, ગઝલ, નઝમ, શાયરી, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, MuhammedaliWafa, Shero shayri
ગઝલ:તમે છોડી કદી કોઈ સીતાને—મુહમ્મદઅલી વફા

તમે છોડી કદી કોઈ સીતાને—મુહમ્મદઅલી વફા
ચુભેલા કંટકોના કેટલાયે ધામ બાકી છે
હજી તો ડાયરીમાં ગુપ્ત કંઈ નામ બાકી છે
અમારા ભાગની પણ અમે વ્હેંચી દઈ બેઠા
હજી સાકી સુરાલયમાં અમારા જામ બાકી છે
તમે છોડી કદી કોઈ સીતા,મરિયમ અને જેકી
ભલે અર્જુન લૂટાંયાં છતાં યે રામ બાકી છે.
ભરેલા બાગથી ચૂંટી અમારી જાત ને ચૂંથી
છતાંયે ખૂશબૂના રૂપે અમારા દામ બાકી છે
ફના ફિલ્લા મુબારક હો તને એ કૈસ મહોબ્બતમાં
અમારેતો વફા દુનિયા મહીં કૈં કામ બાકી છે
Comments Off
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gazhal_wafa, poem | Tags: ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati poetry, Muhammedali Wafa
EID MUBARAK
ગઝલ:ડાળકી બે ફૂલની—મુહમ્મદઅલી વફા
ડાળકી બે ફૂલની—મુહમ્મદઅલી વફા
સપનો તણા આ વાદળે એ સદા ફરતી રહી,
ઈચ્છા તણાં સહુ ચાકડે ,જિંદગી ઢળતી રહી
આ અંખની કેવી તરસ !સાગરે છિપતી નથી
હોઠો તણી આ પ્યાસ તો જામથી છિપતી રહી
એને હવે ક્યાં રોકવી નામ જેનું જિંદગી!
એતો સમય નાં છાપરા પર ચઢી ગળતી રહી.
છે બસેરો એનો અહીં કાચની ડાળો ઉપર
એ તો સમય નાં પથ્થરોથી સદા ખરતી રહી.
મેંતો ‘વફા’ માંગી અહીં ડાળકી બે ફૂલની
માળા બની કંટક તણી એ મને ડસતી રહી
Comments Off
Posted in કવિતા, ગઝલ, નઝમ, શાયરી, શેર, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri
ગઝલ:બંધમુઠ્ઠીમા.—મુહમ્મદઅલી વફા
બંધમુઠ્ઠીમાં.—મુહમ્મદઅલી વફા
જિંદગી જીવાય ગૈ બંધમુઠ્ઠીમાં.,
આબરૂ સચવાય ગૈ બંધમુઠ્ઠીમાં.
બાગમાં શાને ભરો? રોજ આ પે’રો,
ખૂશબૂ રૂંધાય ગૈ બંધમુઠ્ઠીમાં.
તક મળે એને કદી કયાં કણસવાની,
વેદના મુંગાય ગૈ બંધમુઠ્ઠીમાં.
લેખ કૈં હોતા નથી એ લકીરોમાં,
કિસમતો ધર્બાય ગૈ બંધમુઠ્ઠીમાં.
આપણે સાચે વફા ખૂલવું પડયું,
વારતા સંતાય ગૈ બંધમુઠ્ઠીમાં.
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gazhal_wafa, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, વેદના ક્યાંથી મળી_મો?a>, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati kavita, Gujarati poetry, Gujarati Shayri
ગઝલ:જૂનો હિસાબ માંગે છે-મુહમ્મદઅલી વફા

જૂનો હિસાબ માંગે છે-મુહમ્મદઅલી વફા
બધો જૂનો હિસાબ માંગે છે
અને કોરી કિતાબ માંગે છે
ઉઠાવી હાથને દુઆમાં યે
ખુદાથી પણ અઝાબ માંગે છે
ખતાઓ તો હતી બધી એની
અને મુજથી જવાબ માંગે છે
ભરીને કંટક મુંજ દામનમાં
જુઓ એતો ગુલાબ માંગે છે
ઉજાડી ને અમારું મયખાનું
અમારાંથી શરાબ માંગે છે
વિકટ રાહ રણ નો ધરી અમને
વફાથી રોજ બાગ માંગે છે
Comments Off
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, GujaratiKavita
અછાંદસ:આપણાં મૃતકો—મુહમ્મદઅલી વફા

આપણાં મૃતકો—મુહમ્મદઅલી વફા
આપણા મૃતકો
આપણાં મૃત સૈનિકો
મૃત સંવાદદાતાઓ
દૂર દૂર
રણ વગડેથી
અને અફઘાનનાં ખંડેરોમાંથી
રકત ટપકતી ઝોળી
કે
શબ પેટીમાં
આપણા રાષ્ટ્રિય ઝંડામાં લપેટાયને
આપણાં આંગણે આવે છે
બધી આંખો અશ્રુઓથી ભરેલી
જાણે વહેતી નદી
હૈયાં દર્દ થી વિંધાયલા
સમગ્ર રાષ્ટ્ર શોકમાં ગરકાવ
આહ! કોઈના લાડકાવાયા !
પણ એ ખંડેરિસ્તાનમાં
કેમ મોકલાયા?
રણની રેતી
ખંડેરોના જંગલો
વરસતા બોંબની વર્ષા
ફોસ્ફરસના ધૂમાડાઓ
કલસ્ટર(બોંબ)ના ફૂલો
ડેઝી કટરનીફૂલઝડી
ટેંકો ના શ્વાનો
મિસાઈલના સર્પો
મશીનગનોથી પ્રસુતાયેલી ગોળીઓ
ખંડેરોના જંગલોમાં
ઘવાતા,મરતા
માણસ જેવા લોકો
બાળકો જેવા રમકડાં
એમના સ્વજનોની આંખમાંથી શૂષ્કાયેલું પાણી
રૂદન વિહિનતા
એમની નસોમા થીજી ગયેલું નામનું રકત
એમના ડૂસકામાં વિષાદની શાંતિ
આપણા કેમેરાઓની તાલાવેલી
આપણી બંદૂકના અચૂક નિશાનાઓ
તે બંજર પહાડો
અને બંજર જમીનનાં કણે કણમાં
ધર્બાયલા આપણા બારૂદના ખજાનાઓ
એક મહા અગ્નિ તાંડવ કરે
એના પર આપણા લાલો અને
લલનાઓને ચાલવા
શાંતિની ચિતાઓ ખરીદવા
કોણ મજબૂર કરી રહ્યું છે?
કોણ મજબૂર કરી રહ્યું છે?
કોણ મજબૂર કરી રહ્યું છે?
Comments Off
Posted in અછાંદસ, કવિતા, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: અછાંદસ, કવિતા, ગુજરાતી શાયરી, શાયરી, શેર, Nazam
કવિતા :આ જીવન—નાઝિમ હિકમત,અનુ.વફા
આ જીવન—નાઝિમ હિકમત
જીવવું એ હસવાનો ખેલ નથી
તમારે ઘણી ગંભીરતાથી જીવવું રહ્યું
એક ખિસકોલીની જેમ
મારું તાત્પર્ય એકે જીવનની ઉપરકે એના વર્તુળની બહાર દ્ર્ષ્ટિપાત કર્યા વગર
મારું તાત્પર્ય એકે જીવવું એ તમારો પૂર્ણ વ્યવસાય હોવો જોઈએ
જીવવું એ હસવાનો ખેલ નથી
તમારે એને ઘણી ગંભીરતાથી લેવું જોઈએ
એટલી હદ સુધી કે
તમારા હાથ તમારી પીઠ પાછ્ળ બંધાયેલા હોવા જોઈએ
અને તમારી પીઠ દીવાલથી
અથવા પ્રયોગશાળામાં
સફેદ કૉટ અને સુરક્ષાના ચશ્માં સાથે
તમે લોકો માટે મોત વહોરી લો
એવા લોકો માટે જેના ચહેરા કદી તમે નિરખ્યા નથી
જો કે તમે જીવવાનું જ્ઞાન ધરાવતા હો!
એ ઘણી વાસ્તવિક ખૂબસૂરત વસ્તુ છે
મારું તાત્પર્ય એકે તમારે જીવનને ઘણું ગાંભીર્યથી જીવવું જોઈએ
અહીં સુધી 70 વર્ષની વયે તમે ઓલીવના વૃક્ષો ઉગાડો
અને તે તામારા બાળકો માટે પણ નહીં
અને કારણકે તમે મૃત્યુથી ડરો છો, જે તમે માનતા નથી
કારણકે જીવન! હું માનું છું કે—સખત વજન ધરા વે છે
- નાઝિમ હિકમત(જાન્યુ.15-1902-જુન2-1962) ટર્કીશ કવિ છે.એ નાટ્ય લેખક ,નવલકથાકાર અને સંસ્મરણોના લેખક પણ હતા.એ એમના લેખનનાં સંગીતમય પ્રહવાહો માટે જાણીતા હતા.અને એમને રોમેંટીક સામ્યવાદી અને રોમેંટીક ક્રાંતિકારીથી પણ ઓલખવામાં આવે છે.એમને એમની રાજકીય વિચારધારા માટે ઘણીવાર પકડવામાં આવ્યા હતા.અને એમની પુખ્ત ઉમર મોટા ભાગે જેલ અથવા હદપારીમાં વીતી છે.એમની કાવ્ય રચનાઓ 50 કરતાં વધુ ભાષાઓમાં અનુદિત થઈ છે.
Comments Off
Posted in Achhandaas, અછાંદસ, કવિતા, poem | Tags: અછાંદસ, કવન, કવિતા, કાવ્ય, Gujarati poetry, Kavita
હઝલ:કદી તો પ્યારથી લડશે—મુહમ્મદઅલી વફા
કદી તો પ્યારથી લડશે—મુહમ્મદઅલી વફા
કદી કો’ તીરથી લડશે કદી તલવારથી લડશે,
ન પૂછો એમને !એ આંખડીની ધારથી લડશે.
નથી એની જરૂરત કે સદા ખૂનો ખરાબા હો,
હમેશા એ ભલા લડશે, કદી તો પ્યારથી લડશે.
તજી દુનિયા સદા દેશે, ફકીરી પેહરણ ઓઢી,
પછી દુનિયા તણાં લોકો તરફ એ ભારથી લડશે.
જિવનનાં બાગની દુનિયા ઉજાડી એ પ્રથમ દેશે,
પછી જે પણ બચેલા ખાર છે એ ખારથી લડશે .
બધી એ યાતનાઓનો ઝમેલો આવતો જ્યાંથી
કદી તો એ હવાઓથી કદી તો દ્વારથી લડશે.
પડી ગૈ છે વફા જેને સતત ઝઘડા તણી આદત
કદી એ જીતથી લડશે, કદી તો હાર થી લડશે.
Comments Off
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, હઝલ, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: ગઝલ, શાયરી, શેર, હઝલ, Gujarati Gazhal, Gujarati kavita, Gujarati Shayri
ગઝલ:રકત રાતું રેડવાનું છોડ તું—મુહમ્મદઅલી વફા

રકત રાતું રેડવાનું છોડતું—મુહમ્મદઅલી વફા
એક એનું મૌન જ્યાં પડઘાય છે.
શબ્દનાં ત્યાં હોઠ ધ્રૂજી જાય છે
આયનો આ એકલો રડ્યા કરે
જ્યાં તને નિરખે જરા મલકાય છે
સંઘરી લે તું બધા નાળાં નદી
આ ઘડો તો ઝાંઝવે છલકાય છે
ચૂંથવાનો એ હુનર છે આપનો
ફૂલ તો કચડાયને મ્હેકાય છે
રક્ત રાતું રેડવાનું છોડ તું
હાથની મ્હેંદી વફા નંદવાય છે
Comments Off
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, GujaratiKavita
ગઝલ:આંબવાના પાન છે પીંખાયેલા—મુહમ્મદઅલી વફા

આંબવાના પાન છે પીંખાયેલા—મુહમ્મદઅલી વફા
છે બધા ફૂલો અહીં સૂંઘાયેલા
ઝાકળ તણા અશ્રુએ ભીંગાયેલા.
હાથમાં લાગ્યું, કશે હૈયા ઊપર
ખૂનથી છે હાથ સૌ ખરડાયેલા
ધર્મની આંખો થકી કંટક ફૂટે
નફરત તણા બીજ છે ધરબાયેલા
એ ફરે છે નાથ થૈ આ ધરતીનાં
હાથ થી કૈં નાથ છે રેં’સાયેલા
કોયલો પણ ડાળખી ઊપર રૂએ
આંબવાનાં પાન છે પીંખાયેલા
રકતની રાતી નદી છલકાઈ ગૈ
ગામ શેરી માર્ગ સહુ રેલાયેલા
તું વફા આ ઘાવ શાને ખોલે છે?
આ નગરના માણસો હડકાયેલા
Comments Off
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa
મુકતકો:મુજરા કરાવશો—મુહમ્મદઅલી વફા
મુજરા કરાવશો—મુહમ્મદઅલી વફા
આ હાથમાં ઢેખાળા શોભે નહીં
ઘડપણ મહીં આ ચાળા શોભે નહીં
નિજને વફા લો સાચવી હિંમત કરી
ઘોડો જશે તો તાળાં શોભે નહીં
***************************
શું હવે ઘડપણમાં બધાને નચાવશો
મૌલવી સાહબથી પણ મુજરા કરાવશો
ચીજ કોઈ શેહ શરમ રહી નથી વફા
બાનકાબી બાનુ કને ઠુમકા લગાવશો
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: ગુજરાતી શાયરી, છંદ, મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa
ગઝલ:આ શબ્દ રણ—મુહમ્મદઅલી વફા

આ શબ્દ રણ—મુહમ્મદઅલી વફા
અર્થનાં ખૂંપી ગયા આજે ચરણ,
કેમ અહિ ઠલવાય છે આ શબ્દ રણ.
હા કદાચિત એ પડી ગૈ છે ખબર,
એટલે ભાગી ગયાં ઈચ્છા હરણ.
કો બચી શકતું નથી એ હાથ થી,
આરઝૂની કૂખમાં ફરતું મરણ.
એ નિકળતો સાગર તણી લૈ તરસ,
જીવવા એને મળી બે ચાર ક્ષણ.
એવફા અંતિમ હશે તારી સફર,
ઊંચકી તુજ ને જશે બે ચાર જણ.
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, ગુજરાતી શાયરી, મુહમ્મદઅલી વફા, વેદના ક્યાંથી મળી_મો?a>, શાયરી, Gazal, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa
ગુજરાતી શાયરી:( મુકતક )રંજાડતા રહો—-મુહમ્મદઅલી વફા
રંજાડતા રહો—-મુહમ્મદઅલી વફા
વેદના થોડી જરા ઊગાડતા રહો
ને બને તો દિલ જરા રંજાડતા રહો
ખ્યાલ તો રાખો કદી મિત્રો તણો વફા
જખ્મ ને પણ હાથ થી શણગારતા રહો
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુકતક, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, મુકતક, મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati kavita, Gujarati poetry, Gujarati Shayri, Shero shayri
અવસાદ માં –મુહમ્મદઅલી વફા
અવસાદ માં –મુહમ્મદઅલી વફા
જીંદગી વેરાય ગૈ વિખવાદમાં
જખ્મ સૌ આહો ભરે અવસાદ માં
આંખમાં કૈં વાદળો ફરતા હતા
વેદના વરસી પડી વરસાદ માં
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુકતક, શાયરી, શેર, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુકતક, મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, GujaratiGazhal, MuhammedaliWafa
ગઝલ :અફવા હશે—-મુહમ્મદઅલી વફા
અફવા હશે—-મુહમ્મદઅલી વફા
શબ્દો મહીં ગોપિત બધી ગાથા હશે,
કંઈ નહીં, કૈં તો હશે, અફવા હશે.
સોગાત કોઈ એમની આવી પડી
હૈયું બળી રહ્યું અહીં, લાવા હશે.
લો ફસલ પણ ઉતરી રહી આ ગામમાં
લોહી હશે, આંખો હશે, માથાં હશે..
વાડા થયા ધર્મો તણા નામે બધા
શોણિત તણાં રંગો બધા રાતા હશે..
ભટકે વફા જંગલ બયાબાંમાં ભલા
પથ્થર હશે, ઝાડી હશે ,કાંટા હશે.
ખીલી ગયું આ રણ મહીં કો ફૂલ જો!
વેરાયલા હેતો તણાં છાંટા હશે.
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, GujaratiKavita, Muhammedali Wafa
ગઝલ :સાથ આપ્યો છે—-મુહમ્મદઅલી વફા
સાથ આપ્યો છે—-મુહમ્મદઅલી વફા
ટપકતા ખૂનના ટીપે કદીતો હાથ આપ્યો છે.
અમારા દર્દને જોવા બધાએ સાથ આપ્યો છે
કરી હું દૂર એને દઉં હવે એ શક્ય પણ ક્યાં છે
અમારી આ મ્હેકતી વેદનાને ઘાટ આપ્યો છે.
બધે બધથી ભલા રખડી અમારે દ્વાર જ્યાં આવી
ગણી સંવેદના ખુદની અમેતો વાસ આપ્યો છે.
વણી તણખા બધે બધથી કદી ડાળે બને માળો
તરત ત્યાં શત્રુતાની વીજળીએ દાહ આપ્યો છે.
વફા ટપકી ખરે પડ્યાં ઉઘાડી આંખથી અશ્રુ
કદી દિલને અમારા ચાહનારે ડાઘ આપ્યો છે.
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, GujaratiKavita, Muhammedali Wafa
ગઝલ :ઉમરનો બોજ લૈ—મુહમ્મદઅલી વફા
ઉમરનો બોજ લૈ—મુહમ્મદઅલી વફા
ચઢાણ પહાડનું છે આકરું પણ ચઢવાનું,
ઉમરનો બોજ લૈ રહ્યું હવે તો ફરવાનુ.
ભલેને શાનથી એ દિવસભર અહિ ધમકે છે,
જરા આ સાંજ જ્યાં ઢળશે ભલા સૂરજ ડુબવાનું.
કદી કો સાથમાં કયાં લૈ ગયું માલો દોલત,
મળે તો બસ કફનથી કબર માંજ ધરબવાનું.
બહારોની ફિજાંમાંતો રહેવાનાં સાથે
ખિજાંની જામતા મોસમ ગુલોએ ખરવાનું
સબંધોની બધે ભીંતો ઉભી છે ચારે દિશ,
હવે ક્યાં સેતુ કોઈ દિલ મહિ ચણવાનું.
વફા છોડી હવે તો મય કશી મેં તો સાચે,
નહીં તો પગ મહીં રઝળી રહ્યું છે મયખાનું.
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુહમ્મદઅલી વફા, શાયરી, Gujarati Gazhal, Gujarati kavita, Gujarati poetry, Gujarati Shayri
કહાણી—મુહમદઅલી વફા
કહાણી—મુહમદઅલી વફા
કહેતા ફરોના બધાને કહાણી
કહેશે કદી’કો શબદની ઉજાણી
અને એ કહાણી મહીં એકજ વિષય
હતો એક રાજા અને એક રાણી
Comments Off
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, મુકતક, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, મુકતક, મુહમ્મદઅલી વફા, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, GujaratiKavita
ગઝલ:સમણાંની શોધ છે—મુહમ્મદઅલી વફા
સમણાંની શોધ છે—મુહમ્મદઅલી વફા
આવ્યાં નહીં એવા હવે સમણાંની શોધ છે
સર્જાય નહિ એવી બધી ગાથાની શોધ છે.
લૈને વહાવી જાય એ દર્દોના ઝાંખળાં
મનને અમારા હેતનાં ઝરણાંની શોધ છે
વસ્ત્રો નથી કૈં ફાવતા ગોપીઓને હવે
સાચું કહું તો એમને કાનાની શોધ છે
વાણો ફરી રહ્યો અહીં દર્દો નો ભાર લૈ
આપી શકે કાંધો જરા તાણાની શોધ છે
હા કોકનું તો એમણે રહ્યું છે કાપવું
નિર્દોષ એવા કોકના માથાની શોધ છે
આપી દિયે જે દિલ થકી દિલને પણ હે વફા
દિલને હવે એવા વફા દાતાની શોધ છે
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati poetry, GujaratiKavita
ગઝલ:પ્યારમાં મળતો રહું—મુહમ્મદઅલી વફા
ગઝલ:પ્યારમાં મળતો રહું—મુહમ્મદઅલી વફા
ને કદી ત્યહવારમાં મળતો રહું,
એ પછી કૈં પ્યારમાં મળતો રહું.
હું કદી ઇકરારમાં મળતો રહું
ને પછી ઇઝહારમાં મળતો રહું
એકદમ વિચ્છેદ તો શા કામનો,
હું તને વ્યહવારમાં મળતો રહું.
કોક સપનામાં મળે ટૌ’કો મને,
હું સકળ સંસારમાં મળતો રહું.
હાજરી તારી બધે બધ છે અહીં,
કોઇપણ વિસ્તારમાં મળતો રહું.
એક તું ,બસ એક તું , તું છે ખુદા,
તુજ વફા દરબારમાં મળતો રહું.
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, GujaratiGazhal, Muhammedali Wafa, Sher, Shero shayri
ગઝલ:અંતર કપાય ના—મુહમ્મદઅલી વફા
અંતર કપાય ના—મુહમ્મદઅલી વફા
તે દૂરના ડૂંગર તરફ અમસ્તા જવાયના,
રળિયામણાં એ દૂરથી એને ચહાય ના.
ને સૂરમાં માં તો રમે પથ્થર તણો ભુકો,
એ આંખને ચીરી દિયે જો એ પિસાયના.
આ પ્રેમ પાણી સંગનો છે સાચવી કરો,
તાણી જશે ઉંડાણમાં જો ત્યાં તરાય ના.
રસ્તાય અમને ટ્રેડ મિલ જેવા અહીં મળ્યા,
ચાલ્યેં સતત અહિ આપણે , અંતર કપાય ના
. પીશો વફા એ કેટલું એનો ન તાગ કો,
ઝરણું વફા એ પ્રેમનું એને નથાય ના.
Posted in नजम, એક શેર, કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa, MuhammedaliWafa, Sher, Shero shayri
ગઝલ:પ્યાસે મરતા હરણ પણ જો -મુહમ્મદઅલી વફા
પ્યાસે મરતા હરણ પણ જો -મુહમ્મદઅલી વફા
આ તરફ પણ જો અને તે તરફ પણ જો,
આભથી ઝરતી અગન ને બરફ પણ જો.
હાથમાં લૈ કો ફરે છીપો તણા છળ
કોક તળિયેથી ઉઠાવે સદફ પણ જો
આમ શું જોયા કરે આનંદનો દરિયો
વેદનાથી ફૂટતા કો’ ઝરણ પણ જો.
જિંદગીને જોઇતેં જે સહજતાથી,
એ સહજતાથી હવે આ મરણ પણજો.
પ્રેમ નો મસલો હતો કે’વાય શું ગયું ?
ગાંડપણ પણ જો અને શાણપણ પણ જો .
તું ઘડો લૈ આમ બેસે ક્યાં ‘વફા’ અહિ,
ઝાંઝવા જો, પ્યાસે મરતા હરણ પણ જો.
Comments Off
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, મુહમ્મદઅલી વફા, શાયરી, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, MuhammedaliWafa
ગઝલ નામના પત્રો–મુહમ્મદઅલી વફા

(મુખપૃષ્ઠ. ડીઝાઈન:શ્રી દીલીપભાઈ ગજ્જર લેસ્ટર,યુ.કે.)
Click the below URL to listen this Gazhal recited by the poet on 28th March2010 in a program in Mississauga,Canada.
http://www.youtube.com/watch?v=QfY2n7i-VHs

(કોને મળું? -34)
Posted in એક શેર, કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, મુશાયરો, મુહમ્મદઅલી વફા, શાયરી, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, GujaratiKavita
ગઝલ:કારણ બનીને આવતું—મુહમ્મદઅલી વફા
કારણ બનીને આવતું—મુહમ્મદઅલી વફા
રાહની રજકણ બનીને આવ તું,
આંખમાં કામણ બનીને આવ તું.
આગમન આ આપનું મધ મધ રહે,
કોઈ પણ કારણ બનીને આવ તું.
ઝેર છે રેડાયલું સહું અંગ મહિ,
આવ તુ, મારણ બનીને આવ તું.
જો બધે નફરત તણો લાવા વહે,
કોક દી ઠારણ બનીને આવ તું.
દિલતણા ટૂટી રહ્યા છે કાંગરા,
તું વફા ઝારણ બનીને આવતું
Comments Off
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, મુશાયરો, મુહમ્મદઅલી વફા, શેર, Gujarati Gazhal, Gujarati kavita, Gujarati poetry, Muhammedali Wafa
ગઝલ:હિજાબ બદલે છે—મુહમ્મદઅલી વફા
ગઝલ:હિજાબ બદલે છે—મુહમ્મદઅલી વફા
રોજ એ લિબાસ બદલે છે,
જિંદગી મિજાઝ બદલે છે.
ફૂલને ખરી જવું પડ્યું
રૂપ આ બહાર બદલે છે.
આંખમાં વહે એજ અશ્રુઓ,
દિલ કદી વિષાદ બદલે છે
દર્દની ઘણી કથાઓ છે,
લાગણી હિજાબ બદલે છે.
વારતા ન થૈ શકી પૂરી
નિત નવા વિચાર બદલે છે.
સબક જયાં થયો જરા પાકો
એ ફરી સવાલ બદલે છે.
એક તો હતો ફકત પ્રશ્ન
રોજ એ જવાબ બદલે છે
આ વફા તણી સરકતી કેડી,
કદમ ક્યા ધરાર બદલે છે?
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, Gujarati poetry, GujaratiGazhal, GujaratiKavita, MakhdoomMohyuddin, Muhammedali Wafa
ગઝલ:વાતમા ને વાતમા-મુહમ્મદઅલી વફા
વાતમા ને વાતમા-મુહમ્મદઅલી વફા
એની ખબર પણ નારહી એમની સંગાથમા
આ કાફલા દિલના લુટાયા વાતમા ને વાતમા
જો જાણહો એ શત્રુની બાખબર થૈ જાત હું
હમદરદ સૌ બેસીગયા છે હર ગલી મા ઘાટમા
પાલવ બચાવીને સતત એટલાચાલ્યા અમે
તોયે થયા ભીના કદી એ પ્રથમ વરસાદમા
આ પાંદડા ખરતાં રહ્યાં રાંક એ જોતો રહ્યો
રોકે હવે પાનખરને કોણ કાળી રાતમાં
છે એ વિષય શ્રધ્ધા તણો એ થકી શુભ નીકળે
જુઓ કમળ ખીલી ગયું કાદવોના હાથમા
એવું નથીકે એ વફા સાથ કૈં દેતાં નથી
આ કંટકોનો સાથછે પુષ્પના પમરાટમા
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, મુકતક, મુશાયરો, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, મુશાયરો, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati kavita, Gujarati Shayri, GujaratiKavita, Muhammedali Wafa, Shayri, Sher, Shero shayri
ગઝલ:મારા વગર-મુહમ્મદઅલી વફા
મારા વગર-મુહમ્મદઅલી વફા
મેં ઘણું જીવી લીધું મારા વગર,
ને ઘણું પામી લીધું તારા વગર.
ક્યાં હશે તે બાળપણનાં છીપલાં,
હું નદી શોધી રહ્યો ધારા વગર.
ફૂલ નહિ તો કાંટાઓ પણ ચાલશે,
આભ આ શોભે નહિ તારા વગર.
કાળજું આ વજ્રસમું ના પીગળે,
આંખના આ અશ્રુઓ ખારા વગર.
આ વફાને દોસ્ત હડસેલો નહીં,
ખોટ વર્તાશે કો’દી એના વગર.
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati kavita, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa
ગઝલ:ઝાંઝવાની પ્યાસ છે—મુહમ્મદઅલી વફા
ઝાંઝવાની પ્યાસ છે—મુહમ્મદઅલી વફા
આ તમારા બાગમાં કેવો વિરોધાભાસ છે,
કંટકોના આંગણે ફૂલો તણો પણ વાસ છે.
તણખલું એને ગણીને હરદમ ઉવેખો નહીં,
કસ્તુરી જેને કહો છો એ હકીકી ઘાસ છે.
એ હવાની છે કરામત1 ફેફસાંમાં જયાં વહે,
જીવતું કે’વાય એ તો જ્યાં સુધી કે શ્વાસ છે.
પી જશે કૈ કેટલાએ જિજીવિષાના સાગરો,
એ રણોના હોઠમાં તો ઝાંઝવાની પ્યાસ છે.
હું વફા ઢૂંઢું તને જંગલ અને રણના થરે,
એ ખુદાતો આપણી ઘોરી નસોથી પાસ છે.
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati kavita, Gujarati poetry, Gujarati Shayri, GujaratiKavita, Muhammedali Wafa, Shero shayri
ગઝલ:કંડારી શક્યું—–મુહમ્મદઅલી વફા
કંડારી શક્યું—–મુહમ્મદઅલી વફા
રૂપ તારું જે હશે કોઈના ઢાળી શક્યું,
લાખ તૂટ્યા પથ્થરો ના કો’ કંડારી શક્યું.
થૈ ગયા બે ભાન મુસા એકજ કિરણ જ્યાં મળ્યું
પથ્થરો રેઝા થયા કોઈ ના ભાળી શક્યું.
વર્ષો થકી લાગેલ જે અગ્નિ આ હૈયા મંહીં,
કેટલું આ વારિ વરસ્યું, પણ નહિ ઠારી શક્યું.
જ્યાં ખલીલ ઉભા થયા તૌહિદનો દીપક લઈ,
અગ્નિ તે નમરૂદનો ક્યાં એ વદન બાળી શક્યું.
વિષ નફરત તણું વફા કાતિલ કેવું હશે
સ્મિત નું આ વાદળું એને ના ગાળી શક્યું.
રેઝા=ભુકો
મુસા=નબી મુસા (અલૈ)
ખલીલ=નબી ઈબ્રાહીમ (અલૈ)
નમરૂદ=ઇબ્રાહીમ(અલૈ.)ના જમનાનો ઝાલિમ બાદશાહ
તૌહિદ=એકેશ્વર વાદનો સંદેશ
Posted in ગઝલ | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati kavita, Gujarati poetry, Gujarati Shayri, GujaratiGazhal, Muhammedali Wafa
ગઝલ:ખળ ખળ માં—મુહમ્મદઅલી વફા
ખળ ખળ માં—મુહમ્મદઅલી વફા
મુકદ્દરની લકીરો પણ હતી આડી જરા કળ માં,
અમારી પ્યાસ પણ છીપી નહીં, રે’વાં છતાં જળ માં
અમે દર્દો વિના કૈં પણ અહીં વ્હેંચી નહીં શક્યાં,
અમારી જિંદગી પૂરી થઈ રંગીન સહુ છળ માં
ઉભય એ સામ સામે આવતાં- બોલી નહીં શક્યાં,
ઘણાં વર્ષો તણો ઇતિહાસ ભજવાયો ફકત પળ માં
સુરાહીમાં હૃદયની પ્રેમનું ટીપું નહીં નાંખ્યું,
હવે શોધો ન સંવેદન મળેલા જામનાં તળ માં
જરા આ કાન સરવા રાખશો તો, સાંભળી શકશો,
’વફા’ જીવન વહી ચાલ્યું નદીના શાંત ખળ ખળ માં
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: 'Gujarati Shayeri, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, MuhammedaliWafa
ગઝલ:ઉઠાવીને ચાલશું-મુહમ્મદઅલી વફા
<
ઉઠાવીને ચાલશું-મુહમ્મદઅલી વફા
કલ્પનાની પાંખે ઉઠાવીને ચાલશું
ખ્વાબ તારા આંખે ઉઠાવીને ચાલશું
પ્રેમની ચિનગારી સતત હૈયા મહિ લઈ
ને પછી એ હાથે ઉઠાવીને ચાલશું
બંધ દરવાજા ચમનના આડે તોય શું
મ્હેક દરિયો શ્વાસે ઉઠાવીને ચાલશું
શાયદ થશે પથ્થર થકી સ્વાગત શહર મહિ
ફૂલદાની માથે ઉઠાવીને ચાલશું
ઝીલવા નહિ દૌં હું તને નફરત નું વજન
બોજ દિલનો , સાથે ઉઠાવીને ચાલશું
કોણ ઓળખવાનું વફા તુજને નગર મહિ
કંટક કફન કાંધે ઉઠાવીને ચાલશું
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: ગઝલ, ગુજરાતી શાયરી, મુહમ્મદઅલી વફા, વેદના ક્યાંથી મળી_મો?a>, શાયરી, Gujarati Gazhal, Gujarati kavita, Gujarati poetry, Gujarati Shayri, Kavita, Urdu Gazhal
ગઝલ: આખો સમંદર તરે—મુહમ્મદઅલી વફા
આખો સમંદર તરે—મુહમ્મદઅલી વફા
વાદળોની પાંખ પર આખો સમંદર તરે,.
ને હવા આ બાગની આખી ફસલ લૈ ફરે.
ઘૂવડ તણા કાનમાં ગીતો વસંતી નડે,
કોકિલા તો પાનખરના યૌવનો પર રડે.
ફૂલની તે ખેવના ઝાકળના હૈયે વસી,
રાતના મોતી બની એ પાંદડીએ ખરે..
કંટકોની માવજત આખર સુધી ત્યાં રહી,
ફૂલ તુટ્યાં, ડાળ તૂટી, મ્હેક આહો ભરે.
તીર પણ આવે કદી મિત્રો તણા હાથ થી,
પણ વફા છાતી મળી પોલાદની, ક્યાં ડરે?
Comments Off
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, મુહમ્મદઅલી વફા, Gujarati Gazhal, Gujarati kavita, Gujarati poetry, Gujarati Shayri, MuhammedaliWafa, Shero shayri
ગઝલ:શબ્દનો ખાલી ઘડો ફૂટી ગયો—મુહમ્મદઅલી વફા -
શબ્દનો ખાલી ઘડો ફૂટી ગયો—મુહમ્મદઅલી વફા
શબ્દનો ખાલી ઘડો ફૂટી ગયો
અર્થનો સંચાર પણ ખૂટી ગયો.
મુખ રાખો બંધ કે ખોલો હવે
ભેદ તો આ આંખથી ઊગી ગયો
શોધવાની ખ્વાબમાં એ ચીજ ક્યાં
આંખમાં સીધો ભરમ સરકી ગયો
હોય ક્યાં એ છાંયડાની લાગણી
સૂર્ય જ્યાં ઢળ્યો ભલો રૂઠી ગયો
પ્રેમના ના પારખા કરશો વફા
હોઠ મીરાંનો ઝહર ચૂસી ગયો
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, મુહમ્મદઅલી વફા, Gujarati Gazhal, Gujarati kavita, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa
મુકતક:માણસ હતા—મુહમ્મદઅલી વફા
માણસ હતા—મુહમ્મદઅલી વફા
એ બધા હૈયા તણા આરસ હતા
પ્રેમના સાચે બધા પારસ હતા
આ શહરમાં જેટલા પણ રોડ છે
ભૂતમાં એ તો કદી માણસ હતા.
ખાલી કરો:મુહમ્મદઅલી વફા
ભાડા તણું ઘર હવે ખાલી કરો
આખંડહરનું દર હવે ખાલી કરો
મરતાં સિકંદર સબક આપી ગયો
બાંધેલ આ કર હવે ખાલી કરો
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુકતક, મુશાયરો, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, મુકતકો, મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati poetry, GujaratiKavita, Muhammedali Wafa, Shero shayri
ગઝલ:પ્યાસનું ટોળું.—મુહમ્મદઅલી વફા
પ્યાસનું ટોળું.—મુહમ્મદઅલી વફા
જુઓ ઉપર ને ઉપર જાયછે આ આભનુ ટોળું
અને એકી ટશે નિરખી રહ્યુંછે આશનુ ટોળું.
હવે હું કઈ રીતે આ ભીડમા મારોજ સ્વર શોધું
ખરે છે માણસો ના રૂપમા કો સ્વાસનું ટોળું.
સ્વજન મિત્રોને સ્નેહીઓ ભલા જઇ શોધવા ક્યાંથી
જુઓ ને આવજોમાં ખદબદે છે હાથ નું ટોળું.
તમે મેકઅપ કરોછો કે ઉગાડો રૂપની ખેતી
કહીં ઉગી ન નીકળે ગાલ પર આ આંખનુ ટોળું.
તમે સાકી પરબ આ ઝાંઝવાની લઈને કયાં બેઠાં
તમારા દ્વાર પર ભટકયા કરે છે પ્યાસનું ટોળું.
ઘણું ઊડવાની હોડોમા ગયા ચહેરા બધા ભૂલી
જુઓ આકાશમા પંખી ઉડે કે પાંખનું ટોળું.
‘વફા’ચંપા તણા ફૂલો તમે વાવીને શુંકરશો
ભ્રમર આવી નહીં શકશે નેફરશે નાગનું ટોળું.
(સૌજન્ય: કોને મળું?પુ.60)
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, મુહમ્મદઅલી વફા, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, GujaratiKavita, Muhammedali Wafa, Shero shayri
ગઝલ:સમજાયો નહીં—મુહમ્મદઅલી વફા
ફેલાય ગૈ—વફા
<
અફવા હતી એટલે ફેલાય ગૈ
સાચી હતી વાત તે ધરબાય ગૈ
ફૂલો હતાં આપના કાગળ તણા
દિલની કળી સાચની મ્હેકાય ગૈ
સમજાયો નહીં—મુહમ્મદઅલી વફા
નથી કોઈ જગા એવી સતત એ ચર્ચાયો નહીં,
ઘણી વેળા ઘણાને એજ સાચે સમજાયો નહીં.
જિવન ભર દોડતો રહ્યો સદા મૃગજળનાં દ્વારપર
મળે છે દ્વારથી જેના કદી કર લંબાયો નહીં.
સખાવત આ ચમનની જો, વહેંચી દે ખુશ્બૂ બધી,
અને આ માનવીથી પ્રેમ થોડો વ્હેંચાયો નહીં
ખુદાની કેટલી નેમત વફા માણી લીધી અહીં,
છતાં આ જીવ! ના શુક્રો ભલા ક્યાં હરખાયો નહી.
હતો એ તો સરળ તોયે ગણી શક્યા ના ઉમરભર
વફા આ દાખલો પ્રણય તણો કેમ ગણાયો નહીં.?
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, ગઝલ, માંગી જુઓ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri
ગઝલ:બન્ને તરફ—મુહમ્મદઅલી વફા
આ તો સમય નું ઉંટ છે એને વિસામો કયાં મળે,
ઓ મુસાફર રણનો બધો વિસ્તાર ના લઇને ફરો.
<બન્ને તરફ—મુહમ્મદઅલી વફા
શબ્દ ફેરા ખાય છે બન્ને તરફ,
મૌન પણ સચવાય છે બન્ને તરફ.
એમનું ખૂલતું નથી મોઢું હજી,
અર્થ પણ અટવાય છે બન્ને તરફ.
કો ગુલાબી ખ્વાબ ત્યાં આવી ગયો,
તીર અહિ ખૂંપાય છે બન્ને તરફ.
કૈક તો કે’વું હતું ,પણ શું કહે?
જીભ આ થરડાય છે બન્ને તરફ.
હો ભલે ને શાંત આ ચ્હેરા રહે
આગ તો ભડકાય છે બન્ને તરફ.
તું વફા મોઢું હવે ના ખોલતો,
હોઠ બસ કંપાય છે બન્ને તરફ.
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, મુશાયરો, મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, Muhammedali Wafa
ગઝલ:કૈં નથી કહેતા—મુહમ્મદઅલી વફા
કૈં નથી કહેતા—મુહમ્મદઅલી વફા
તમારી આઁખડીના આ ઇશારા કૈં નથી કહેતા.
થયુઁછે શું હવે આ બોલનારા કૈં નથી કહેતા.
અમે આ આંગળીઓ ડાળકીએ જઇ જરામૂકી,
અમારી યાદનાગુલ ખાળનારા કૈં નથી કહેતા.
રહીછે ચુપ આ આંખોને હોથે મૌનના ડુંગર
રગે રગમા આ તણખા વાવનારા કૈં નથી કહેતા.
બધી અફવા રચાઇછે રહી આ મૌનના ઓઠે,
છતાં એ તહોમતોને ઓઢનારા કૈં નથી કહેતા.
કદીતો એક ખામોશી દિયે આખો ભરમ ચીરી,
કદી શબ્દો તણા શ્રુંગ તોડનારા કૈં નથી કહેતા.
ગયા ટહુકા,ગયાગીતો,ગયાગુલશન,ગયાફૂલો,
જુઓ બુલબુલ નીઆંખો લુંછનારા કૈં નથી કહેતા.
બધા ખામોશછે આજે બધી આંખે દરદભીના,
ગયું છે કોઇ હમણા પણ જનાર કૈં નથી કહેતા.
“વફા”મા જિંદગી ની મ્હેક ને ફેલાવવા કાજે
દિલોને ધુપ સળી સમ બાળનારા કૈં, નથી કહેતા.
Click to listen the folowing URL
http://www.youtube.com/watch?v=ITezyAgL-sU
(કોને મળું ?-પુ. 139)
Posted in એક શેર, કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, MuhammedaliWafa, Sher, Shero shayri
ગઝલ:હીર એનું નામ છે—મુહમ્મદઅલી વફા
હીર એનું નામ છે—મુહમ્મદઅલી વફા
ખડકાયલો આ બારણે પાષાણનો સામાન છે
ને આપણા ઘરમાં બધા આ કાચના મે’માન છે
વદવું કદી કૈં હોય તો આ કાન માં કે’જો સનમ
કોઈ ભરોસો ના કરો, દીવાલને પણ કાન છે
ટપકી પડે જે રૂપથી ના એ હકીકત, વંચના
મેળો બધો બેચાર દિન નો તે પછી નાકામ છે
મૂડી ઘણી ઓછી અને વેપાર છે શબ્દો તણો
ગાગાલગા ની આરસી દેનાર સૌ બદનામ છે.
મુસ્તફઇલુન, મુસ્તફઇલુન , મુસ્તફઇલુન હે બાળકો
(ગાગાલગા-ગાગાલગા-ગાગાલગા-ગાગાલગા)
છે એ ગઝલમાં સોળ અક્ષરોનો ભલા પયગામ છે.
એ છે રજઝ, માત્રાય અઠ્ઠાવીસ એની છે રહી
હિંદી મહીં એ છંદ રહ્યો, હીર એનું નામ છે.
ના લય મળે ,ના છંદ મળે એને ગઝલ શાને કહો?
મય ગઝલનું ક્યાં મળે? કાણું ભલા એ જામ છે.
મેં ચંદ્રકાન્તને ફરી એમના પેલા બે શબ્દો (ઓનેસ્ટીઅને ઇંટિગ્રીટી)તરફ દોરવા સારું , કહ્યું: તે સિવાય મારો અનુભવ એવો છેકે કોઈ કવિ કે શાયર-વીસ-વીસ-ચાળીસ વર્ષો સુધી પદો લખ્યા કરતો હોય છે,તેમાં કાવ્ય પ્રકારની જેમ છંદ –બેહરનાય લોચા હોય છે,સવાલ એ છે કે એ કવિ કે લેખક ,ચાહે તો ફકત ત્રીસ –ચાળીસ કલાકમાંજ કાવ્ય પ્રકારો તેમ જ છંદશાસ્ત્ર કે અરુઝનું વધુ નહિ તો આવશ્યક એવું પ્રાથમિક જ્ઞાન મેળવી શકે છે.પણ તેમ કરતો નથી.તેનું શુંકારણ હશે? જવાબમાં ચંદ્રકાન્ત માત્ર એકજ શબ્દ બોલ્યા. ‘ઉતાવળ.’….
હા,ઉતાવળ. બધાને સાહિત્યમાં નામના કાઢવાની ઉતાવળ છે.ઇમાનદારી નથી,પ્રમાણિકતા નથી,વાંચન નથી,મનન નથી,અધ્યયન નથી.ઓછી મૂડીએ મોટો વેપલો કરી ધરખમ નફો લેવો છે.વાડાબંધી કે ચમચાગીરી દ્વારા પોતાની સફળતાનાં દ્વારો ખોલવાંછે.તપ નથી કરવું,તપસ્યા નથી કરવી, ………(લેખ વાંચો)
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, Gujarati kavita, Gujarati poetry, Gujarati Shayri, GujaratiGazhal, Muhammedali Wafa
ગઝલ:પ્યારનું નાટક કરે ..—મુહમ્મદઅલી વફા
પ્યારનું નાટક કરે ..—મુહમ્મદઅલી વફા
કાતિલ હવે લાચાર નું નાટક કરે .,
શત્રુ અમારા પ્યારનું નાટક કરે ..
તાજાં બધા આ જખ્મ ને ખૂની ધરા
આ કંસ તો મક્કારનું નાટક કરે ..
ચૂકે કદી ના કો રસમ ધોકા તણી
રેં’સી ગુલોને ખારનું નાટક કરે .
મોકો મળે તો રક્ત માસૂમનું ચૂસે
જીતી જઈને હારનું નાટક કરે. .
ભૂખ્યા વરુની જાત એ સાચે વફા
ચૂંથી હૃદય, દિલદારનું નાટક કરે .
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati kavita, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa
મુકતક:ફકીરી–મુહમ્મદઅલી વફા
ફકીરી–મુહમ્મદઅલી વફા
મળી ગૈ તને પણ અજબની વજીરી
જિવાયું જિવન પણ લકીરી લકીરી
ભતકતી રહી જંગલોમા હવસ પણ
હવે કોણ એને કહેશે ફકીરી
તણખા ન તોડ તું—મુહમ્મદઅલી વફા
નથી પૂરો થયો માળો હજી તણખા ન તોડ તું
હજી છે ડાળ આ કુમળી ભલા એને ન છોડ તું
હજી આ પાંખ તારી છે અશકત ના છેડછાડ કર
ધર જરા ધીરજ હજી તું બક આ બધી ન હોડ તું
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, મુકતક, મુશાયરો, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, કાવ્ય, ગુજરાતી શાયરી, મુકતક, મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati kavita, Gujarati poetry, Gujarati Shayri, Shero shayri
ગઝલ:હૃદયની પાસમાં—મુહમ્મદઅલી વફા
હૃદયની પાસમાં—મુહમ્મદઅલી વફા
હું તને શોધું જઈ કેટલા આવાસમાં.
તું અહીં આવી વસે આ હૃદયની પાસમાં,
બોલવાનો સમય સાચે હવે ચાલ્યો ગયો,
ચૂપકીદી સતત વર્તાય એના સ્વાસમાં.
કેટલાં જામો ભલા છે જુઓ ભર્યાભર્યા,
ક્ષતિ ડોકાય તુજ મયકશ અહીં તો પ્યાસ માં.
હાથતાળી તે છતાં તેં દઈ દીધી મને,
આપણે બે ફકત ત્યાંતો હતાં વનવાસમાં.
જાળવી મર્જાદગી એણે તને પાછી ધરી,
તે છતાં લંકા કરી તેં અગનના પાશમાં.
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, માંગી જુઓ, મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, Muhammedali Wafa
ગઝલ:એક જણ ને જોઉંછું—મુહમ્મદઅલી વફા
એક જણ ને જોઉંછું—મુહમ્મદઅલી વફા
હું કદી મારા ચરણને જોઉંછું
તે પછી ઇચ્છા હરણને જોઉંછું
શું હશે આ શક્યતાના વૃક્ષ પર
ઝાંઝવા સાથેજ રણને જોઉંછું
કેટલો લાંબો હશે મંઝિલ નો પટ
જિંદગી માથે મરણને જોઉંછું
એક આશા જીવતી મજબૂર થઈ
ડૂબતા હાથે તરણને જોઉંછું
આ બધા નિરખે હવે ચારો તરફ
હું ખુદા બસ એક જણ ને જોઉંછું
કોણ નફરતની ચણેલી ભીંત જુએ
પ્રેમના વાતાવરણને જોઉંછું
નફરત તણાં નાગને નાથો હે દોસ્ત
હું વફા વિષમાંય મારણ જોઉંછું
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, દિલદારની ઝલક, નઝમ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, GujaratiKavita, Muhammedali Wafa
ગઝલ:અશ્આર ખોલું છું—મુહમ્મદઅલી વફા
અશ્આર ખોલું છું—મુહમ્મદઅલી વફા
આંખડીના હું કદી દ્વાર ખોલું છું,
જિંદગીના દર્દનો ભાર ખોલું છું
લોક સમજે વારતા આ મઝાની,થૈ,
લાગણીના હું હવે તાર ખોલું છું.
ઘાવ તમને મ્હેકતા લાગશે યારો,
બાગમાં ગુલના જ અણસાર ખોલું છું.
ગંધ તમને આવશે કો’ગઝલ ની સમ,
ઝૂલ્ફની મ્હેક સમ અશ્આર ખોલું છું
બે ઘડી નફરત શગોને જરા રોકો,
પ્યારની હું તોવફા ધાર ખોલું છું
અશ્આર=શેરનું બહુ વચન
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gazhal, Gujarati Gazhal, poem | Tags: કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, મુહમ્મદઅલી વફા, શાયરી, Gujarati Gazhal, Gujarati kavita, Gujarati Shayri, Muhammedali Wafa, Muhammedali wafa's Gujarati poetry, poem, Shayri, Urdu Gazhal
ગઝલ:ગુલાબની ભીખ માંગે છે –મુહમ્મદઅલી વફા
ગુલાબની ભીખ માંગે છે –મુહમ્મદઅલી વફા
કદી એ રુઆબની ભીખ માંગે છે
પછી એ શરાબની ભીખ માંગે છે
કરી નહિ કમી કદી રકત પીવામાં
કમીનો પિશાબની ભીખ માંગે છે
બધે પ્રથમ- બનવાના કરે હથકંડા
ઘડપણ મહિ શબાબની ભીખ માંગે છે.
લગાવી ચમન મહી આગ એ પાગલ!
હવે તું ,ગુલાબની ભીખ માંગે છે .
કરે એજ દાવા જીવ દયાના પણ,
હોટલે જૈ કબાબની ભીખ માંગે છે
કપાવી બધા ખગોની જ પાંખોને
ખગો પાંસ સુરખાબ ની ભીખ માંગે છે
વફા એ ગુનાહ ખુદના ચિતરવાને
હવે તો કિતાબની ભીખ માંગે છે
શબાબ=યુવાની
મુકતક
કંટકોના હારથી ડરતો નથી
હું તમારા વારથી ડરતો નથી
ધડ ઉપર માઠું હવે ક્યાંછે વફા
જુલ્મની તલવારથી ડરતો નથી
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુકતક, મુશાયરો, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, મુહમ્મદઅલી વફા, શાયરી, Gujarati kavita, Gujarati Shayri, GujaratiGazhal, GujaratiKavita
ગઝલ:સંધાય પણ કયાંથી—મુહમ્મદઅલી વફા
સંધાય પણ કયાંથી—મુહમ્મદઅલી વફા
તૂટી ગયેલી ડાળખી લીલાય પણ ક્યાંથી,
ફૂલો બધાં છે શુષ્ક એ મ્હેકાય પણ ક્યાંથી.
પાછા ભરી દેતે વસંતોના મુલાયમ રંગ,
કાળો મળેલો કામળો રંગાય પણ ક્યાંથી.
જો કે ઘણી પજવી રહી છે દર્દની પ્યાલી,
આ શ્વાસ લેતી લાગણી ધરબાય પણ ક્યાંથી.
ચારો તરફ વીંટાયલા છે ધુમ્મસી પર્દા,
આ આંખડી યારો હવે છલકાય પણ ક્યાંથી
કપડું વફા જો હોત તો સાંધી ફરી લેતે,
આ પ્રેમનો પાલવ હવે સંધાય પણ કયાંથી
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, દર્પણ દર્પણ તરડાયું �a>, મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati kavita, Gujarati Shayri, GujaratiKavita, Muhammedali Wafa
ગઝલ:કरुણાનો સમંદર છે—મુહમ્મદઅલી વફા
કरुણાનો સમંદર છે—મુહમ્મદઅલી વફા
અમે જેવા અહીં બાહર , ભલા તેવાજ અંદર છે,
અમારી પાસ તો આખો કरुણાનો સમંદર છે.
અમે કૈં રોદણા રડવા નથી લખતા ગઝલ અહિયા,
અમારી પાસ ફૂલો છે ,કળીઓ છે ને ખંજર છે.
વહાવી ખૂન હૈયાનું અમે ફરિયાદ ના કરશું,
અમારી પાસ ધીરજ છે અને હૈયું તવંગર છે.
હસી લીધું અમે જુલ્મો તણી તલવારની સામે,
અમારી હામ પણ એવી ન જાણે કે સિકંદર છે.
અમે કોડી અને હીરા મહીં જોતા નથી કૈં ફર્ક
નજર છે અમ ફકીરોની, વફા દિલ આ કલંદર છે.
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, કાવ્ય, મુહમ્મદઅલી વફા, વેદના ક્યાંથી મળી_મો?a>, શેર, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, GujaratiKavita, Muhammedali Wafa
મુકતક:ચાર દિન ની જેલ છે.-મુહમ્મદઅલી વફા
ચાર દિન ની જેલ છે-મુહમ્મદઅલી વફા
ચંદ રાતોનો ભલા બસ હવે એ ખેલ છે
એટલું બળશે હવે જેટલું કે તેલ છે
હા પછી પણ એક વિશ્વે જવાનું છે વફા
એ પણ ખરું આ જગત ચાર દિન ની જેલ છે.
Comments Off
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: અછાંદસ, કવિતા, કાવ્ય, ગુજરાતી શાયરી, નઝમ, મુહમ્મદઅલી વફા, વેદના ક્યાંથી મળી_મો?a>, શાયરી, Muhammedali Wafa
ગઝલ: બારણા કોદી’ ઠોકશે હવે —મુહમ્મદઅલી વફા
બારણા કોદી’ ઠોકશે હવે —મુહમ્મદઅલી વફા
ઘોડો થયો છે બે લગામ કોઈ ટોકશે હવે ?
લીલા બધી આ ડ્રોનની કોઈ. રોકશે હવે ?
વરસી પડે છે હાલ એ કોઈ ચાંદ છાપ પર
એ આપણાં એ બારણા કોદી’ ઠોકશે હવે.
.
એ રક્તના પ્યાસા હરાયા ઢોરો તણા સંતાન
એ ઘોર પણ ખુદનીજ યારો અહિ ખોદશે હવે.
.
લાલા તમાશો આ બધો જોયા ના કરો ખરે
મોકો મળે તો પત્તર તમારી ઠોકશે હવે.
આ શ્વાન છે હડકાયેલો પાગલ ગામમાં ફરે
રસ્તા મહીં નિર્દોષ કોઈ ને ચોંટશે હવે.
કક્કોય નિજનો સતત સાચો છે એ ઠરાવવા
યુ.નો.તણા વાડા મહીં જઈ એ ભૂંકશે હવે
માને જરા એ વાત જો શાણો એ બની વફા
નહિ તો જગત એના ઉપર આખું ઠુંકશે હવે.
.લાલા—લાલ ઝંડા વાળા
Comments Off
Posted in ગઝલ | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, GujaratiKavita, Muhammedali Wafa
ગઝલ:શણગારવાનું બંધ કરો—મુહમ્મદઅલી વફા
શણગારવાનું બંધ કરો—મુહમ્મદઅલી વફા
દર્દને શણગારવાનું બંધ કરો
દિલ દહન વ્યહવારવાનું બંધ કરો
બાગને કાંટાળવાનું બંધ કરો
પુષ્પને વણજારવાનું બંધ કરો
આપનું ઘર પણ અમારા સંગ મહીં
આગનું ભડકાવવાનું બધ કરો.
આંખમાં રાખો જરા ભીની મ્હેક
હોઠને થડકારવાનું બંધ કરો
દિલ ધડકતું યાદમાં છોને રૂએ
શ્વાસ ને ગરમાવવાનું બંધ કરો
એ બધા કિસ્સા હવે યારો જૂના
વેદના મમળાવવાનું બંધ કરો
મૌનના રૂપે ફરી હોઠે ઊગે
શબ્દને ધરબાવવાનું બંધ કરો
ભેદ પાછો ખોલવો ના હોઈ તો
હા હવે શરમાવવાનું બંધ કરો
આંખ છે! ભીની વફા થૈ જાઈ પણ
આ નયન નીતારવાનું બંધ કરો
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, માહિતી, મુશાયરો, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: અછાંદસ, કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, Muhammedali Wafa
ગઝલ:દવા અમને બતાવી દો—મુહમ્મદઅલી વફા
દવા અમને બતાવી દો—મુહમ્મદઅલી વફા
વિગત આ દર્દની શી છે જરા અમને બતાવી દો
શિફા અમને મળે ક્યાંથી? જગા અમને બતાવી દો.
તબીબો ના ભલા દ્વારે ભટકતા ક્યાં સુધી રહીશું,
અમારી જે દવા છે એ દવા અમને બતાવી દો.
અહીં જંગલ બયાંબામાં રખડવું પરવડે ક્યાંથી,
ફરી ક્યાં આપણે મળશું? જગા અમને બતાવી દો..
હવે એ ભેદના પરદા અમારે ક્યાં સુધી ગૂંથવા,
મળો જે પણ સભામાં તે સભા અમને બતાવી દો.
વફા ભટકી ગયા છે આ ચરણ તો શોધમાં તારી,
સિરાતે મુસ્તકિમ જે છે ખુદા અમને બતાવી દો.
સિરાતે મુસ્તકિમ=સીધો માર્ગ
શિફા=આરોગ્ય
બયાંબા=રણ વગડો
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: અછાંદસ, કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati kavita, Gujarati poetry, Gujarati Shayri, GujaratiKavita, Muhammedali Wafa
ગઝલ:તિરાડ આ પૂરાય ના—મુહમ્મદઅલી વફા
તિરાડ આ પૂરાય ના—મુહમ્મદઅલી વફા
દિલ તણી તિરાડ તો પૂરાય ના
આયનો તૂટેલ છે સંધાય ના
છો પડે એ તીર આઘું લક્ષ થી
આ નયનનાં બાણતો સહેવાય ના
શબ્દ તો ચારો તરફ ગુંજી રહે
મૌનનું આ દર્દ ક્યાં પડઘાય ના
શોર છે આ કેટલો જીવન તણો
હક તણી કોઈ અઝાં સંભળાય ના
વેદનાના પા’ણ છે હૈયા ઉપર
દર્દ આ કહેવાય ના સહેવાય ના
આપણી મરજી વફા ત્યાં ક્યાં રહી
મોત ને રોકાય ના- જીવાય ના
અઝાં= અઝાન, બાંગ , પૂકાર
Comments Off
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati kavita, Gujarati poetry, GujaratiKavita, Muhammedali Wafa
ગઝલ:સમજાવી નથી શકતો-મુહમ્મદઅલી વફા
શેર
તું પણ રહ્યો તારી તૌહીદ મહીં બિલકુલ અડગ
હું પણ તારી ઇબાદતમાં અહિ વ્હેંચાયો નહીં
શેર
દીવાનગી વ્હેંચાય ગૈ મારી વફા બન્ને તરફ
થોડી મળી કો ફૂલને થોડી કંટક ઊપર ઢળી
સમજાવી નથી શકતો-મુહમ્મદઅલી વફા
ઘણું છે ત્યાગવું પણ હું હજી ત્યાગી નથી શકતો,
અને જે માગવું છે તે હજી માગી નથી શકતો.
તમોને હું નિહાળું ના- તમો છો ખૂબ પાંસે પણ,
હ્રદયમાં છે જડિત એવી છબી ઝાંખી નથી શકતો.
અહીં સાગર દરદનો આ વલોવાઈ રહ્યો હૈયે,
છતાં પણ આંખમાં અશ્રુ હજી વાવી નથી શકતો.
દુઆ માનો-દવા માનો તમે જે કૈં કહો એને,
તબીબોની કને થી એ મતા લાવી નથી શકતો.
વફા હું શું કહું પીડા અમોને શી સતાવે છે?
ન સમજુ છું અહીંપોતે – સમજાવી નથી શકતો.
Comments Off
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem
ગઝલ: રણ પણ લખી દો-મુહમ્મદઅલી વફા
રણ પણ લખી દો-મુહમ્મદઅલી વફા
અહીં પણ લખી દો તહીં પણ લખી દો
અને કૂદકો મારી હરણ પણ લખી દો
ચમકતા કણાં રેત ભાસે મૃગજળ
કલમથી શરમમાં ચરણ પણ લખી દો.
જિવનને લખી દો બડા ઠાઠ માઠે
અને મન બગાડી મરણ પણ લખી દો
નદી ચીતરી છે સમુંદર મુખે પણ
અને નોંધમાં એક રણ પણ લખી દો
વફા હો મુકદ્દરમાં મળે એટલું બસ
કદી મણ લખી દો કદી કણ લખી દો
Comments Off
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુહમ્મદઅલી વફા, વેદના ક્યાંથી મળી_મો?a>, શાયરી, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, GujaratiKavita, Muhammedali Wafa
ગઝલ:મહકી જવાની ઉતાવળ—મુહમ્મદઅલી વફા
મહકી જવાની ઉતાવળ—મુહમ્મદઅલી વફા
અમોને જીવી જવાની ઉતાવળ
સમયને વીતી જવાની ઉતાવળ
હજી રંગો ખૂશ્બુ લાગી નહીં ત્યાં
ગુલોને મહકી જવાની ઉતાવળ
ફરે પાંખે નાજુક સ્પંદો પળે પળ
વિહગને ઊડી જવાની ઉતાવળ
સમુંદર મંઝિલ રહી છે નદીની
ખડકથી દોડી જવાની ઉતાવળ
જરા લાગ્યો પ્રેમનો રોગ એને
રણોમાં ભટકી જવાની ઉતાવળ
દરદના ફૂલો હજી મ્હોરતાં’તા
હ્રદયને ભડકી જવાની ઉતાવળ
વફા આ કોયલ અજબ લાગણીની
દરદમાં ટહુકી જવાની ઉતાવળ
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, મુહમ્મદઅલી વફા, Muhammedali Wafa, Sher, Shero shayri
ગઝલ:ગુલાબ થાય તો—મુહમ્મદઅલી વફા
ગુલાબ થાય તો—મુહમ્મદઅલી વફા
ફૂલો તણાં રંગનો હિસાબ થાયતો.
દિલની કળીનો કૈં રકાસ થાય તો
ભારા બધા દર્દો તણાં દિલ મહિ તર,
કોઈ દિ એની પણ કિતાબ થાય તો.
ફૂલો વિહોણું ચમન ! મન જરા રડે
ને જો કદી આ કંટકો ગુલાબ થાય તો
મશ્ગુલ રહે તું પ્રણયની ડગર ઉપર
ઓ બેવફા કહીને ખિતાબ થાય તો
Comments Off
Posted in કવિતા, ગઝલ | Tags: કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, મુહમ્મદઅલી વફા, Gujarati Gazhal, Gujarati kavita, Gujarati poetry, Muhammedali Wafa
ગઝલ:દ્વારને જોતો રહ્યો—મુહમ્મદઅલી વફા
ગઝલ:દ્વારને જોતો રહ્યો—મુહમ્મદઅલી વફા
પૂષ્પના અણસારને જોતો રહ્યો
ભેદની દીવારને જોતો રહ્યો.
દર્દના વ્યહવારને જોતો રહ્યો.
દુ:ખની વણજાર ને જોતો રહ્યો.
દામન મહિ આવી કદી ખૂંપી ગયો,
કંટકોના પ્યારને જોતો રહ્યો
ખાલી ખિસ્સું હતું,ને જામ પણ,
એ બધા પીનારને જોતો રહ્યો.
ફૂલ સહુ આવીને તોડી ગયા,
બાગમાં એ ખારને જોતો રહ્યો.
કાફલો આનંદ તણો વહેતો રહ્યો,
દર્દના ગુબારને જોતો રહ્યો.
ના સલામો આખરી એણે સૂણી
એ વફા બસ દ્વારને જોતો રહ્યો.
ઘર વફા એનું સતત બળતું રહ્યું
રાગના મલ્હારને જોતો રહ્યો.
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: અછાંદસ, કાવ્ય, ગુજરાતી શાયરી, મુહમ્મદઅલી વફા, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa
ગઝલ: શબ્દો નથી મળતા—મુહમ્મદઅલી વફા
શબ્દો નથી મળતા—મુહમ્મદઅલી વફા
પ્રશંસા કાજ તારી હે ખુદા શબ્દો નથી મળતા
ઘણીવેળા બધા સર્જન તણા અર્થો નથી મળતા
અઝલને અબદ છે જોને રહી તારી બધી સિફત
અહીં તારા ગુલામોને બધા મર્મો નથી મળતા
બુલંદી પર જવા માટે સતત જારી રહે ઉડ્ડયન
ધરા પર બેસનારાને બધાં દ્વારો નથી મળતા
બચાવી પાલવો ફરતા રહે પ્રણય તણા બાગે
નથી મળતા, કદી ખૂશ્બૂ તણા જખમો નથી મળતા
‘વફા’ આદત નથી જેને કદી ચિંતન મનન કેળી
કદી ઉત્તર નથી મળતા કદી પ્રશ્નો નથી મળતા
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, મુહમ્મદઅલી વફા, Gazhal, Gazhal Gujarati, Gujarati kavita, Gujarati poetry, Gujarati Shayri, GujaratiKavita, Muhammedali Wafa
ગઝલ::બાળપણની શોધમાં—મુહમ્મદઅલી વફા
બાળપણની શોધમાં—મુહમ્મદઅલી વફા
આ મૃગજળોની દોડ છે, બળતાજ રણની શોધમાં,
ભટકી જવાના રણ બધા મારા હરણની શોધમાં.
આ રેતના પગલા બધા- થૈ રેત એ ઊડી જશે,
આ કૈસ છે મુઝવણ મહીં એના ચરણની શોધમાં.
શોધે બધા ખુદને અહીં રસ્તા અને વગડા મહીં,
જો ને નદી પણ નીકળી કોઈ ઝરણની શોધમાં.
વરસો થકી એછે મુસાફર ના મળી મંઝિલ કહીં,
આ જિંદગી બુઢ્ઢી થઈ કો’બાળપણની શોધમાં
આવી જશે એતો વફા, જયાં પણ હશે અસ્તિત્વ તુજ,
ખોટા નહીં ફર્યા કરો ખુદના મરણની શોધમાં.
કૈસ=મજનુ
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | Tags: કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, MuhammedaliWafa













આપના પ્રતિભાવ